Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.

capitalmessage

•Breaking News | Instant Updates
•National •International •Local News
•News Before It Goes Viral
•24×7 News | Stay Updated
•Headlines in Real Time

પાટણ : રાધનપુર રાધનપુરમાં સ્ટ્રીટ લાઇટ રિપેરિંગ પાટણ : રાધનપુર  રાધનપુરમાં સ્ટ્રીટ લાઇટ રિપેરિંગ 
દરમિયાન કર્મચારી ઇજાગ્રસ્ત?  સેફટી સાધનો વિના કામગીરીના આક્ષેપો, પાલિકા તંત્ર સામે કોંગ્રેસનો રોષ  રાધનપુર નગરપાલિકા હસ્તકની સ્ટ્રીટ લાઇટ રિપેરિંગ કામગીરી દરમિયાન કર્મચારી ઇજાગ્રસ્ત થતાં પાલિકા તંત્રની કામગીરી અને કર્મચારીઓની સલામતી વ્યવસ્થા સામે સવાલો ઉઠ્યા છે. ઘાંચી મસ્જિદ નજીક ગુંદી વાસ વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટના થાંભલા ઉપર કામગીરી કરી રહેલા નારણભાઈ  ભરવાડ અચાનક નીચે પટકાતા ઇજાગ્રસ્ત થયા હતા. સમગ્ર મામલે જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જયાબેન ઠાકોરે પાલિકા તંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા છે.  ઘાંચી મસ્જિદ નજીક ગુંદી વાસ વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ રિપેરિંગની કામગીરી ચાલી રહી હતી. દરમિયાન થાંભલા ઉપર કામ કરી રહેલા નારણભાઈ ભરવાડ નીચે પટકાતા ઇજાગ્રસ્ત થયા હતા.  અકસ્મિક ઘટના બાદ ઇજાગ્રસ્ત કર્મચારીને રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે તેમને પાટણ રિફર કરવામાં આવ્યા છે.  આ ઘટનાને લઈને રાધનપુર નગરપાલિકા તંત્ર સામે કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા છે. જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જયાબેન ઠાકોરના આક્ષેપ મુજબ, નગરપાલિકા હસ્તકની જોખમી ઇલેક્ટ્રિકલ કામગીરીમાં કર્મચારીઓને જરૂરી સેફટી કિટ અને સુરક્ષા સાધનો આપવામાં આવતા નથી.જેને લઇને પાલિકાની બેદરકારી સામે સવાલો ઉઠ્યા છે.  જયાબેન ઠાકોરે સેફટી બેલ્ટ, હેલ્મેટ, સેફટી શૂઝ, હાથમોજાં સહિતના જરૂરી સાધનો પૂરા પાડવાની માંગ કરી છે. સાથે જ ઇજાગ્રસ્ત કર્મચારીને યોગ્ય સારવાર અને વળતર આપવાની પણ માંગ ઉઠાવી છે.  તેમણે વધુમાં અગાઉની એક ઘટનાનો ઉલ્લેખ કરી પાલિકા તંત્ર પર બેદરકારીના આક્ષેપો કર્યા છે અને આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે સુરક્ષા નિયમોનું કડક પાલન કરાવવાની માંગ કરી છે. ઇજાગ્રસ્ત કર્મચારીની સુરક્ષા તથા સહાય માટે પાલિકા શું પગલાં લેવાય છે, તેના પર સૌની નજર ટકી રહી છે.  બાઈટ — જયાબેન ઠાકોર, જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ:  રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ ્  #newstoday #firesafety #newsfeed #gujrati #Alert #newsfeed #NewsAlert #instagramreels #viralvideoシ #instareels #facebookreel #gujrat #newsupdate #NewsUpdate #Patan #facebookviral #patangujarat #patandistrict #GujaratiNews #short #LivenewsToday #gujarati #radhanpur
અમદાવાદથી અપહરણની ફરિયાદ બાદ કિંજલ રબારી ફરી ચર્ચ અમદાવાદથી અપહરણની ફરિયાદ 
બાદ કિંજલ રબારી ફરી ચર્ચામાં ?  અમદાવાદ: કિંજલ રબારીના અપહરણનો પ્રયાસ થયો હોવાના આક્ષેપ સાથે ફરિયાદ નોંધાતા મામલો ફરી ચર્ચામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાને લઈને કિંજલ રબારીનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.  વાયરલ વીડિયોમાં કિંજલ રબારી પોતે જ અશોક ચૌધરી સાથે જવાની વાત કરતી જોવા મળે છે. વીડિયોમાં તેણીએ પોતાના લગ્ન અંગે પણ નિવેદન આપ્યું હોવાનું સામે આવ્યું છે.  કિંજલ રબારી દ્વારા વીડિયોમાં પોતાના સાસરિયા પરિવાર તરફથી ખતરો હોવાની વાત પણ કરવામાં આવી હોવાનું જણાવાઈ રહ્યું છે.  હાલ સમગ્ર મામલે અપહરણની ફરિયાદ અને વાયરલ વીડિયોને લઈને પોલીસ તપાસ બાદ જ ઘટનાની હકીકત સ્પષ્ટ થશે. ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપો અને વાયરલ વીડિયોમાં કરવામાં આવેલા દાવાઓની સત્તાવાર રીતે પુષ્ટિ થવાની હજુ બાકી છે.  રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ
 #newstoday #newsupdate #Alert #instagramreels #LivenewsToday #patandistrict #patangujarat #gujarati #facebookviral #short #facebookreel #GujaratiNews #NewsAlert #Patan #newsfeed #gujrati #NewsUpdate #viralvideoシ #gujrat #instareels #livenews
પાટણ :- રાધનપુર બ્રેકિંગ રાધનપુર-વારાહી રોડ પર રા પાટણ :-
રાધનપુર બ્રેકિંગ  રાધનપુર-વારાહી રોડ પર રાઘવજી 
હોટેલ પાસે ગમખ્વાર અકસ્માત!
