Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » ડભોઇ શહેર અને તાલુકામાં ૧૫૦ જેટલી ગણેશ પ્રતિમાઓનું શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન: પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
ધર્મ ભક્તિ

ડભોઇ શહેર અને તાલુકામાં ૧૫૦ જેટલી ગણેશ પ્રતિમાઓનું શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન: પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

Rajeshkumar Jadav
Last updated: September 26, 2026 8:29 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

ડભોઇ શહેર અને તાલુકામાં ૧૫૦ જેટલી ગણેશ પ્રતિમાઓનું શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન: પોલીસનો ચુસ્ત બંદોબસ્ત!

કેપિટલ મેસેજ 

Capital message

ડભોઇ શહેર સહિત સમગ્ર તાલુકામાં ગણેશ મહોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી બાદ આજે ‘ગણપતિ બાપ્પા મોરિયા, પુઢચ્યા વર્ષી લવકર યા’ના ગગનભેદી નારાઓ સાથે વિઘ્નહર્તાને ભાવભીની વિદાય આપવામાં આવી હતી. શહેર અને ગ્રામ્ય વિસ્તાર મળીને કુલ ૧૫૦ જેટલી નાની-મોટી શ્રીજીની પ્રતિમાઓનું શ્રદ્ધાપૂર્વક વિસર્જન સંપન્ન થયું હતું.

More Read

ડભોઇમાં જશ્ને ઈદે ગોશિયાની ભવ્ય ઉજવણી, ગીલાબ અને બાલ મુબારકના દીદાર માટે ઉમટ્યો મુસ્લિમ સમાજ
પાટણમાં સંત કહારનાથ સમાધિ મંદિરે ઉમટ્યો ભક્તોનો મહાસાગર
અંબાજીના પંથે પદયાત્રીઓની સેવા માટે શ્રીરામ સેવા સમિતિનો અવિરત સેવાયજ્ઞ
અંબાજી યાત્રાના પંથે સેવાભાવની સુગંધ

ડભોઈ શહેર અને તાલુકામાં ઉત્સાહભેર વિસર્જન આ વર્ષે ડભોઇ શહેરમાં સ્થાપિત કરાયેલી ૮૦ જેટલી અને તાલુકાના વિવિધ ગામોમાં સ્થાપિત ૭૦ જેટલી મળીને કુલ ૧૫૦ શ્રીજીની પ્રતિમાઓનું ભક્તિમય વાતાવરણમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. ઢોલ-નગારા, ડીજેના તાલે અબીલ-ગુલાલની છોળો વચ્ચે નીકળેલી શોભાયાત્રાઓમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.શોભાયાત્રાનો રૂટ અને કૃત્રિમ તળાવમાં વિસર્જન શહેરમાં નીકળેલી ભવ્ય વિસર્જન યાત્રા પરંપરાગત માર્ગો પર ફરી હતી.

https://capitalmessage.in/wp-content/uploads/2026/09/VID-20260926-WA0041.mp4

આ શોભાયાત્રા વડોદરી ભાગોળથી પ્રસ્થાન થઈ દૂધિયા પીર, ટાવર ચોક, લાલ બજાર, ભારત ટોકીઝ અને વકીલના બંગલા તેમજ ઐતિહાસિક હીરા ભાગોળ થઈને સુધરાઈ ગ્રાઉન્ડ ખાતે પહોંચી હતી. પર્યાવરણની જાળવણીના ભાગરૂપે ડભોઇ નગરપાલિકા કોંગ્રેસ પ્રમુખ પુષ્પાબેન રાવલ ઉપપ્રમુખ નૂર મોહમ્મદ મહુડા વાળા ચીફ ઓફિસર વીરાજશાહ કારોબારી ચેરમેન અફઝલ કાબાવાલા મેનેજર મહેશભાઈ પરમાર દ્વારા લાઈટ રોશની તેમજ તળાવ જેસીબી ની સુવિધા સાથે સુધરાઈ ગ્રાઉન્ડ ખાતે તૈયાર કરવામાં આવેલા વિશાળ કૃત્રિમ તળાવમાં તમામ પ્રતિમાઓનું શાસ્ત્રોક્ત વિધિ મુજબ વિસર્જન કરવામાં આવ્યું હતું.ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને ત્રીજી આંખની નજરવિસર્જન પર્વ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ડભોઇ પોલીસ તંત્ર દ્વારા અભેદ્ય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.૧ ડીવાયએસપી (DySP) ૩ પીઆઈ (PI)૧૦ પીએસઆઈ (PSI) ૩૫૦ જેટલા પોલીસ જવાનું ૪૦૦ જેટલા હોમગાર્ડ અને જીઆરડી (GRD) જવાનો સમગ્ર સંવેદનશીલ વિસ્તારો અને શોભાયાત્રાના રૂટ પર ૫૪ જેટલા સીસીટીવી કેમેરા તેમજ ડ્રોન દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી હતી. વહીવટી તંત્ર અને પોલીસ પ્રશાસનના સઘન આયોજન તેમજ નગરજનોના સહકારથી સમગ્ર વિસર્જન પ્રક્રિયા શાંતિપૂર્ણ અને સુમેળભર્યા વાતાવરણમાં સંપન્ન થઈ હતી.

રિપોર્ટ :- ફઝલ રઝાક ખત્રી, ડભોઈ

More Read

ભાદરવી પૂનમ મહામેળો-૨૦૨૬@અંબાજી
સમીના દાઉદપુરમાં ૩૫૦ વર્ષ જૂની વેજવાસ માતાજીની પરંપરાગત ઉજાણી
ડભોઇ જૈન સમાજે સિદ્ધિ તપના પારણાની ઉજવણીમાં ભવ્ય શોભાયાત્રા નિકળી
ભાદરવી પૂનમ મહામેળો-૨૦૨૬@અંબાજી
Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article ડભોઇમાં જશ્ને ઈદે ગોશિયાની ભવ્ય ઉજવણી, ગીલાબ અને બાલ મુબારકના દીદાર માટે ઉમટ્યો મુસ્લિમ સમાજ
Next Article રાધનપુરમાં બે પાણીના બોર બંધ છતાં ખાનગી એજન્સીને દર મહિને રૂ.1.75 લાખ ચૂકવાય છે : જયા ઠાકોર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

ગુજરાતમાં ‘વિધવા નાણાકીય સહાય’ હેઠળ હવે ‘ગંગા સ્વરૂપા યોજના’ની સહાય સીધી આઈપીપીબી ખાતામાં મળશે

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

રાધનપુરમાં બે પાણીના બોર બંધ છતાં ખાનગી એજન્સીને દર મહિને રૂ.1.75 લાખ ચૂકવાય છે : જયા ઠાકોર

Capital Message 27/01/26 E Paper

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ધર્મ ભક્તિ

સમીના ગોચનાદ ગામે અનોખી પરંપરા: વહુઓ સાસરિયામાં જ રમે કાનુડો!

ધર્મ ભક્તિ

નરોડા હંસપુરામાં 21 વર્ષથી ગોગા મહારાજનો નવચંડી મહાયજ્ઞ

ધર્મ ભક્તિ

ઈદ-એ-મિલાદુન્નબી મુબારક પાટણ

ધર્મ ભક્તિ

પાટણમાં શ્રાવણ માસની ભક્તિધારા : શિવકથાની ભવ્ય પૂર્ણાહુતિ.

ધર્મ ભક્તિ

પાટણમાં શ્રી જલારામ બાપાના 131મા ગુરુવાર ભજન-સત્સંગનું ભાવભર્યું આયોજન કરાયું.

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video