Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » સમીના દાઉદપુરમાં ૩૫૦ વર્ષ જૂની વેજવાસ માતાજીની પરંપરાગત ઉજાણી
ધર્મ ભક્તિ

સમીના દાઉદપુરમાં ૩૫૦ વર્ષ જૂની વેજવાસ માતાજીની પરંપરાગત ઉજાણી

Rajeshkumar Jadav
Last updated: September 20, 2026 11:24 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
6 Min Read
SHARE

સમીના દાઉદપુરમાં ૩૫૦ વર્ષ જૂની વેજવાસ માતાજીની પરંપરાગત ઉજાણી

તળાવની પાળે અઢારે આલમ એકસાથે જમ્યું : વતનથી દૂર વસતા ગ્રામજનો પણ પરંપરા નિભાવવા દાઉદપુર પહોંચ્યા, ગામની એકતા અને સંસ્કૃતિના દર્શન

 

ફાડાની લાપસી, ઘી અને દૂધના પ્રસાદ સાથે ભક્તિભાવપૂર્વક ઉજવણી : ૧૪ કોમના લોકો એકત્રિત થઈ માતાજીની આરાધના કરી, સૂતરના ધાગા સાથે ગામની પ્રદક્ષિણા અને ધારવણીની પરંપરા નિભાવી

More Read

પાટણમાં સંત કહારનાથ સમાધિ મંદિરે ઉમટ્યો ભક્તોનો મહાસાગર
અંબાજીના પંથે પદયાત્રીઓની સેવા માટે શ્રીરામ સેવા સમિતિનો અવિરત સેવાયજ્ઞ
અંબાજી યાત્રાના પંથે સેવાભાવની સુગંધ
ભાદરવી પૂનમ મહામેળો-૨૦૨૬@અંબાજી

 

કેપિટલ મેસેજ 

Capital message 

More Read

ડભોઇ જૈન સમાજે સિદ્ધિ તપના પારણાની ઉજવણીમાં ભવ્ય શોભાયાત્રા નિકળી
ભાદરવી પૂનમ મહામેળો-૨૦૨૬@અંબાજી
અંબાજી જતા પદયાત્રીઓ માટે સિદ્ધપુર હાઈવે પર રિક્ષા ડ્રાઈવર યુનિયનનો સેવા કેમ્પ શરૂ
ગાજદિનપુરાના ભીમનાથ મહાદેવ મંદિરે 1101 દીવડાઓ સાથે ભવ્ય મહાઆરતી

સમી : પાટણ જિલ્લાના સમી તાલુકાના દાઉદપુર ગામે ભાદરવા સુદ નોમના પાવન દિવસે આશરે ૩૫૦ વર્ષ જૂની પરંપરા મુજબ વેજવાસ માતાજીની ભવ્ય ઉજાણી ભક્તિભાવ, શ્રદ્ધા અને હર્ષોલ્લાસ સાથે યોજાઈ હતી. ગામની જગતજનની તરીકે પૂજાતા વેજવાસ માતાજીના પાવન પ્રસંગે સમગ્ર ગામમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો. ગ્રામજનો, વિવિધ સમાજના આગેવાનો, જાતિબંધુઓ અને ભક્તોએ માતાજીના મંદિરે એકત્ર થઈ પૂજા-અર્ચના કરી નૈવેદ્ય અર્પણ કરી આશીર્વાદ મેળવ્યા હતા.

દાઉદપુર ગામની વેજવાસ માતાજીની ઉજાણીની સૌથી વિશેષ વાત એ છે કે ગામના લોકો તળાવની પાળે એકત્રિત થઈ સામૂહિક રીતે પ્રસાદ તૈયાર કરે છે અને સાથે મળીને ભોજન કરે છે. પરંપરા મુજબ ફાડાની લાપસી, ઘી અને દૂધનો પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો હતો. ગામના વિવિધ જ્ઞાતિ-સમાજના લોકો અઢારે આલમ સાથે હળીમળીને પ્રસાદ બનાવે છે અને એક જ સ્થળે સામૂહિક ભોજન ગ્રહણ કરે છે. આ પ્રસંગે ગામની એકતા, પરસ્પર ભાઈચારો અને સામૂહિક આસ્થાના સુંદર દર્શન જોવા મળ્યા હતા. બહારગામથી આવેલા મહેમાનો તેમજ વતનથી દૂર વસતા ગ્રામજનો પણ ઉજાણીમાં જોડાઈ પ્રસાદ ગ્રહણ કરી પરંપરાને જીવંત રાખે છે.

