ડભોઇના વરિષ્ઠ પત્રકાર યુસુફભાઈ ફાતીયા દંપતી પવિત્ર ઉમરાહ યાત્રાએ રવાના: પરિવાર અને સ્નેહીજનોમાં અનેરો ઉત્સાહ, ભાવભીની વિદાય અપાઈ

કેપિટલ મેસેજ
Capital message
ડભોઇ ઇસ્લામ ધર્મમાં પવિત્ર મક્કા શરીફ અને મદીના મુનવ્વરાહની મુલાકાત લઈ હજ કે ઉમરાહની અદાયગી કરવી એ પ્રત્યેક મુસ્લિમનું જીવનભરનું પરમ સ્વપ્ન હોય છે. પોતાના આરાધ્ય સ્થળના દર્શન (ઝિયારત) કરવાનો અવસર મળે ત્યારે સંબંધિત પરિવારમાં લગ્નપ્રસંગ કરતાં પણ વધુ હર્ષોલ્લાસ અને આધ્યાત્મિક આનંદનો માહોલ સર્જાતો હોય છે. આવો જ એક ભક્તિમય અને ઉત્સાહપૂર્ણ માહોલ ડભોઇ નગરમાં જોવા મળ્યો છે
ડભોઇ નગરના જાણીતા વરિષ્ઠ પત્રકાર તેમજ ‘માનવસેવા’ સંગઠનના રાષ્ટ્રીય મહાસચિવ યુસુફભાઈ ફાતીયા અને તેમના ધર્મપત્ની રિઝવાનાબેગમ યુસુફભાઈ ફાતીયા પવિત્ર ઉમરાહ ઝિયારત માટે ડભોઇ જામા મસ્જિદના મૌલાના અનવર અશરફી માં આશરે 100 ઉપરાંત રવાના થયા છે. આ દંપતીના પ્રસ્થાન પૂર્વે તેમના નિવાસસ્થાને સંબંધીઓ, નગરજનો અને વિવિધ ક્ષેત્રના અગ્રણીઓનો જમાવડો થયો હતો.
પ્રસ્થાન પૂર્વે યોજાયેલા વિદાય પ્રસંગે ઉપસ્થિત સૌ કોઈએ દંપતીને ફુલહાર પહેરાવી, શાલ ઓઢાડી ભાવભીનું સન્માન કર્યું હતું અને તેમની યાત્રા સુખરૂપ તથા સફળ રહે તેવી દુઆઓ સાથે હૃદયપૂર્વક મુબારકબાદી પાઠવી હતી. પત્રકાર આલમ, સામાજિક કાર્યકરો તેમજ પરિવારજનો દ્વારા યુસુફભાઈ અને તેમના ધર્મપત્નીને વિદાય આપતી વખતે સમગ્ર વાતાવરણ ખુશી અનેલાગણીશીલતાથી છલકાઈ ગયું હતું. આ પ્રસંગે દંપતીએ પણ વતન અને દેશમાં અમન-શાંતિ તથા સર્વના કલ્યાણ માટે પવિત્ર ધરતી પર ખાસ દુઆ કરવાની ખાતરી આપી હતી.
રિપોર્ટ :- ફઝલ રઝાક ખત્રી, ડભોઈ
