Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » રાધનપુરનાં કલ્યાણપુરામાં પરંપરાગત રીતે રામજી મંદિરે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી
ધર્મ ભક્તિ

રાધનપુરનાં કલ્યાણપુરામાં પરંપરાગત રીતે રામજી મંદિરે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી

Rajeshkumar Jadav
Last updated: September 18, 2026 11:17 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

રાધનપુરનાં કલ્યાણપુરામાં પરંપરાગત રીતે રામજી મંદિરે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી

ભક્તિભાવ, કૃષ્ણ ભજનો અને ગરબાથી ગામ બન્યું કૃષ્ણમય- પિતા વાસુદેવ અને પુત્ર કાનુડાના રૂપે સજ્જ થયેલા ભક્તો આકર્ષણનું કેન્દ્ર બન્યા:

 

કેપિટલ મેસેજ 

More Read

ડભોઇ શહેર અને તાલુકામાં ૧૫૦ જેટલી ગણેશ પ્રતિમાઓનું શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન: પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
ડભોઇમાં જશ્ને ઈદે ગોશિયાની ભવ્ય ઉજવણી, ગીલાબ અને બાલ મુબારકના દીદાર માટે ઉમટ્યો મુસ્લિમ સમાજ
પાટણમાં સંત કહારનાથ સમાધિ મંદિરે ઉમટ્યો ભક્તોનો મહાસાગર
અંબાજીના પંથે પદયાત્રીઓની સેવા માટે શ્રીરામ સેવા સમિતિનો અવિરત સેવાયજ્ઞ

Capital message 

રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પર્વની ભવ્ય અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ગામના રામજી મંદિર ખાતે યોજાયેલા જન્મોત્સવને લઈને સમગ્ર ગામમાં ધાર્મિક માહોલ છવાઈ ગયો હતો. મંદિરને આકર્ષક લાઈટોના શણગારથી સજાવવામાં આવતા રામજી મંદિર પરિસરનું વાતાવરણ વધુ આકર્ષક બન્યું હતું.

જન્માષ્ટમી નિમિત્તે રામજી મંદિર ખાતે મહિલા મંડળ દ્વારા કૃષ્ણ ભજનોનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલા મંડળની બહેનોએ ભક્તિભાવપૂર્વક કૃષ્ણ ભજનો રજૂ કરી ઉપસ્થિત ભક્તોને ભાવવિભોર કરી દીધા હતા. ભજનોના સૂર સાથે સમગ્ર વાતાવરણ કૃષ્ણમય બની ગયું હતું.

More Read

અંબાજી યાત્રાના પંથે સેવાભાવની સુગંધ
ભાદરવી પૂનમ મહામેળો-૨૦૨૬@અંબાજી
સમીના દાઉદપુરમાં ૩૫૦ વર્ષ જૂની વેજવાસ માતાજીની પરંપરાગત ઉજાણી
ડભોઇ જૈન સમાજે સિદ્ધિ તપના પારણાની ઉજવણીમાં ભવ્ય શોભાયાત્રા નિકળી

 

 

આ સાથે રામજી મંદિરના ચોકમાં ભક્તો દ્વારા ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ભક્તિ, સંગીત અને ગરબાના સંગમથી જન્માષ્ટમીની ઉજવણીમાં અનોખો રંગ જોવા મળ્યો હતો.

પિતા-પુત્રની વેશભૂષાએ સૌનું મન મોહી લીધું:

શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઉજવણી દરમિયાન પિતા વાસુદેવ અને પુત્ર કાનુડાના રૂપમાં સજ્જ થયેલા ભક્તો સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. પિતા-પુત્રની આ અનોખી વેશભૂષાએ ઉપસ્થિત ભક્તો અને ગ્રામજનોનું મન મોહી લીધું હતું. કૃષ્ણ-વાસુદેવના આ રૂપમાં મઁદિરના પૂજારી સાધુ કાશીરામબાપુ દ્વારા શ્રી કૃષ્ણ ને હરખભેર વાસુદેવ બની મંદિર પરિસરમા પહોંચ્યા હતાં.જન્માષ્ટમીની આ ભવ્ય ઉજવણીમાં ભક્તિ સાથે સંસ્કૃતિ અને ગામમાં પરંપરાનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો.

More Read

ભાદરવી પૂનમ મહામેળો-૨૦૨૬@અંબાજી
અંબાજી જતા પદયાત્રીઓ માટે સિદ્ધપુર હાઈવે પર રિક્ષા ડ્રાઈવર યુનિયનનો સેવા કેમ્પ શરૂ
ગાજદિનપુરાના ભીમનાથ મહાદેવ મંદિરે 1101 દીવડાઓ સાથે ભવ્ય મહાઆરતી
ખેતી બેંકના રાજા – ગણેશોત્સવ ૨૦૨૬

મધરાતે કૃષ્ણ જન્મ થતાં જ આનંદ છવાયો:

રાત્રિના 12 વાગ્યે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. બરાબર મધરાતે કૃષ્ણ જન્મ થતાં જ રામજી મંદિર પરિસરમાં ભક્તોમાં આનંદ અને ઉત્સાહ છવાઈ ગયો હતો. રામજી મંદિરનાં પૂજારી સાધુ કાશીરામદાસ બાપુઍ શ્રદ્ધાભેર ભક્તિનાં શુરે ભવ્ય આરતી અને શ્રી કૃષ્ણ ધૂન બોલાવી ગ્રામજનો સાથે ભક્તોએ ભજન-ભાવ સાથે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરી હતી.

વર્ષોથી ચાલી આવતી પરંપરાને જાળવી રાખી કલ્યાણપુરા ગામે આ વર્ષે પણ શ્રદ્ધા અને આસ્થાપૂર્વક જન્માષ્ટમી પર્વની ઉજવણી કરી હતી. ભક્તિ, સંગીત, ગરબા અને ધાર્મિક માહોલના અનોખા સંગમથી સમગ્ર ગામ કૃષ્ણમય બની ગયું હતું.

રિપોર્ટ : અનિલ રામાનુજ, પાટણ

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article ખેડૂત સશક્તિકરણ તરફ વધુ એક મહત્વપૂર્ણ પગલું…
Next Article એ.સી.બી. ની સફળ ટ્રેપ, ફરીયાદી:- એક જાગૃત નાગરીક
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

ગુજરાતમાં ‘વિધવા નાણાકીય સહાય’ હેઠળ હવે ‘ગંગા સ્વરૂપા યોજના’ની સહાય સીધી આઈપીપીબી ખાતામાં મળશે

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

સાંતલપુર : લોદરા-2 આંગણવાડી ખાતે આંગણ ઉત્સવની ઉજવણી

Capital Message 27/01/26 E Paper

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ધર્મ ભક્તિ

સમીના ગોચનાદ ગામે અનોખી પરંપરા: વહુઓ સાસરિયામાં જ રમે કાનુડો!

ધર્મ ભક્તિ

નરોડા હંસપુરામાં 21 વર્ષથી ગોગા મહારાજનો નવચંડી મહાયજ્ઞ

ધર્મ ભક્તિ

ઈદ-એ-મિલાદુન્નબી મુબારક પાટણ

ધર્મ ભક્તિ

પાટણમાં શ્રાવણ માસની ભક્તિધારા : શિવકથાની ભવ્ય પૂર્ણાહુતિ.

ધર્મ ભક્તિ

પાટણમાં શ્રી જલારામ બાપાના 131મા ગુરુવાર ભજન-સત્સંગનું ભાવભર્યું આયોજન કરાયું.

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video