દાઉદપુર ગામમાં વેજવાસ માતાજીની ઉજાણી માત્ર ધાર્મિક પ્રસંગ નથી, પરંતુ ગામની વર્ષો જૂની પરંપરા, સંસ્કૃતિ અને સામૂહિક એકતાનું પ્રતીક બની રહી છે. રોજગાર તથા અન્ય કારણોસર ગામથી દૂર વસતા અનેક પરિવારો પણ આ પાવન દિવસે પોતાના વતન પરત ફરે છે. માતાજીના દર્શન, પૂજા-અર્ચના અને સામૂહિક પ્રસાદમાં ભાગ લઈ ગ્રામજનો પોતાની પરંપરા નિભાવે છે. ગામના લોકો એકસાથે ભેગા થતાં આ ઉજવણીમાં દાઉદપુરની સામાજિક એકતા અને ભક્તિભાવ સ્પષ્ટપણે જોવા મળે છે.

ગામની પરંપરા મુજબ ઠાકોર સમાજના સોનેતા પરિવાર દ્વારા વિશેષ ધાર્મિક વિધિ કરવામાં આવી હતી. સોનેતા પરિવાર દ્વારા ગામમાં લીલા ડાભડાનું તોરણ બાંધવામાં આવ્યું હતું. ઉપરાંત ગામની ચારેય બાજુ ધારવણી તરીકે કાચા સૂતરના દોરાની પરંપરાગત વિધિ પણ કરવામાં આવી હતી. આ વિધિ પૂર્ણ થયા બાદ ગ્રામજનો પોતાના ઘરે પરત ફર્યા હતા. વર્ષોથી ચાલી આવતી આ પરંપરામાં ગામની સામૂહિક આસ્થા અને ધાર્મિક સંસ્કૃતિનો અનોખો સમન્વય જોવા મળે છે.

દાઉદપુર ગામની સ્થાપના સંવત ૧૭૪૧માં થઈ હોવાનું ગ્રામજનો જણાવે છે. ગામની સ્થાપના સાથે જોડાયેલી પરંપરાઓ આજે પણ લોકો શ્રદ્ધાપૂર્વક જાળવી રહ્યા છે. ગામના માજી સરપંચ રમણભાઈ રાઠોડે જણાવ્યું હતું કે, “અમારા દાઉદપુર ગામની હાલની વસ્તી આશરે ૧,૦૦૦થી ૧,૨૦૦ જેટલી છે. અમારા ગામની સ્થાપના સંવત ૧૭૪૧માં થઈ હતી. ત્યારથી આજદિન સુધી ગામના લોકોમાં સ્થાપના દિનની ઉજવણીને લઈને ખૂબ જ ઉત્સાહ, હરખ અને ઉલ્લાસ જોવા મળે છે. ગામના લોકો આ પરંપરાને ખૂબ જ શ્રદ્ધા અને ભાવનાથી જાળવી રાખે છે.”

More Read

ખેતી બેંકના રાજા – ગણેશોત્સવ ૨૦૨૬
રાધનપુરનાં કલ્યાણપુરામાં પરંપરાગત રીતે રામજી મંદિરે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી
સમીના ગોચનાદ ગામે અનોખી પરંપરા: વહુઓ સાસરિયામાં જ રમે કાનુડો!
નરોડા હંસપુરામાં 21 વર્ષથી ગોગા મહારાજનો નવચંડી મહાયજ્ઞ

દાઉદપુર ગામના સરપંચ શંકરદાસ સાધુએ વેજવાસ માતાજીની પરંપરા અંગે જણાવ્યું હતું કે, “આશરે ૩૫૦ વર્ષ પહેલાં અમારા ગામમાં કોળ નામના કણબી પટેલ રહેતા હતા. વેજવાસ માતાજી તેમની કુળદેવી હતાં. હાલમાં ગામમાં કણબી પટેલ પરિવારનું કોઈ અસ્તિત્વ નથી, તેમ છતાં ગામમાં વસતી તમામ ૧૪ કોમના લોકો વેજવાસ માતાજીને પોતાની કુળદેવી તરીકે માને છે.”

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “અમારા ગામમાં વેજવાસ માતાજી, નાકોય માતાજી અને ગોગ મહારાજની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. આજે વેજવાસ માતાજી કોઈ એક પરિવારની નહીં, પરંતુ સમગ્ર દાઉદપુર ગામની કુળદેવી તરીકે પૂજાય છે. આશરે ૩૫૦ વર્ષ પહેલાં ચોળ શાખ ધરાવતા એક કણબી પટેલે આ પરંપરાની શરૂઆત કરી હતી, જે આજે પણ અખંડિત રીતે જળવાઈ રહી છે. ગામના લોકો માતાજીને ગામની તેમજ પોતાના પરિવારની સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે.”

