Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » વિકસિત ભારત : 2047 લક્ષ્યાંક સિદ્ધ કરવા ખેતી વિકાસ અને સામાજિક સમરસતા અનિવાર્ય – ડૉ. પ્રકાશ પટેલ
ગુજરાત

વિકસિત ભારત : 2047 લક્ષ્યાંક સિદ્ધ કરવા ખેતી વિકાસ અને સામાજિક સમરસતા અનિવાર્ય – ડૉ. પ્રકાશ પટેલ

Rajeshkumar Jadav
Last updated: September 15, 2026 1:19 pm
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

વિકસિત ભારત : 2047 લક્ષ્યાંક સિદ્ધ કરવા ખેતી વિકાસ અને સામાજિક સમરસતા અનિવાર્ય – ડૉ. પ્રકાશ પટેલ

કેપિટલ મેસેજ, ન્યુઝ 

પાટણ ખાતે આવેલી નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી અને શ્રીમતી પી.કે. કોટાવાલા આર્ટ્સ કોલેજના અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા તા. 16 ફેબ્રુઆરી 2026ના રોજ “વિકસિત ભારત : 2047” વિષયક વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ વ્યાખ્યાનમાં મુખ્ય વક્તા તરીકે આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, વડનગરના અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ અને ઇન્ચાર્જ આચાર્ય ડૉ. પ્રકાશભાઈ પટેલ હાજર રહ્યા હતા. તેમણે પોતાના વ્યાખ્યાનમાં જણાવ્યું હતું કે વિકસિત ભારત : 2047નું સ્વપ્ન સાકાર કરવા દેશના વિવિધ ક્ષેત્રોમાં સમાન વિકાસ અનિવાર્ય છે. ખાસ કરીને કૃષિ અને સંલગ્ન ક્ષેત્રના વિકાસ દ્વારા દેશનો ઝડપી અને સમતોલ વિકાસ શક્ય બને છે.

More Read

ધારપુર મેડિકલ કોલેજમાં આગની આપત્તિ સામે બચાવ કામગીરીની મોકડ્રિલ યોજાઈ
શેઠ એમ. એન. હાઈસ્કૂલ, પાટણનું ગૌરવ…
શેઠ એમ. એન. હાઈસ્કૂલ પાટણના વિદ્યાર્થીઓનો રાજ્યકક્ષાના ગણિત મહોત્સવમાં દબદબો.
NGES કેમ્પસ સંચાલિત ગીતાબેન વિનોદભાઈ ઝવેરી કોલેજ ઓફ ફાર્મસીમાં વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ–2026ની જાગૃતિસભર ઉજવણી

તેમણે સૂક્ષ્મ, લઘુ, નાના અને મધ્યમ ઉદ્યોગોના વિકાસ દ્વારા રોજગારી સર્જન પર ભાર મૂકતા જણાવ્યું હતું કે વ્યવસાયલક્ષી શિક્ષણને પ્રોત્સાહન આપવાથી આત્મનિર્ભર ભારતનું લક્ષ્ય સિદ્ધ કરી શકાય છે. તેમણે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રના વિસ્તરણ દ્વારા દરેક રોજગાર ઇચ્છુક નાગરિકને રોજગારી ઉપલબ્ધ કરાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

ડૉ. પટેલે અમેરિકા અને ચીનની આર્થિક સ્થિતિ સાથે ભારતની વર્તમાન પરિસ્થિતિની તુલના કરતાં જણાવ્યું હતું કે ભારતે હજુ લાંબી મજલ કાપવાની છે. વિકસિત ભારતના લક્ષ્યાંક માટે આર્થિક વિકાસ સાથે સામાજિક સમરસતા, અંધશ્રદ્ધા નિવારણ અને માનસિક પરિવર્તન પણ એટલું જ જરૂરી છે.

કાર્યક્રમની શરૂઆત અંગ્રેજી વિભાગની અધ્યાપિકા ડૉ. પદ્માક્ષીબેન વ્યાસની પ્રાર્થનાથી થઈ હતી. કોલેજના આચાર્ય ડૉ. રીટાબેન પારેખે આર્થિક વિકાસ સાથે સામાજિક વિકાસનું મહત્વ સમજાવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન ડૉ. આશુતોષ પાઠક દ્વારા કરવામાં આવ્યું હતું અને આભાર વિધિ ડૉ. દલાભાઈ બોકાએ વ્યક્ત કરી હતી.

More Read

સિદ્ધપુરની દીકરી ક્રિષા બીજવાણી બની કોમર્શિયલ પાયલોટ
ગુજરાતથી વૈશ્વિક મંચ સુધી પાટણના કલાકારોનું ગૌરવ
સમી : કઠીવાડા નજીક ત્યજી દેવાયેલી બાળકીના કેસમાં બાળ તસ્કરીનું કથિત નેટવર્ક ખુલ્યું
પાટણની દીકરી અને રાધનપુરની પુત્રવધુ ડૉ. અની સોનીને Women Changemaker Award 2026નું સન્માન

કાર્યક્રમના સફળ આયોજન માટે અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડૉ. અલ્પેશ પટેલ અને ડૉ. ભરતભાઈ ચૌધરીએ વિશેષ કામગીરી બજાવી હતી. અંતે સંસ્થાના કેમ્પસ ડેવલપમેન્ટ ઓફિસર ડૉ. જય ધ્રુવે કાર્યક્રમની સફળતા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article પાટણ જિલ્લામાં ૧૫ થી ૨૯ વર્ષના યુવક-યુવતીઓ માટે “યુથ એસેમ્બલી કાર્યક્રમ ૨૦૨૫-૨૬” માટે અરજીઓ મંગાવવામાં આવી
Next Article પાટણ જિલ્લામાં ધો.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા માટે કાઉન્સેલરોની નિમણૂક કરાઈ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

ગુજરાતમાં ‘વિધવા નાણાકીય સહાય’ હેઠળ હવે ‘ગંગા સ્વરૂપા યોજના’ની સહાય સીધી આઈપીપીબી ખાતામાં મળશે

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

ભાઈ ભાઈ વચ્ચેના સંબંધોને શર્મસાર કરતી ઘટના

Capital Message 27/01/26 E Paper

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

સ્વ.ચંદનસિંહ રાઠોડની સ્મૃતિમાં સુઈગામ ખાતે લોકહિતની અનોખી પહેલ

ગુજરાત

સ્વ.ચંદનસિંહ રાઠોડની સ્મૃતિમાં સુઈગામ ખાતે લોકહિતની અનોખી પહેલ

ગુજરાત

પી.પી.જી.એક્સપે રિમેન્ટલ હાઈસ્કૂલમાં વિકસિત ભારત ૨૦૪૭’ અંતર્ગત વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ.

ગુજરાત

પી.પી.જી. એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલ ખાતે ‘ હિન્દી દિવસ’ની ભવ્ય અને ભાવાત્મક ઉજવણી

ગુજરાત

પી.પી.જી. એક્સપેરિમેન્ટલ હાઇસ્કૂલના શિક્ષક ડૉ. દાનેશ મોદીનું પાટણ જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માન

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video