- 3નાં મોત, 4 ઇજાગ્રસ્ત  * ઈકો કાર ટ્રકની પાછળ ઘૂસી- અકસ્માતમાં ઈકો કારમાં સવાર 3 લોકોનાં મોત.  * એક બાળક સહિત 4 લોકો ઘાયલ.  * ખાટુ શ્યામથી દર્શન કરી પરત ફરતા અંજારના પરિવારને અકસ્માત નડ્યો.  * અકસ્માતમાં ઈકો કારનો કચ્ચરઘાણ વળી ગયો.  * મૃતકોમાં સુનિલ ચાવડા, મહેશ મહેતા અને શક્તિસિંહ જાડેજાનો સમાવેશ.  * ઘાયલોને 108 મારફતે રાધનપુર રેફરલ હોસ્પિટલ ખસેડાયા.  * પ્રાથમિક સારવાર બાદ ચારેય ઘાયલોને પાટણની ધારપુર મેડિકલ કોલેજ ખસેડાયા.  * રાધનપુર પોલીસે તપાસ શરૂ કરી, ફરાર ટ્રક ડ્રાઇવરને શોધવા ચક્રો ગતિમાન કર્યા.  અહેવાલ : અનિલ રામાનુજ, પાટણ #newstoday #NewsUpdate #patangujarat #gujrat #LivenewsToday #gujrati #instareels #GujaratiNews #Patan #instagramreels #short #newsfeed #NewsAlert #newsupdate #patandistrict #viralvideoシ #Alert #facebookreel #facebookviral #gujarati #breakingNews
પાટણ: હારીજ- શંખેશ્વર માર્ગ બન્યો ખાડારાજ! વર્ષોથ પાટણ:  હારીજ- શંખેશ્વર માર્ગ બન્યો ખાડારાજ! વર્ષોથી બિસ્માર રસ્તા સામે તંત્રની કામગીરી કયા.?  વર્ષોથી ઉબડખાબડ, તૂટેલો, બિસ્માર અને અકસ્માતને આમંત્રણ આપે એવો રોડ! દર્દીઓ માટે પણ બિનઉપયોગી!  મુજપુર-રૂની થઈ સંખેશ્વર જતા માર્ગ પર ઠેરઠેર ખાડા, વાહનચાલકો પરેશાન
રસ્તાના રિપેરીંગ માટે વારંવાર રજૂઆતો છતાં કાયમી ઉકેલ નહીં—તંત્ર સામે લોકોમાં ભારે રોષ  પાટણ જિલ્લાના હારીજથી સંખેશ્વર વાયા મુજપુર-રૂણી તરફ જતો માર્ગ છેલ્લા કેટલાય વર્ષોથી બિસ્માર હાલતમાં છે.વાહનચાલકો, વિદ્યાર્થીઓં, વેપારીઓ અને દર્દીઓનો એક જ સવાલ...આ બિસ્માર રોડથી પ્રજાને છુટકારો ક્યારે મળશે.?
