એ.સી.બી.સફળ ટ્રેપ ,ફરીયાદી-એક જાગૃત નાગરીક
આરોપી – શૈલેષભાઇ ધીરૂભાઇ જાદવ ઉ.વ.૩૨, સર્વેયર વર્ગ-૩, જમીન દફ્તર નિરીક્ષકની કચેરી, ગઢડા, જિ.બોટાદ
ટ્રેપની તારીખ:
૦૩/૧૧/૨૦૨૬
લાંચની માંગણીની રકમ:
રૂ.૫,૦૦૦/-
લાંચની સ્વીકારેલ રકમ:
રૂ.૫,૦૦૦/-
લાંચની રીકવર કરેલ રકમ:
રૂ.૫,૦૦૦/-
ટ્રેપનુ સ્થળ:
જમીન દફ્તર નિરીક્ષકની કચેરી ગઢડા, જિ.બોટાદ
ટુંક વિગત: આ કામના ફરિયાદીએ ગઢડા જમીન દફ્તર નિરીક્ષકની કચેરી માં પોતાની મિલકત પોતાના નામે ચડાવવા માટે અરજી કરેલ હતી . તે અરજી અનુસંધાને આક્ષેપીતે ફરિયાદી ના મિલકત નામે ચડાવવાના બદલા માં રૂ.૫,૦૦૦/- ની લાંચની માંગણી કરેલ હતી.
પરંતુ ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોય તેઓએ બોટાદ એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ આપેલ હતી., જે આધારે લાંચના છટકાનું આયોજન કરતા લાંચના છટકા દરમ્યાન આક્ષેપિત રૂ.૫,૦૦૦/-માંગણી કરી સ્વિકારી, સ્થળ પર પકડાઇ જઇ પોતાના હોદ્દાનો દુરઉપયોગ કર્યા અંગેનો ગુનો કરેલ છે.
ટ્રેપિંગ અધિકારી
કે.આર.દરજી,
પોલીસ ઇન્સ્પેક્ટર,બોટાદ એ.સી.બી. પો.સ્ટે.
તથા એ.સી.બી. સ્ટાફ બોટાદ.

















