Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • Politics
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » રાધનપુરમાં આસ્થાનું અનોખું ધામ બન્યું ‘શ્રીરાપરિયા દાદા મંદિર’- મિની બગદાણા’ તરીકે પામી ઓળખ
ધર્મ ભક્તિ

રાધનપુરમાં આસ્થાનું અનોખું ધામ બન્યું ‘શ્રીરાપરિયા દાદા મંદિર’- મિની બગદાણા’ તરીકે પામી ઓળખ

Rajeshkumar Jadav
Last updated: November 1, 2026 7:07 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
4 Min Read
SHARE

રાધનપુરમાં આસ્થાનું અનોખું ધામ બન્યું ‘શ્રીરાપરિયા દાદા મંદિર’- મિની બગદાણા’ તરીકે પામી ઓળખ

2003માં રાપરથી લાવેલી હનુમાનજીની જ્યોતથી શરૂ થયેલી શ્રદ્ધાની સફર આજે ‘મિની બગદાણા’ તરીકે પામી રહી છે ઓળખ….

અઢારે વર્ણના ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું રાપરિયા ધામ, દર શનિવારે 5થી 6 હજાર શ્રદ્ધાળુઓ દર્શને ઉમટે છે; 24 કલાક અન્નક્ષેત્ર અને ચા સેવા સાથે ખીચડી-છાશનો પ્રસાદ અપાય છે…

 

More Read

ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં ‘થનગનાટ 4.0’ની ભવ્ય ઉજવણી, ભક્તિ અને સંસ્કૃતિના રંગે રંગાયા બાળગરબૈયાઓ
રાધનપુરમાં શરદ પૂર્ણિમા નિમિતે શ્રી રાપરિયા હનુમાનજી મંદિરે રાસ-ગરબાની રમઝટ જામી
રાધનપુર રેલવે કોલોનીમાં શરદ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી, ચાચરના ચોકમાં ગરબાની રમઝટ જામી
રાધનપુરમાં પરમ પૂજ્ય ગચ્છાધિપતિ અભયસૂરજી મહારાજના ચાતુર્માસ પ્રસંગે ભવ્ય શોભાયાત્રા યોજાઈ

કેપિટલ મેસેજ 

Capital message 

01, November, 2026

More Read

પાટણના વેરાઈ ચકલા પટણીવાસમાં શ્રી આઠ બાઈ માતાજીના ધામે આસો સુદ આઠમનો ધાર્મિક ઉત્સવ યોજાયો
ડભોઇમાં નવરાત્રીના નવ દિવસની આરાધના બાદ પવિત્ર જળાશયોમાં જવારાનું વિસર્જન
ડભોઈના બહુચરાજી માતાજીના મંદિરે આઠમે હવન-યજ્ઞ, ભવ્ય મેળામાં ઉમટ્યા હજારો ભક્તો
પાટણમાં મોટીસરાય યુવક મંડળના નવરાત્રી મહોત્સવમાં ભક્તિમય માહોલ છવાયો

પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં આવેલું રાપરિયા દાદા હનુમાનજી મંદિર આજે શ્રદ્ધા, સેવા, સમર્પણ અને સામાજિક એકતાનું વિશિષ્ટ ધાર્મિક કેન્દ્ર બની રહ્યું છે. વર્ષ 2003માં રાપરથી લાવવામાં આવેલી રાપરિયા દાદાની જ્યોત અને હનુમાનજીની જ્યોતથી શરૂ થયેલી આ ધાર્મિક યાત્રાએ આજે ભવ્ય સ્વરૂપ ધારણ કર્યું છે. એક સમયે જંગલ વિસ્તાર વચ્ચે આવેલા નાના મંદિરથી શરૂ થયેલી આસ્થાની સફર આજે ભક્તોની શ્રદ્ધા, સમાજના સહયોગ અને દાતાઓના યોગદાનથી વિશાળ રાપરિયા ધામમાં પરિવર્તિત થઈ છે. આ ધામને ભક્તો પ્રેમથી ‘મિની બગદાણા’ તરીકે પણ ઓળખે છે.

