ડભોઇ એન તાલુકા કાગવાસ માટે કાગડા ન મળતાં શ્રદ્ધાળુઓમાં મૂંઝવણ ; જૂની સોસાયટીઓમાં હજુ જોવા મળે છે

કેપિટલ મેસેજ
Capital message
કાગડાઓ શ્રાદ્ધ પક્ષ શરૂ થતાં ડભોઈ પંથકમાં કાગડાની ઘટતી સંખ્યા ચર્ચાનો વિષય શ્રાદ્ધ પક્ષના દિવસો શરૂ થતાં જ ડભોઈ પંથકમાં કાગડાની ઘટતી સંખ્યા સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બની છે. શ્રાદ્ધની પરંપ રામાં કાગવાસનું વિશેષ ધાર્મિક મહત્ત્વ માનવામાં આવે છે, ૫ રંતુ કાગડાઓની સંખ્યા ઓછી થતાં શ્રાદ્ધ કરનાર પરિવારો માટે કાગવાસ ક્યાં નાખવો તે પ્રશ્ન ઊભો થયો છે. નગરના કોટ વિસ્તાર સહિતના વિસ્તારોમાં કાગડા ભાગ્યે જ જોવા મળતા હોવાની ચર્ચા છે, જ્યારે કોટ વિસ્તાર બહારની જૂની સોસાયટીઓ અને વર્ષો જૂના બંગલાઓના વિસ્તારોમાં હજુ પણ કાગડાઓ જોવા મળે છે

ભારતીય સંસ્કૃતિમાં પિતૃઓની સ્મૃતિ અને શ્રાદ્ધવિધિનું વિશેષ મહત્ત્વ છે. શ્રાદ્ધ પક્ષ દરમિયાન જે-તે તિથિએ પિતૃઓનું શ્રાદ્ધ કરવામાં આવે છે. પરંપરા મુજબ બ્રાહ્મણોને ભોજન કરાવવું, દક્ષિણા આપવી તથા ગાય અને શ્વાનને ભોજન કરાવવાની સાથે કાગવાસ પણ કરવામાં આવે છે. શ્રાદ્ધ માટે તૈયાર કરાયેલી વિવિધ વાનગીઓ અને પાણી ઘરના છાપરા અથવા ટેરેસ પર લઈ જઈ કાગડાઓને અર્પણ કરવામાં આવે છે. કાગડો ભોજન આરોગે તેને પિતૃઓ સુધી ભોજન પહોંચ્યાની શ્રદ્ધા સાથે જોડવામાં આવે છે જોકે, કાગડાની ઘટતી સંખ્યાને કારણે આ પરંપરા નિભાવવામાં મુશ્કેલી પડી રહી છે ડભોઈ શહેરમાં શ્રાદ્ધ પક્ષ દરમિયાન પણ કાગડાની સંખ્યામાં વધારો થવાને બદલે ઘટાડો જોવા મળતો હોવાની સ્થાનિકોની ચર્ચા છે. કેટલાક વિસ્તારોમાં તો કાગડા જોવા પણ મળતા ન હોવાના કારણે શ્રદ્ધાળુઓમાં મૂંઝવણ ઊભી થાય છે. આવી સ્થિતિમાં કેટલાક ૫ રિવારો બ્રાહ્મણોના માર્ગદર્શન મુજબ કાગવાસ માટે વૈકલ્પિક રીત અપનાવી શ્રાદ્ધવિધિ પૂર્ણ કરી રહ્યા છે. ડભોઈ પંથકમાં કાગડાની સંખ્યા ઘટવા પાછળનું ચોક્કસ કારણ હજુ સ્થાનિકોને જાણવા મળ્યું નથી, ત્યારે આ બાબતે યોગ્ય અભ્યાસ અને જાગૃતિની જરૂરિયાત પણ વ્યક્ત થઈ.
રિપોર્ટ :- ફઝલ રઝાક ખત્રી, ડભોઈ
