ડભોઇમાં ₹300 કરોડના ખર્ચે 11 ગ્રામ પંચાયત ભવનોનું લોકાર્પણ

ડભોઇ તાલુકામાં ₹300 કરોડના ખર્ચે નિર્મિત 11 નવીન ગ્રામ પંચાયત ભવનોનું ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા (સોટ્ટા)ના હસ્તે લોકાર્પણ
કેપિટલ મેસેજ
૨૨, નવેમ્બર, ૨૦૨૬
ડભોઇ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વહીવટી સુવિધાઓ વધુ સુદ્રઢ બને તે હેતુથી પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ અંતર્ગત સીડીપી-૫ (CDP-5) યોજના હેઠળ કુલ ₹11 (₹300 કરોડ)ના ખર્ચે તૈયાર થયેલા ૧૦ નવીન ગ્રામ પંચાયત ભવનોનું આજરોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું
આ લોકાર્પણ સમારોહ ડભોઇ તાલુકાના પિસાઈ ગામ ખાતે યોજાયો હતો, જ્યાં ડભોઇના લોકપ્રિય ધારાસભ્ય માનનીય શ્રી શૈલેષભાઈ મહેતા (સોટ્ટા)ના વરદ્ હસ્તે આ તમામ નવીન ભવનોને જનતાની સેવામાં ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. વિક્રમ સંવત ૨૦૮૩, કારતક સુદ-૧૩ ને રવિવાર, તા. ૨૨/૧૧/૨૦૨૬ના રોજ આયોજિત આ કાર્યક્રમમ ડભોઇના ધારાસભ્ય શૈલેશભાઈ મહેતા વડોદરા જિલ્લા કેવડી મંડળન અને ભાજપના આગેવા પ્રમુખ શશીકાંતભાઈ પટેલ અશ્વિનભાઈ પટેલ વકીલ વડોદરા જિલ્લા પંચાયતના ભાવેશભાઈ પટેલ નડા જિગાભાઇ સીતપુર વાલા અને મનીષભાઈ પટેલ તાલુકાના વિવિધ ગામોના સરપંચશ્રીઓ, ગ્રામ પંચાયતના સદસ્યશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.આ 11 ગામોને મળી નવીન ગ્રામ પંચાયત ઘરની ભેટ શીરોલા પીસાઈ અંગુઠણ કોઠારા વડજ તેનતલાવ ફુલવાડી રાજપુરા નંદેરીયા અમરેશ્વર

નવીન અને અદ્યતન સુવિધાઓથી સજ્જ પંચાયત ભવનો તૈયાર થવાથી ઉપરોક્ત દસેય ગામોના નાગરિકોને સરકારી કામકાજ અને વિવિધ યોજનાઓના લાભ મેળવવામાં સરળતા રહેશે, જેને લઈને ગ્રામજનોમાં આનંદની લાગણી જોવા મળી હતી.
રિપોર્ટ :- ફઝલ રઝાક ખત્રી ડભોઈ
