અવની હોસ્પિટલના ડો.વ્યોમેશ શાહે સફાઈ કામદારોને સાડી અને મીઠાઈ આપી દિવાળીની ખુશી મનાવી!

સફાઈ કામદારો સાથે દિવાળીની ખુશીઓ વહેંચી: અવની હોસ્પિટલ દ્વારા સાડી અને મીઠાઈનું વિતરણ
04/11/2027
કેપિટલ મેસેજ | Capital Message
દિવાળીના પાવન પર્વ નિમિત્તે અવની હોસ્પિટલના ડો. વ્યોમેશ શાહ દ્વારા સેવાભાવી પહેલના ભાગરૂપે સફાઈ કામદારોને સાડી તેમજ મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું.

શહેરની સ્વચ્છતા જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા સફાઈ કામદારો પ્રત્યે સન્માન અને આદર વ્યક્ત કરવાના હેતુથી આ સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી. આ પ્રસંગે સફાઈ કામદારોને સાડી અને મીઠાઈ આપીને દિવાળીના તહેવારની ખુશીઓમાં સહભાગી બન્યા હતા.

અવની હોસ્પિટલના ડો. વ્યોમેશ શાહની આ માનવતાભરી અને સેવાકીય કામગીરીને લોકો દ્વારા બિરદાવવામાં આવી રહી છે. આ પ્રકારની પહેલ સમાજમાં માનવતા, સેવાભાવ અને પરસ્પર સન્માનની ભાવનાને વધુ મજબૂત બનાવે છે.
રિપોર્ટ: રાજેશ જાદવ, પાટણ
