Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • Politics
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » પાટણમાં વિદેશી દારૂના ગેરકાયદે વેપારના આરોપી સામે પાસાની કાર્યવાહી, જુનાગઢ મધ્યસ્થ જેલમાં મોકલાયો
ક્રાઈમ

પાટણમાં વિદેશી દારૂના ગેરકાયદે વેપારના આરોપી સામે પાસાની કાર્યવાહી, જુનાગઢ મધ્યસ્થ જેલમાં મોકલાયો

Rajeshkumar Jadav
Last updated: November 1, 2026 7:38 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

પાટણમાં વિદેશી દારૂના ગેરકાયદે વેપારના આરોપી સામે પાસાની કાર્યવાહી, જુનાગઢ મધ્યસ્થ જેલમાં મોકલાયો

 

કેપિટલ મેસેજ 

Capital message 

01, November, 2026

More Read

એ.સી.બી.ની સફળ ટ્રેપ, ફરીયાદી: એક જાગૃત નાગરીક
એ.સી.બી.સફળ ટ્રેપ ફરીયાદી: એક જાગૃત નાગરીક
ડભોઇ વસાઈ જીનમા ઊંઘ હરમ થવા સાથે પોતાના જાનમાલની ચિંતા વ્યાપી ડભોઈમાં એક જ રાતમાં બે મકાનના તાળા તોડી ચોરીનો કર્યો પ્રયાસ
એ.સી.બી.સફળ ટ્રેપ, ફરીયાદી: એક જાગૃત નાગરીક

પાટણ જિલ્લામાં વિદેશી દારૂની ગેરકાયદેસર હેરાફેરી અને વેચાણની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા અસામાજિક તત્ત્વો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે પાટણ એલ.સી.બી. દ્વારા વિદેશી દારૂના ગેરકાયદે વેચાણના આરોપી સામે પાસા (PASA) હેઠળ કાર્યવાહી કરી તેને મધ્યસ્થ જેલ, જુનાગઢ ખાતે મોકલી આપવામાં આવ્યો છે.

બનાસકાંઠા રેન્જના પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ તથા પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાઈની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પ્રોહિબિશન સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા અને અસામાજિક તત્ત્વોની યાદીમાં સમાવિષ્ટ ઇસમો સામે પાસા હેઠળ કાર્યવાહી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

જેના ભાગરૂપે પાટણના મોટા મદ્રેસા, બોકરવાડો વિસ્તારમાં રહેતા સદ્દામહુસેન કયુમુદ્દીન શરીફુદ્દીન ફારૂકી (ઉં.વ. ૩૫) વિરુદ્ધ તેના ગુનાહિત ઇતિહાસને ધ્યાને લઈ એલ.સી.બી. પાટણના પોલીસ ઇન્સ્પેક્ટર જે.જી. સોલંકીના સુપરવિઝન હેઠળ પી.સી.સી. સેલ પાટણ દ્વારા પાસાની દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટ, પાટણ સમક્ષ મોકલવામાં આવી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આ દરખાસ્તને આધારે આરોપી સામે પાસા હેઠળ અટકાયતનો હુકમ કરવામાં આવ્યો હતો.

More Read

એ.સી.બી. સફળ ટ્રેપ, ફરીયાદી-એક જાગૃત નાગરીક
પાટણ:પોલીસની મેગા ડ્રાઇવ: 260 સ્થળોએ દરોડા: રૂ.16.68 લાખથી વધુનો દારૂનો જથ્થો ઝડપાયો
કચ્છના સંવેદનશીલ સરક્રિક વિસ્તારમાં BSFની મોટી કાર્યવાહી, ચાર પાકિસ્તાની નાગરિકો ઝડપાયા
અમરેલીમાં આંગણીયા પેઢીના માલિકને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો આક્ષેપ

આ હુકમની અમલવારી કરવા પોલીસ અધિક્ષક વી.કે. નાઈની સૂચના મુજબ એલ.સી.બી. પાટણની ટીમે કાર્યવાહી હાથ ધરી અટકાયતીને શોધી કાઢી ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ પાસાના હુકમ મુજબ તેને મધ્યસ્થ જેલ, જુનાગઢ ખાતે મોકલી આપવા માટે પાટણ સીટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપી જેલ હવાલે કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસ દ્વારા આપવામાં આવેલી વિગતો મુજબ સદ્દામહુસેન ફારૂકી વિરુદ્ધ વર્ષ ૨૦૧૪થી ૨૦૨૫ દરમિયાન પાટણ, મહેસાણા અને બોટાદ જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં મારામારી, જાનથી મારી નાખવાના પ્રયાસ, આર્મ્સ એક્ટ, લૂંટ, જુગારધારા તથા પ્રોહિબિશન સહિતના કુલ ૧૬ ગુનાઓ નોંધાયેલા હોવાનું જણાવાયું છે.

આ સમગ્ર કાર્યવાહી માટે પાસાની દરખાસ્ત તૈયાર કરવામાં પો.ઇન્સ.જે.જી.સોલંકી તથા એ.એસ.આઈ. રણવીરસિંહ ચમનસિંહે કામગીરી કરી હતી. જ્યારે અટકાયતીને ઝડપી પાડવાની કામગીરીમાં પો.સબ.ઇન્સ. એસ.બી. સોલંકી, પી.વી. ચૌધરી સહિત એલ.સી.બી.ના અધિકારી-કર્મચારીઓ જોડાયા હતા. પાસાના હુકમની અમલવારીની કામગીરી પાટણ સીટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. કે.જે. ભોયે તથા સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

રિપોર્ટ: રાજેશ જાદવ, પાટણ

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article રાધનપુરમાં આસ્થાનું અનોખું ધામ બન્યું ‘શ્રીરાપરિયા દાદા મંદિર’- મિની બગદાણા’ તરીકે પામી ઓળખ
Next Article રાધનપુરના ગીચ બજારમાં ફટાકડાની હાટડીઓનો રાફડો ફાટ્યો!
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

ગુજરાતમાં ‘વિધવા નાણાકીય સહાય’ હેઠળ હવે ‘ગંગા સ્વરૂપા યોજના’ની સહાય સીધી આઈપીપીબી ખાતામાં મળશે

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

સતર્કતા જાગૃતિ સપ્તાહ’ અંતર્ગત પાટણ જિલ્લા માહિતી કચેરીના કર્મયોગીઓએ લીધા પ્રામાણિકતા અને સતર્કતાના શપથ

Capital Message 27/01/26 E Paper

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ક્રાઈમ

પાટણ LCBની મોટી સફળતા: ચાર ગુનામાં વોન્ટેડ આરોપી ઝડપાયો

ક્રાઈમ

એ.સી.બી ની સફળ ટ્રેપ, ફરીયાદી : એક જાગૃત નાગરીક

ક્રાઈમ

એ.સી.બી.સફળ ટ્રેપ, ફરીયાદી : એક જાગૃત નાગરીક

ક્રાઈમ

રાધનપુર પોલીસે 9 બાઈક ચોરીનો ભેદ ઉકેલ્યો: એક આરોપી ઝડપાયો

ક્રાઈમ

એ.સી.બી.ની સફળ ટ્રેપ, ફરીયાદી: એક જાગૃત નાગરીક

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • Politics
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • અકસ્માત
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video