 #newstoday #NewsUpdate #LivenewsToday #NewsAlert #short #GujaratiNews #instareels #viralvideoシ #facebookreel #Alert #Alert #newsupdate #facebookviral #gujrati #newsfeed #newsfeed #gujrat #instagramreels #Patan #patangujarat #patandistrict
સાવરકુંડલામાં વીજ અનિયમિતતા સામે : ખેડૂતોનો હલ્લા સાવરકુંડલામાં વીજ અનિયમિતતા 
સામે : ખેડૂતોનો હલ્લાબોલ!  અમરેલી જીલ્લાના સાવરકુંડલા તાલુકામાં ખેતીવાડી વીજ પુરવઠાની અનિયમિતતાને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે ને ખેડૂતોએ સાવરકુંડલા PGVCL કચેરીએ હલ્લાબોલ કરી આવેદનપત્ર પાઠવી યોગ્ય કરવાની માંગ કરી હતી  સાવરકુંડલા તાલુકાના 6 થી 7 ગામના ખેડૂતો ખેતીવાડી વીજ પુરવઠાની સમસ્યાને લઈને પી.જી.વી.સી.એલ. કચેરીએ પહોંચ્યા હતા સાવરકુંડલાના થોરડી ફિડરમાં લોડ સેટિંગ અને ફોલ્ટના કારણે વારંવાર વીજ પુરવઠો ખોરવાતો હોવાના આક્ષેપ સાથે ખેડૂતોએ PGVCL ના અધિકારીઓને રજૂઆત કરી હતી ખાસ કરીને પિયતના સમયે જ વીજ પુરવઠો પૂરતો ન મળતા ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જ્યારે થોરડી ફિડર હેઠળ અંદાજે 560 જેટલા ગ્રાહકોને પૂરતો અને નિયમિત વીજ પુરવઠો મળતો ન હોવાની ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી છે જો આગામી બે દિવસમાં વીજ પુરવઠાની સમસ્યાનું નિરાકરણ નહીં આવે અને પૂરતો વીજ પુરવઠો નહીં આપવામાં આવે તો આંદોલન કરવાની ખેડૂતો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી  બાઈટ 1 મહેશ ચોડવડીયા (ખેડૂત આંબરડી)  વીઓ ફાઈનલ 
સાવરકુંડલા તાલુકાના થોરડી સહિત આસપાસના 6થી 7 ગામના ખેડૂતો ખેતીવાડી વીજ પુરવઠાની સમસ્યાથી પારાવાર પરેશાની ભોગવી રહ્યાં છે ખેડૂતોના જણાવ્યા મુજબ થોરડી ફિડરમાં વારંવાર લોડ સેટિંગ અને ફોલ્ટના કારણે વીજ પુરવઠો ખોરવાઈ જાય છે અને પિયતના સમયે વીજળી ન મળતી હોવાથી ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ પણ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા હોય ત્યારે થોરડી ફિડર હેઠળ આશરે 560 જેટલા ગ્રાહકોને વીજ પુરવઠાની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠેલા ખેડૂતો એકત્ર થઈ પી.જી.વી.સી.એલ. કચેરીએ પહોંચ્યા હતા અને તાત્કાલિક વીજ પુરવઠો નિયમિત કરવા રજૂઆત કરી હતી ખેતીવાડી માટે જરૂરી અને પૂરતો વીજ પુરવઠો નિયમિત રીતે આપવામાં આવે તેવી માંગ કરી હતી બે દિવસમાં સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉંચારેલી હતી હવે ખેડૂતોની આ રજૂઆત બાદ પી.જી.વી.સી.એલ. તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર રહેશે.......
મહેશ બારૈયા - અમરેલી
 #newstoday #pgvcl #gujrat #GujaratiNews #NewsUpdate #instareels #newsfeed #gujrati #LivenewsToday #viralvideoシ #newsupdate #breakingNews #facebookviral #NewsAlert #gujarati #Alert #instagramreels #facebookreel #short #AmreliGujarat #amareli
સમીના ગોચનાદ ગામે અનોખી પરંપરા: વહુઓ સાસરિયામાં જ સમીના ગોચનાદ ગામે અનોખી પરંપરા: 
વહુઓ સાસરિયામાં જ રમે કાનુડો!  સમી તાલુકાનું અનોખું ગામ ગોચનાદ, જ્યાં ગામની વહુઓ પિયર નહીં પરંતુ સાસરિયામાં જ રમે છે કાનુડો!  ગોચનાદ ગામમાં વહુઓ પિયર નહીં, સાસરે જ રમે છે કાનુડો: વર્ષો જૂની પરંપરા જાળવી રાખી ગામલોકોએ એકતા સાથે કરી જન્માષ્ટમીની ઉજવણી  વર્ષોથી ચાલી આવતી અનોખી પરંપરા આજે પણ જળવાઈ રહી છે  કેપિટલ મેસેજ 
Capital message 
સમી તાલુકાના ગોચનાદ ગામમાં જન્માષ્ટમીની ઉજવણી માત્ર ધાર્મિક ઉત્સવ પૂરતી સીમિત નથી, પરંતુ અહીં વર્ષોથી ચાલી આવતી એક અનોખી પરંપરા પણ જોવા મળે છે.  સામાન્ય રીતે અનેક ગામોમાં જન્માષ્ટમીના પર્વે વહુવારુઓ પોતાના પિયર જઈને કાનુડો રમતી હોય છે. પરંતુ ગોચનાદ ગામની પરંપરા કંઈક અલગ છે. અહીં ગામની વહુવારુઓ કાનુડો રમવા માટે પોતાના પિયર જતી નથી, પરંતુ સાસરિયામાં જ રહીને કાનુડાની ઉજવણી કરે છે.  વર્ષોથી ચાલી આવતી આ અનોખી પરંપરા આજે પણ ગ્રામજનો દ્વારા જાળવી રાખવામાં આવી છે. જન્માષ્ટમીના પાવન પર્વે ગામની વહુવારુઓ સહિત તમામ સમાજના લોકો એકસાથે મળી ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણી કરે છે.  આ વર્ષે પણ સમગ્ર ગોચનાદ ગામ *“નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી”* ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. ગામના વિવિધ વિસ્તારો અને મહોલ્લાઓમાં ગ્રામજનો દ્વારા મટકી ફોડના કાર્યક્રમો યોજાયા હતા. દર વર્ષે ગામમાં અંદાજે 7થી 8 જેટલા સ્થળોએ મટકી ફોડ કાર્યક્રમ યોજાય છે.  દરબારવાસ, રબારીવાસ, ભરવાડવાસ, ચૌધરીવાસ, ઠાકોરવાસ સહિતના વિસ્તારોમાં ડીજેના તાલ સાથે શોભાયાત્રા અને મટકી ફોડ કાર્યક્રમો યોજાયા હતા. સમગ્ર આયોજનમાં દરેક સમાજના લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.  ત્યારબાદ ગામના રામચોક મંદિરના ચોકમાં આરએસએસ એટલે કે સંઘના કાર્યકર્તાઓ અને યુવાનો દ્વારા વિશેષ મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો. યુવાનો દ્વારા માનવ પિરામિડ બનાવી મટકી ફોડવામાં આવી હતી, જેને નિહાળવા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા.  ગામમાં યોજાયેલી ભવ્ય નગરયાત્રા અને શોભાયાત્રામાં અંદાજે 1,500થી 2,000 જેટલા લોકો જોડાયા હતા. અંતે ભગવાન શ્રીકૃષ્ણની આરતી અને પૂજન કરી જન્માષ્ટમી મહોત્સવનું સમાપન કરવામાં આવ્યું હતું.  આમ, ગોચનાદ ગામે એકતા, ભાઈચારો અને વર્ષો જૂની અનોખી પરંપરા સાથે જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરી હતી.