વઢિયાર વિભાગના રામાનંદી સાધુ સમાજની આગેવાની અને અઢારે વર્ણના લોકોના સહયોગથી આ મંદિરનો વિકાસ સતત આગળ વધ્યો છે. રામાનંદી સાધુ સમાજનાં આશરે 700 ઘરોના ફાળા, વિવિધ દાતાઓના યોગદાન અને ભક્તજનોની સેવાભાવનાથી આજે રાપરિયા દાદાનું મંદિર ધાર્મિક આસ્થાનું મહત્વપૂર્ણ કેન્દ્ર બન્યું છે. અહીં કોઈ એક જ સમાજ કે કોમ પૂરતી મર્યાદિત શ્રદ્ધા નથી, પરંતુ અઢારે વર્ણના લોકો હનુમાનજી દાદાનાં દર્શનાર્થે આવે છે અને પોતાની મનોકામના સાથે દાદાના આશીર્વાદ મેળવે છે.

રાપરિયા દાદા ધામની વિશેષતા માત્ર ધાર્મિક દર્શન પૂરતી સીમિત નથી, પરંતુ અહીં માનવસેવાને પણ એટલું જ મહત્વ આપવામાં આવે છે. વર્ષ 2003થી અહીં 24 કલાક અન્નક્ષેત્ર અને ચાની સેવા સતત કાર્યરત હોવાનું જણાવવામાં આવ્યું છે. મંદિરે આવતા કોઈપણ ભક્તને નાત-જાત કે સમાજના ભેદભાવ વગર ભોજન અને પ્રસાદની સેવા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. છેલ્લા બે-ત્રણ વર્ષથી દર શનિવારે ભક્તજનોને ખીચડીનો પ્રસાદ તથા ઠંડી છાશનું વિતરણ પણ કરવામાં આવે છે. આ સેવાકીય પ્રવૃત્તિઓ ધામની આગવી ઓળખ બની રહી છે.

દર શનિવારે રાપરિયા દાદાના દર્શન માટે સવારથી સાંજ સુધીમાં અંદાજે 5થી 6 હજાર જેટલા શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. વહેલી સવારે યોજાતી પ્રાતઃ આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાય છે, જ્યારે સાંજની મહાઆરતી દરમિયાન સમગ્ર મંદિર પરિસર ભક્તિભાવ અને જય હનુમાનના નાદથી ગુંજી ઊઠે છે. સાંજની મહાઆરતીમાં પણ હજારો ભક્તો સામૂહિક રીતે આરતીનો લાભ લઈ ધન્યતા અનુભવે છે. ભક્તિ, શ્રદ્ધા અને સામૂહિક સેવાનો આ માહોલ રાપરિયા ધામને વિશેષ ધાર્મિક ઓળખ અપાવે છે.

More Read

એકતાનગરમાં ‘એકતા પ્રકાશ પર્વ-2026’નો મુખ્યમંત્રીના હસ્તે ભવ્ય પ્રારંભ
નિહાર રેસીડેન્સીમાં પરંપરાગત ગરબાની રમઝટ…
રાધનપુરમાં ત્રીજા નોરતે ગરબાના તાલે ઝૂમ્યું આશાપુરા પાર્ટી પ્લોટ
GMERS પાટણ ખાતે ‘હેલ્લારો-2K26’ નવરાત્રિ મહોત્સવનો ભવ્ય પ્રારંભ

આજે રાપરિયા દાદા મંદિર માત્ર એક મંદિર નહીં, પરંતુ અઢારે વર્ણના લોકોની આસ્થા, સામાજિક એકતા અને સેવાભાવનાનું પ્રતીક બની રહ્યું છે. અહીં આવતા દરેક શ્રદ્ધાળુને સમાન ભાવથી આવકારવામાં આવે છે. ભોજન, ચા, પ્રસાદ અને દર્શનની નિરંતર વ્યવસ્થા દ્વારા ‘સેવા એ જ સાચી ભક્તિ’નો સંદેશ જીવંત રાખવામાં આવી રહ્યો છે.

