Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » પાટણમાં સંત કહારનાથ સમાધિ મંદિરે ઉમટ્યો ભક્તોનો મહાસાગર
ધર્મ ભક્તિ

પાટણમાં સંત કહારનાથ સમાધિ મંદિરે ઉમટ્યો ભક્તોનો મહાસાગર

Rajeshkumar Jadav
Last updated: September 25, 2026 8:45 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
3 Min Read
SHARE

ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ : પાટણમાં સંત કહારનાથ સમાધિ મંદિરે ઉમટ્યો ભક્તોનો મહાસાગર

ભાદરવા સુદ તેરસે સંત કહારનાથ ભગવાનની જીવંત સમાધિએ ભવ્ય લોકમેળો, 10 હજારથી વધુ શ્રદ્ધાળુઓએ મહાપ્રસાદનો લાભ લીધો

 

કેપિટલ મેસેજ

More Read

અંબાજીના પંથે પદયાત્રીઓની સેવા માટે શ્રીરામ સેવા સમિતિનો અવિરત સેવાયજ્ઞ
અંબાજી યાત્રાના પંથે સેવાભાવની સુગંધ
ભાદરવી પૂનમ મહામેળો-૨૦૨૬@અંબાજી
સમીના દાઉદપુરમાં ૩૫૦ વર્ષ જૂની વેજવાસ માતાજીની પરંપરાગત ઉજાણી

Capital message

પાટણના સિદ્ધિ સરોવરના કિનારે આવેલા સંત કહારનાથ ભગવાનની જીવંત સમાધિ ખાતે ભાદરવા સુદ તેરસના પાવન દિવસે ભવ્ય લોકમેળો યોજાયો હતો. દેવીપૂજક પટણી સમાજમાં સંત કહારનાથ ભગવાન આરાધ્યદેવ તરીકે પૂજાય છે. સમાજની ધાર્મિક આસ્થા સાથે જોડાયેલા આ પવિત્ર સ્થળે યોજાયેલા મેળામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. સમગ્ર દિવસ દરમિયાન ભજન, ભક્તિ અને ધાર્મિક કાર્યક્રમોથી મંદિર પરિસર ભક્તિમય બન્યું હતું.

ભાદરવા સુદ તેરસ નિમિત્તે પાટણના રેલવે સ્ટેશનથી સંત કહારનાથ ભગવાનની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. શોભાયાત્રા શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ સંત કહારનાથના નિજ મંદિર ખાતે પરત ફરી હતી. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તજનો અને સમાજના આગેવાનો જોડાયા હતા.

More Read

ડભોઇ જૈન સમાજે સિદ્ધિ તપના પારણાની ઉજવણીમાં ભવ્ય શોભાયાત્રા નિકળી
ભાદરવી પૂનમ મહામેળો-૨૦૨૬@અંબાજી
અંબાજી જતા પદયાત્રીઓ માટે સિદ્ધપુર હાઈવે પર રિક્ષા ડ્રાઈવર યુનિયનનો સેવા કેમ્પ શરૂ
ગાજદિનપુરાના ભીમનાથ મહાદેવ મંદિરે 1101 દીવડાઓ સાથે ભવ્ય મહાઆરતી

આ પ્રસંગે અમદાવાદ ન્યુ પટણી સ્પોર્ટ્સ ક્લબ તરફથી છેલ્લા 50 વર્ષથી ચાલી આવતી ભંડારાની પરંપરા પણ જાળવી રાખવામાં આવી હતી. ભક્તજનો માટે આશરે 500 કિલો પુલાવ અને 250 કિલો શીરો તૈયાર કરવામાં આવ્યો હતો. 10 હજારથી વધુ શ્રદ્ધાળુઓએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. ભંડારાના આયોજનથી મેળામાં આવનાર ભક્તો માટે ભોજનની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી.