રિપોર્ટ . અનિલ રામાનુજ પાટણ
 #newstoday #newsfeed #NewsUpdate #breakingNews #viralvideoシ #newsupdate #NewsAlert #GujaratiNews #gujrati #instareels #facebookviral #LivenewsToday #gujrat #patangujarat #patandistrict #Patan #sami
Instagram post 18098609591377024 Instagram post 18098609591377024
ડભોઈની ઉમા સોસાયટીમાં લીમડાના થડમાંથી દૂધ જેવી સફે ડભોઈની ઉમા સોસાયટીમાં લીમડાના થડમાંથી દૂધ જેવી સફેદ ધાર વહેતાં લોકોમાં ભારે કુતૂહલ  કેપિટલ મેસેજ 
Capital message 
ડભોઈ ખાતે આવેલા ઉમા સોસાયટી વિસ્તારમાં એક અનોખી અને આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. અહીં એક લીમડાના ઝાડના થડમાંથી અચાનક દૂધ જેવું સફેદ પ્રવાહી વહેવા લાગતાં સ્થાનિકોમાં ભારે આશ્ચર્ય ફેલાયું છે. આ અસામાન્ય દૃશ્યને જોવા માટે આસપાસના રહીશો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.  ડભોઈની ઉમા સોસાયટીમાં આવેલા લીમડાના ઝાડમાંથી દૂધની ધાર સમાન સફેદ પ્રવાહી નીકળતો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સામાન્ય રીતે લીમડાના વૃક્ષમાંથી આવો પ્રવાહ જોવા મળતો ન હોવાથી સમગ્ર પંથકમાં આ ઘટના ટોક ઓફ ધ ટાઉન બની છેઝાડના થડમાંથી ધીમી ધારે વહેતા આ સફેદ પ્રવાહીને જોવા સ્થાનિકોના ટોળાં એકઠા થયા હતા અને લોકોએ પોતાના મોબાઇલમાં આ દૃશ્યો કેદ કર્યા હતા. કેટલાક લોકો તેને ચમત્કાર માની રહ્યા છે, તો કેટલાક તેને કોઈ કુદરતી કે રાસાયણિક પ્રક્રિયા ગણાવી રહ્યા છે.વનસ્પતિ નિષ્ણાતોના મતે, વૃક્ષોમાં થતા બેક્ટેરિયલ ઇન્ફેક્શન અથવા આંતરિક પ્રક્રિયા (જેમ કે 'ફર્મેન્ટેશન' કે અતિશય પ્રેશર)ને કારણે ક્યારેક આવા પ્રવાહી બહાર નીકળતા હોય છે. જોકે, આ પ્રવાહી ખરેખર શું છે અને કયા કારણોસર નીકળી રહ્યું છે, તે ચોક્કસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે. હાલ પૂરતું આ દ્રશ્ય સમગ્ર વિસ્તારમાં ભારે કુતૂહલ અને ચર્ચાનો વિષય બન્યું છે.