“આ પવિત્ર દિવસે માતાજીની આરાધના કર્યા બાદ સૂતરના ધાગા સાથે ગામની પ્રદક્ષિણા કરવામાં આવે છે અને ત્યારબાદ જળ છંટકાવની વિધિ કરવામાં આવે છે. દાઉદપુર ગામમાં આશરે ૧,૨૦૦ લોકોની વસ્તી છે. ગામની તમામ કોમના લોકો સાથે મળીને પોતાની માતૃભૂમિ અને ગામની પરંપરાની ઉજવણી કરે છે. આ પ્રસંગે બહારગામ વસતા ગામના લોકો પણ અચૂક દાઉદપુર આવીને આ પવિત્ર પરંપરામાં જોડાય છે.”

દાઉદપુર ગામના રહેવાસી ગોવિંદભાઈ નાડોદાએ જણાવ્યું હતું કે, “અમારા ગામમાં વેજવાસ માતાજીની ઉજાણી વર્ષોથી ચાલી આવે છે. આ દિવસે ગામના તમામ જ્ઞાતિ-સમાજના લોકો માતાજીના મંદિરે આવે છે અને ઉજાણીનો પ્રસાદ તૈયાર કરે છે. પ્રસાદમાં લાપસી, ઘી અને દૂધ બનાવવામાં આવે છે. ગામના લોકો એકત્રિત થઈ માતાજીનો પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવે છે.”

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “અમારું ગામ શ્રીદેવનગર તથા દાવુદના નામથી પણ ઓળખાય છે. ગામમાં આશરે ૩૫૦ વર્ષથી વધુ સમયથી ઉજાણીની પરંપરા ચાલી આવે છે. સમગ્ર ગામ તળાવના કાંઠે આવીને ફાડાની લાપસીનો પ્રસાદ તૈયાર કરે છે. અઢારે આલમ સાથે મળીને સામૂહિક રીતે પ્રસાદ ગ્રહણ કરે છે. બહારથી આવેલા મહેમાનો પણ સાથે જમે છે. ગામની એકતા જળવાઈ રહે અને માતાજીની કૃપા બની રહે તે હેતુથી વર્ષોથી આ ઉજાણી ઉજવવામાં આવે છે.”

વેજવાસ માતાજીના પાવન પ્રસંગે સમગ્ર દાઉદપુર ગામના ગ્રામજનો તથા ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. માતાજીના દર્શન, પૂજા-અર્ચના, પરંપરાગત ધાર્મિક વિધિઓ, સામૂહિક પ્રસાદ અને ભોજન સાથે ઉજાણી સંપન્ન થઈ હતી. આશરે ૩૫૦ વર્ષથી જળવાયેલી આ પરંપરા આજે પણ ગામના વિવિધ સમાજના લોકોને એકસાથે જોડે છે. દાઉદપુરની આ ઉજવણી ગામની ધાર્મિક શ્રદ્ધા, સામાજિક એકતા અને ગ્રામ્ય સંસ્કૃતિનું જીવંત ઉદાહરણ બની રહી છે.

રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article ડભોઇ જૈન સમાજે સિદ્ધિ તપના પારણાની ઉજવણીમાં ભવ્ય શોભાયાત્રા નિકળી
Next Article સ્વ.ચંદનસિંહ રાઠોડની સ્મૃતિમાં સુઈગામ ખાતે લોકહિતની અનોખી પહેલ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

ગુજરાતમાં ‘વિધવા નાણાકીય સહાય’ હેઠળ હવે ‘ગંગા સ્વરૂપા યોજના’ની સહાય સીધી આઈપીપીબી ખાતામાં મળશે

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

ભાઈ ભાઈ વચ્ચેના સંબંધોને શર્મસાર કરતી ઘટના

Capital Message 27/01/26 E Paper

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ધર્મ ભક્તિ

ઈદ-એ-મિલાદુન્નબી મુબારક પાટણ

ધર્મ ભક્તિ

પાટણમાં શ્રાવણ માસની ભક્તિધારા : શિવકથાની ભવ્ય પૂર્ણાહુતિ.

ધર્મ ભક્તિ

પાટણમાં શ્રી જલારામ બાપાના 131મા ગુરુવાર ભજન-સત્સંગનું ભાવભર્યું આયોજન કરાયું.

ધર્મ ભક્તિ

ડભોઇમાં ધૂમધામથી દશામાની વિસર્જન યાત્રા

ધર્મ ભક્તિ

શ્રાવણ માસનું આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક જોડાણ

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video