પટણી સમાજની ધાર્મિક આસ્થા સાથે જોડાયેલા સંત કહારનાથ ભગવાનની જીવંત સમાધિનો ઇતિહાસ આશરે 500 વર્ષ જૂનો હોવાનું સમાજના આગેવાનો જણાવી રહ્યા છે. સિદ્ધિ સરોવરના કિનારે સંત કહારનાથ ભગવાને જીવતી સમાધિ લીધી હોવાનું માનવામાં આવે છે. વર્ષો વીતી ગયા હોવા છતાં સમાધિ મંદિરનો અપેક્ષિત વિકાસ થયો નથી. મંદિરનું બાંધકામ પણ હાલ ખૂબ નાનું હોવાથી મોટી સંખ્યામાં આવતા ભક્તોને અગવડતા પડે છે.

પટણી સમાજના અગ્રણી પ્રકાશભાઈએ જણાવ્યું હતું કે સંત કહારનાથ ભગવાન દેવીપૂજક પટણી સમાજના આરાધ્યદેવ છે. તેમની પવિત્ર સમાધિ સાથે સમગ્ર સમાજની ઊંડી ધાર્મિક આસ્થા જોડાયેલી છે. વર્ષો જૂના આ ધાર્મિક સ્થળનો ઝડપથી વિકાસ થાય અને ભવ્ય મંદિરનું નિર્માણ થાય તેવી સમાજના આગેવાનો અને ભક્તોની આશા છે.

સંત કહારનાથ સમાધિ મંદિર ખાતે યોજાતો આ મેળો માત્ર ધાર્મિક મેળાવડો નહીં પરંતુ સમાજની વર્ષો જૂની પરંપરા, ભક્તિ અને એકતાનું પ્રતીક બની રહ્યો છે. ભજનના સૂર, ભક્તોની શ્રદ્ધા અને મહાપ્રસાદની વ્યવસ્થા વચ્ચે ભાદરવા સુદ તેરસે સિદ્ધિ સરોવરનો કિનારો ભક્તિમય બની ગયો હતો.

More Read

ખેતી બેંકના રાજા – ગણેશોત્સવ ૨૦૨૬
રાધનપુરનાં કલ્યાણપુરામાં પરંપરાગત રીતે રામજી મંદિરે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી
સમીના ગોચનાદ ગામે અનોખી પરંપરા: વહુઓ સાસરિયામાં જ રમે કાનુડો!
નરોડા હંસપુરામાં 21 વર્ષથી ગોગા મહારાજનો નવચંડી મહાયજ્ઞ

રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article અંબાજીના પંથે પદયાત્રીઓની સેવા માટે શ્રીરામ સેવા સમિતિનો અવિરત સેવાયજ્ઞ
Next Article NGES કેમ્પસ સંચાલિત ગીતાબેન વિનોદભાઈ ઝવેરી કોલેજ ઓફ ફાર્મસીમાં વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ–2026ની જાગૃતિસભર ઉજવણી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

ગુજરાતમાં ‘વિધવા નાણાકીય સહાય’ હેઠળ હવે ‘ગંગા સ્વરૂપા યોજના’ની સહાય સીધી આઈપીપીબી ખાતામાં મળશે

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

ધારપુર મેડિકલ કોલેજમાં આગની આપત્તિ સામે બચાવ કામગીરીની મોકડ્રિલ યોજાઈ

Capital Message 27/01/26 E Paper

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ધર્મ ભક્તિ

ઈદ-એ-મિલાદુન્નબી મુબારક પાટણ

ધર્મ ભક્તિ

પાટણમાં શ્રાવણ માસની ભક્તિધારા : શિવકથાની ભવ્ય પૂર્ણાહુતિ.

ધર્મ ભક્તિ

પાટણમાં શ્રી જલારામ બાપાના 131મા ગુરુવાર ભજન-સત્સંગનું ભાવભર્યું આયોજન કરાયું.

ધર્મ ભક્તિ

ડભોઇમાં ધૂમધામથી દશામાની વિસર્જન યાત્રા

ધર્મ ભક્તિ

શ્રાવણ માસનું આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક જોડાણ

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video