રિપોર્ટ :- ફઝલ રઝાક ખત્રી, ડભોઈ
 #newstoday #dabhoi #gujrat #brakingnews #LivenewsToday #newsupdate #viralvideoシ #capitalmessagenews #Gujarat #GujaratiNews #NewsUpdate #Updates #facebookviral #facebookreel #livenews #viralnews #instagramreels #short #vadodaranews #gujarati #news #newsreels #NewsAlert
ડભોઇના મોટા હબીપુરા માર્ગ પરથી ૧૦ ફૂટ લાંબા મહાકાય ડભોઇના મોટા હબીપુરા માર્ગ પરથી ૧૦ ફૂટ લાંબા મહાકાય અજગરનું સફળ રેસ્ક્યુ; સ્થાનિકોએ લીધો રાહતનો શ્વાસ  કેપિટલ મેસેજ 
Capital message 
ડભોઇ પંથકમાં ફરી એકવાર વન્યજીવ દેખાવાની ઘટના સામે આવી છે. ડભોઇથી મોટા હબીપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર આવેલા રેલવે ગરનાળા નજીકથી એક મહાકાય અજગર મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. જોકે, સ્થાનિક જીવદયા પ્રેમી સંસ્થાની ટીમે સમયસૂચકતા દાખવી અજગરનું સુરક્ષિત રેસ્ક્યુ કરતાં સ્થાનિક રહીશો અને વાહનચાલકોએ હાશકારો અનુભવ્યો છે.  ડભોઇ તાલુકાના મોટા હબીપુરા જવાના રસ્તે રેલવે ગરનાળા પાસે પસાર થતા રાહદારીઓની નજર અચાનક એક વિશાળકાય અજગર પર પડી હતી. માર્ગની બિલકુલ નજીક અંદાજે ૧૦ ફૂટ જેટલો લાંબો અજગર હોવાની જાણ થતાં જ આસપાસના ગ્રામજનો અને વાહનચાલકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો, જેના કારણે થોડા સમય માટે ટ્રાફિક પણ પ્રભાવિત થયો હતો.સ્થાનિકો દ્વારા આ અંગે તાત્કાલિક વન્યજીવ સંરક્ષણ માટે કાર્યરત 'નેચર સેવિંગ ફાઉન્ડેશન'ની ટીમને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાં જ રેસ્ક્યુ ટીમ જરૂરી સાધનો સાથે ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
રેસ્ક્યુ ટીમના સભ્યોએ ભારે સાવચેતી અને જહેમત બાદ કોઈ પણ પ્રકારની ઈજા પહોંચાડ્યા વગર આ મહાકાય અજગરને સુરક્ષિત રીતે ઝડપી પાડ્યો હતો. સફળ રેસ્ક્યુ ઓપરેશન બાદ વન વિભાગના માર્ગદર્શન હેઠળ અજગરને માનવ વસ્તીથી દૂર સુરક્ષિત કુદરતી આવાસ એટલે કે ઊંડા જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યો હતો. રેસ્ક્યુ ટીમની ત્વરિત કામગીરીને સ્થાનિકોએ બિરદાવી હતી.
રિપોર્ટ :- ફઝલ રઝાક ખત્રી, ડભોઈ 
 #newstoday #ajagar #gujarati #Updates #instareels #NewsUpdate #Alert #short #facebookviral #viralnews #NewsAlert #instagramreels #newsreels #livenews #facebookreel #news #GujaratiNews #breakingNews #Gujarat #vadodaranews #dabhoi
અમરેલી બેકિંગ...... અમરેલીમાં આધાર સેવા કેન્દ્રનો અમરેલી બેકિંગ......  અમરેલીમાં આધાર સેવા કેન્દ્રનો પ્રારંભ  સાંસદ ભરત સુતરીયાના હસ્તે કરાયું ભવ્ય ઉદ્ઘાટન  રાજ્યનું 10મું અત્યાધુનિક આધાર સેવા કેન્દ્ર શરૂ  હવે આધારના કામ માટે અમદાવાદ-મુંબઈના ધક્કા ખતમ  નામ-સરનામું સુધારણા અને બાયોમેટ્રિક અપડેટની સુવિધા  4 મશીનો અને અનુભવી સ્ટાફ સાથે તાત્કાલિક સેવા શરૂ  કેન્દ્ર સરકારની રજાઓ સિવાય સાતેય દિવસ મળશે સેવા  નવા આધારકાર્ડ માટે નાગરિકો પાસેથી કોઈ ચાર્જ નહીં  અમરેલીવાસીઓ માટે આધાર સંબંધિત કામગીરી હવે સ્થાનિક સ્તરે જ
 #newstoday #AmreliGujarat #newsreels #instareels #short #NewsAlert #gujarati #facebookviral #Alert #viralvideoシ #news #NewsUpdate #amareli #livenews #newsupdate #viralnews #facebookreel #instagramreels #Updates #Updates #capitalmessagenews
અમરેલી બ્રેકિંગ...... અમરેલી જિલ્લામાં સિંહોનું સ અમરેલી બ્રેકિંગ......  અમરેલી જિલ્લામાં સિંહોનું સામ્રાજય........
ભર બપોરે સિંહ શિકારનો વિડીયો આવ્યો સામે.......
સાવરકુંડલાના આંબરડી ગામે પશુપાલકોના બકરાનો સિંહે કર્યો શિકાર......
બકરાના ઝુંડ પર સિંહ ત્રાટક્યો.......
માલધારીએ બકરાને બચાવવા કરી બૂમાબૂમ.......
બકરાનો શિકાર કરી સિંહ શિકારને લઈ જતો મોબાઈલ કેમેરામાં થયો કેદ......
સિંહ બકરાને ઝાડી ઝાંખરા લઈ જતો મોબાઈલ કેમેરામાં થયો કેદ......
સિંહ શિકારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ......  મહેશ બારૈયા - અમરેલી  અમરેલી જિલ્લામાં સિંહોનું સામ્રાજય........