આ અંગે રાપરિયા દાદા મંદિરના મંત્રી અને નિવૃત્ત શિક્ષક નરસિંહભાઈ આત્મારામ સાધુએ જણાવ્યું હતું કે, વર્ષ 2003થી શરૂ થયેલી આ ધાર્મિક યાત્રામાં સમાજના દરેક વર્ગ, દાતાઓ અને ભક્તજનોનો અમૂલ્ય સહયોગ રહ્યો છે. સૌના સહયોગથી નાનું મંદિર આજે વિશાળ ધામ તરીકે વિકસ્યું છે. અહીં અઢારે વર્ણના ભક્તો આવે છે અને કોઈપણ પ્રકારના નાત-જાતના ભેદભાવ વગર પ્રસાદ તથા સેવાઓનો લાભ લે છે. દાદાના આશીર્વાદથી આ સેવાકાર્ય સતત આગળ વધતું રહે તેવી ભાવના છે.

રાપરથી લાવવામાં આવેલી જ્યોતથી શરૂ થયેલી આસ્થાની જ્યોત આજે હજારો ભક્તોના હૃદયમાં પ્રજ્વલિત છે. રાપરિયા દાદા ધામ રાધનપુરમાં ભક્તિ સાથે માનવસેવા, સમરસતા અને સામાજિક એકતાનું જીવંત ઉદાહરણ બની રહ્યું છે.

રિપોર્ટ: અનિલ રામાનુજ, પાટણ

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article પાટણ સીટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મહિલા હેલ્પ ડેસ્ક સેન્ટરનો પ્રારંભ
Next Article પાટણમાં વિદેશી દારૂના ગેરકાયદે વેપારના આરોપી સામે પાસાની કાર્યવાહી, જુનાગઢ મધ્યસ્થ જેલમાં મોકલાયો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

ગુજરાતમાં ‘વિધવા નાણાકીય સહાય’ હેઠળ હવે ‘ગંગા સ્વરૂપા યોજના’ની સહાય સીધી આઈપીપીબી ખાતામાં મળશે

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

સતર્કતા જાગૃતિ સપ્તાહ’ અંતર્ગત પાટણ જિલ્લા માહિતી કચેરીના કર્મયોગીઓએ લીધા પ્રામાણિકતા અને સતર્કતાના શપથ

Capital Message 27/01/26 E Paper

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ધર્મ ભક્તિ

નવરાત્રિ શક્તિપર્વ-2026: નવ દેવસ્થાનોમાં જગતજનનીની આરાધના સાથે ગુંજશે ગરબાની રમઝટ

ધર્મ ભક્તિ

ડભોઇના વરિષ્ઠ પત્રકાર યુસુફભાઈ ફાતીયા દંપતી પવિત્ર ઉમરાહ યાત્રાએ રવાના

ધર્મ ભક્તિ

પાટણમાં રાષ્ટ્રીય બજરંગ દળ અને મહિલા પરિષદની બેઠક યોજાઈ

ધર્મ ભક્તિ

પાટણ જિલ્લાના હારીજ તંબોળીયા ગામે મધી બેનના વીર (રામાપીર) નું મંદિર બની રહ્યું છે આસ્થા અને શ્રદ્ધા નું કેન્દ્ર.

ધર્મ ભક્તિ

ડભોઇના કુંભારવાડામાં નવરાત્રિનો ધમધમાટ પ્રજાપતિ પરિવારો માતાજીના ગરબા બનાવવામાં વ્યસ્ત

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • Politics
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • અકસ્માત
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video