ડભોઇ જૈન સમાજ દ્વારા સિદ્ધિ તપ કરેલ એના પારણાની ઉજવણી ભાગરૂપે શોભાયાત્રા કાઢવામાં આવી હતી.

કેપિટલ મેસેજ
Capital message
જૈન ધર્મમાં કઠોર ધાર્મિક ઉપવાસ, તપસ્યાની સાધના અને આધ્યાત્મિક આત્મસુધ્ધી, સંયમ અને સાધનાનો એક વિશેષ ઉપક્રમ માનવામાં આવે છે અને ખાસ કરીને પવિત્ર ચાતુર્માસ દરમિયાન આ પ્રકારની તપસ્યા કરવામાં આવે છે. આ તપ આત્માની શુદ્ધિ ,મનની એકાગ્રતા અને શારીરિક તથા માનસિક શક્તિ માં વધારો કરવા માટે કરવામાં આવે છે, અને તપ પૂર્ણ થયા બાદ ઉજવવામાં આવતા ઉત્સવને સિદ્ધિ તપ પારણું કહેવામાં આવે છે, જેની આજે જૈન સમાજ દ્વારા ડભોઇ જૈન વાગા થી ગજરાજ ઉપર અંબાડી બેસાડી ઘોડા બગીઓ સપન ગાડી બેન્ડવાજા સાથે ભવ્ય શોભાયાત્રા સાથે ડભોઇ શહેરના રાજ માંગો ઉપર વરઘોડો કાઢીને ઉજવણી કરવામાં આવી હતી

ડભોઇ જૈન સમાજના પ્રમુખ શાહ ચંદ્રકાંતભાઈ રમણભાઈ ઘડિયાળી એ જણાવ્યું હતું કે જૈન ધર્મમાં તપ એ અંતરાની શાંતિનો પથ છે અને તેનું પારણું એ કૃપાની અનંત અનુભૂતિ છે ,જેનો આજે તેઓના સમગ્ર પરિવાર, સગા સંબંધી અને જૈનેતર ભાઈ બહેનોએ લ્હાવો લીધો હતો.

જૈન સમાજે અઠ્ઠાઈ તપના પારણાની ઉજવણી કર્યા પછી, ભાવવિભોર બનાવ્યા હતા… આ પ્રસંગે ટાવર ચોક ખાતે શોભાયાત્રા આવતા ભાજપ કોંગ્રેસના આગેવાનો ડભોઇ નગરપાલિકાના પ્રમુખ પુષ્પાબેન રાવલ નગરપાલિકા ઉપપ્રમુખ નૂરમહંમદ મહુડાવાલા કારોબારી ચેરમેન અફઝલભાઈ કાબાવાલા ભાજપના અગ્રણી નેતા વિનોદભાઈ સોલંકી નગરપાલિકા સદસ્ય વિશાલભાઈ શાહ વિગેરે ના ઓએ સ્વાગત કર્યું હતું.જૈન સમાજના દિવ્યા કાંતભાઈ તથા રાજુભાઈ અને પ્રકાશભાઈ તેમજ વિશાલભાઈ મેહુલભાઈ વિગેરે સમાજના આગેવાનો ભાઈ બહેનો મોટી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાયા હતા.
રિપોર્ટ :- ફઝલ રઝાક ખત્રી, ડભોઈ