 #newstoday #Alert #Updates #livenews #gujarati #instareels #lioness #amareli #newsupdate #AmreliGujarat #instagramreels #facebookreel #short #news #viralnews #NewsAlert #newsreels #facebookviral #NewsUpdate #viralvideoシ #gujrat #brakingnews #breakingNews #GujaratiNews
ડભોઇ ચીફ ઓફિસરની ખંભાત બદલી: ભાવભીની વિદાય! ડભોઇ ડભોઇ ચીફ ઓફિસરની ખંભાત 
બદલી: ભાવભીની વિદાય!  ડભોઇ નગરપાલિકાના ચીફ ઓફિસરની ખંભાત ખાતે બદલી થતાં ભાવભીની વિદાય અપાઈ પ્રમુખ સહિત સદસ્યઓ કર્મચારીઓએ સન્માનપૂર્વક આપી વિદાય.  કેપિટલ મેસેજ 
Capital message 
ડભોઇ નગરપાલિકા ખાતે ચીફ ઓફિસર તરીકે સાડા ચાર વર્ષ  ફરજ બજાવી રહેલા જય કિશન તડવી ની ખંભાત ખાતે બદલી થતાં નગરપાલિકા કચેરી ખાતે ભાવભર્યો વિદાય સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે પ્રમુખ ઉપપ્રમુખ ચૂંટાયેલા નગરપાલિકાના સદસ્યો કર્મચારીઓ નગરના હિન્દુ મુસ્લિમ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા  ડભોઇ નગરપાલિકાના ચીફ ઓફિસર જયકિશન તડવી ની ખંભાત ખાતે બદલી થતાં તેઓના વિદાય સમારંભમાં નગરપાલિકા પ્રમુખ ઉપ પ્રમુખ સહિત સદસ્યો તમામ સમાજના આગેવાનો દ્વારા પુષ્પગુચ્છ અને મોમેન્ટો અર્પણ કરી  સન્માનિત કર્યા હતા. ઉપસ્થિત અધિકારીઓ, કર્મચારીઓ અને ડભોઇ નગરપાલિકા ચીફ ઓફિસર તરીકે સાડા ચાર વર્ષ સેવાકાળની કામગીરીને બિરદાવી હતી.આ પ્રસંગે ભાજપ કોંગ્રેસના આગેવાનો અને સહકર્મીઓએ ચીફ ઓફિસર જય કિશન તડવી સાથેના સાડા ચાર વર્ષ  સાથેના સેવાકાળ દરમિયાનના સંસ્મરણો વાગોળ્યા હતા. તેમના સરળ સ્વભાવ, સૌમ્ય વર્તન, સહકારની ભાવના અને ફરજ પ્રત્યેની નિષ્ઠાની પ્રશંસા કરવામાં આવી હતી. ડભોઇ નગરપાલિકા પ્રમુખ પુષ્પાબેન રાવલ ઉપપ્રમુખ નૂર મોહમ્મદ મહુડા વાળા કારોબારી ચેરમેન હાજી અફઝલભાઇ કાબાવાલા માજી પ્રમુખ તથા માજી સદસ્ય સુભાષભાઈ ભોજવાણી નગરપાલિકા મેનેજર મહેશભાઈ પરમાર તથા મહેશભાઈ વસાવા સહિત ડભોઇનગરપાલિકા ખાતે સાડા ચાર વર્ષ ચીફ ઓફિસર તરીકેની તેમની કામગીરીને યાદ કરી શુભકામનાઓ પાઠવી હતી.સમારંભ દરમિયાન લાગણીસભર વાતાવરણ જોવા મળ્યું હતું. ઉપસ્થિત સૌએ વિદાય લઈ રહેલા ચીફ ઓફિસર ની બદલી થતાં નવી જગ્યા ખંભાત ખાતે પોતાની આગળની કારકિર્દી સ્વસ્થ અને આનંદમય રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.
અંતે ચીફ ઓફિસર જય કિશન તડવીએ ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે પોતાના સાડા ચાર વર્ષ સેવાકાળ દરમિયાન નગરના વિકાસ અને લોકોના પ્રશ્નો નો ઉકેલ અને નિરાકરણ લાવવા સતત પ્રયત્નશીલ રહ્યો હતો અને તમામનો સાથ સહકાર વિકાસના કામોમાં મળ્યો હતો  આભાર માન્યો હતો. ભાવભર્યા માહોલ વચ્ચે વિદાય સમારંભ સંપન્ન થયો હતો.
રિપોર્ટ :- ફઝલ રઝાક ખત્રી, ડભોઈ 
 #newstoday #dabhoi #GujaratiNews #NewsUpdate #brakingnews #viralnews #breakingNews #vadodaranews #capitalmessagenews #news #Gujarat #viralvideoシ #facebookreel #short #newsreels #gujrat #LivenewsToday #facebookviral #NewsAlert
પંથકમાં મોંઘવારીનો માર: ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગ પંથકમાં મોંઘવારીનો માર: ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવ આસમાને! ગૃહિણીઓનું બજેટ ખોરવાયું  કેપિટલ મેસેજ 
Capital message 
ડભોઈ શહેર તેમજ સમગ્ર તાલુકામાં સતત વધી રહેલી મોંઘવારી વચ્ચે હવે શાકભાજીના રાજા સમાન ડુંગળીના ભાવમાં પણ તોતિંગ વધારો ઝીંકાતા સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારોની મુશ્કેલીમાં વધારો થયો છે ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવ અચાનક આસમાને પહોંચી જતા રસોડાનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. 
ભાવમાં સીધો ઉછાળો થોડા સમય પહેલાં જે ડુંગળી બજારમાં પ્રતિ કિલો ₹૨૦ થી ₹૩૦ના ભાવે મળતી હતી, તે જ ડુંગળીનો ભાવ આજે સીધો વધીને ₹૭૦ થી ₹૮૦ પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે.  રસોડાનો સ્વાદ બગડ્યો: રોજિંદા આહારમાં કોઈપણ શાક બનાવવું હોય કે દાળ-કડઢીનો વઘાર કરવો હોય, ડુંગળી અનિવાર્ય ભાગ છે. ભાવમાં થયેલા અસહ્ય વધારાને કારણે ગૃહિણીઓ માટે ડુંગળી ખરીદવી પણ મુશ્કેલ બની ગઈ છે
મધ્યમ વર્ગ પર બોજો: પેટ્રોલ-ડીઝલ અને અન્ય કરિયાણાની ચીજવસ્તુઓમાં સતત થઈ રહેલા ભાવવધારા વચ્ચે હવે ડુંગળીના આકરા ભાવ સામાન્ય જનતાને ખરા અર્થમાં રડાવી રહ્યા છે.
સ્થાનિક વેપારીઓના જણાવ્યા મુજબ, પાછળથી આવકમાં ઘટાડો થવાને કારણે ભાવમાં આટલો મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. વધતી જતી મોંઘવારી સામે હવે ગરીબ અને સામાન્ય વર્ગ માટે ઘર ચલાવવું એક મોટો પડકાર બની ગયું છે.
રિપોર્ટ :- ફઝલ રઝાક ખત્રી, ડભોઈ 
 #newstoday #NewsAlert #brakingnews #newsreels #NewsUpdate #gujrat #Gujarat #news #instagramreels #short #capitalmessagenews #LivenewsToday #breakingNews #facebookreel #GujaratiNews #facebookviral #viralvideoシ #vadodaranews #dabhoi #viralnews
Instagram post 18094654664085092 Instagram post 18094654664085092
મહેસાણાના નાગલપુર વિસ્તારમાં ફાયરિંગ પકવાન હોટેલ સ મહેસાણાના નાગલપુર વિસ્તારમાં ફાયરિંગ પકવાન હોટેલ સામે ભાવેશ ઝીલીયા પર ગોળીબાર  #capitalmessagenews  #news  #brakingnews  #Gujarat #police
પાટણ | રાધનપુર રાધનપુરમાં પોલીસ દ્વારા ₹82.75 લાખ પાટણ | રાધનપુર  રાધનપુરમાં પોલીસ દ્વારા ₹82.75 લાખથી 
વધુ કિંમતના વિદેશી દારૂના જથ્થાનો નાશ!  રાધનપુર ડિવિઝનના 5 પોલીસ સ્ટેશનો દ્વારા જપ્ત કરાયેલા દારૂનો નિકાલ  રાધનપુર, વારાહી, સાંતલપુર, સમી અને હારીજ પોલીસની કાર્યવાહી  67 દારૂબંધીના ગુનાઓમાં જપ્ત કરાયેલી 39,034 બોટલનો નાશ  રાધનપુર-મહેસાણા હાઈવે પર ચામુંડા માતાજીના મંદિર નજીક કાર્યવાહી  નાયબ કલેક્ટરની સીધી દેખરેખ હેઠળ દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવાયું  ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને સ્ટાફની હાજરીમાં દારૂનો સત્તાવાર નિકાલ કરાયો  ગેરકાયદેસર દારૂના ધંધા સામે પોલીસ-વહીવટી તંત્રની કડક કાર્યવાહી  રિપોર્ટ : અનિલ રામાનુજ, પાટણ  #newstoday #Police #short #instagramreels #LivenewsToday #breakingNews #facebookviral #patandistrict #patangujarat #GujaratiNews #NewsUpdate #gujrat #facebookreel #radhanpur #gujratpolice #patanpolice #PoliceAction
પાટણ : બ્રેકિંગ | સિદ્ધપુર સિદ્ધપુર હાઇવે પર હોટલ પાટણ :
બ્રેકિંગ | સિદ્ધપુર  સિદ્ધપુર હાઇવે પર હોટલમાં પૂરઝડપે 
કાર ઘૂસી જતાં ગમખ્વાર અકસ્માત!  હોટલના પાર્લર પર હાજર વ્યક્તિને કારે અડફેટે લઈ કચડી નાખ્યો  ગંભીર અકસ્માતમાં વ્યક્તિનું ઘટનાસ્થળે જ કરૂણ મોત  અચાનક કાર રિવર્સમાં પૂરપાટ ઝડપે હોટલ તરફ દોડાવાઈ  પૂરઝડપે આવેલી કાર સીધી હોટલના પાર્લરમાં ઘૂસી ગઈ  અકસ્મતની સમગ્ર ઘટના હોટલના CCTV કેમેરામાં કેદ  ઘટનાની જાણ થતાં સિદ્ધપુર પોલીસ ઘટનાસ્થળે દોડી આવી  કારચાલક સામે ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી  રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ
 #newstoday #Police #siddhapura #newsreels #GujaratiNews #viralvideoシ #NewsUpdate #facebookreel #breakingNews #NewsAlert #LivenewsToday #facebookviral #short #gujrat #gujrati #instagramreels #patangujarat #Patan #patandistrict
બગસરા બ્રેકિંગ....... બગસરા શહેરના સ્વામિનારાયણ મ બગસરા બ્રેકિંગ.......  બગસરા શહેરના સ્વામિનારાયણ મંદિરે
 ‘ભાવ મિલન’ કાર્યક્રમનું આયોજન!  સેવાભાવી પ્રવિણભાઈ ઠક્કરના 80મા જન્મદિવસ નિમિત્તે યોજાયો કાર્યક્રમ.......  વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ, બગસરા પરિવાર દ્વારા કરવામાં આવ્યું આયોજન.......  પ્રવિણભાઈ ઠક્કરના સેવાભાવી કાર્યો અને માનવસેવાના ભાવને કરાયો બિરદાવો.......  પરિવારજનો, શુભેચ્છકો અને સેવાભાવી કાર્યકરો રહ્યા ઉપસ્થિત.......  ભાવસભર વાતાવરણમાં પ્રવિણભાઈ ઠક્કરનો 80મો જન્મદિવસ ઉજવાયો.......  #newstoday #breakingNews #GujaratiNews #newsreels #short #viralvideoシ #LivenewsToday #gujrati #facebookreel #NewsUpdate #facebookviral #NewsAlert #gujrat #instagramreels
નંદી મહારાજનું સફળ રેસ્ક્યુ: જીવદયાની અનોખી સેવા નંદી મહારાજનું સફળ રેસ્ક્યુ: 
જીવદયાની અનોખી સેવા  બાલીસણા ગામે નંદી મહારાજ પાણીના હોજમાં પડી ગયા હોવાની જાણ થતાં જ સેવા ફાઉન્ડેશન બાલીસણાની સમગ્ર સેવાભાવી ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.  આ રેસ્ક્યુ કામગીરીમાં બાલીસણા ગામના સરપંચશ્રી, આંબાવાડી ના સ્થાનિક સેવાભાવી યુવકો, વડીલો તથા પ્રમુખ પાટણ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચો નરેશભાઈ પરમાર સહિત સૌના સહયોગથી નંદી મહારાજને સુરક્ષિત રીતે પાણીના હોજમાંથી બહાર કાઢવામાં આવ્યા.  ખાસ વિશેષ કામગીરી:
સેવા ફાઉન્ડેશન બાલીસણાની સમગ્ર સેવાભાવી ટીમે સમયસર પહોંચી ભારે જહેમત ઉઠાવી નંદી મહારાજનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું.
સરપંચશ્રી બાલીસણા નેમાભાઈ પટેલ દ્વારા JCB ની વ્યવસ્થા કરવામાં આવી  જીવદયા માટે હંમેશા તત્પર: સેવા ફાઉન્ડેશન બાલીસણા  #newstoday #NewsAlert #LivenewsToday #NewsUpdate #viralvideoシ #short #gujrat #newsreels #facebookreel #gujrati #facebookviral #breakingNews #patandistrict #GujaratiNews #instagramreels #Patan #patangujarat
પાટણ બ્રેકિંગ સાંતલપુરના વૌવા ગામે અજાણ્યા હિંસક પાટણ  બ્રેકિંગ  સાંતલપુરના વૌવા ગામે અજાણ્યા હિંસક પ્રાણીનો આતંક: ગ્રામજનોમાં ફફડાટ  મોડી રાત્રે હિંસક પ્રાણીએ 20થી વધુ ગ્રામજનો અને પશુઓ પર હુમલો કર્યો  હુમલામાં અનેક ગ્રામજનો અને પશુઓ ઈજાગ્રસ્ત થતાં ગામમાં દહેશતનો માહોલ  ઈજાગ્રસ્ત ગ્રામજનોને તાત્કાલિક સારવાર માટે ધારપુર સિવિલ હોસ્પિટલ ખસેડાયા  પ્રાથમિક ચર્ચા મુજબ હુમલો શિયાળ દ્વારા થયો હોવાની આશંકા  હિંસક પ્રાણીએ ગામમાં કેટલાક પશુઓ પર પણ હુમલો કરતાં પશુઓ ઈજાગ્રસ્ત  ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ તાત્કાલિક વૌવા ગામે પહોંચી  વન વિભાગે હિંસક પ્રાણીની શોધખોળ માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું  ગામલોકોએ હિંસક પ્રાણીને વહેલી તકે પકડવાની વન વિભાગ સમક્ષ માંગ કરી  હુમલાની ઘટનાને પગલે વૌવા ગામમાં ભારે ફફડાટ અને દહેશતનો માહોલ  રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ  #newstoday #gujrat #facebookviral #NewsAlert #short #GujaratiNews #breakingNews #LivenewsToday #viralvideoシ #NewsUpdate #newsreels #facebookreel #gujrati #patandistrict #radhanpur
Follow on Instagram
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video