ડભોઇ બજારમાં દિવાળીની ઘરાકી નીકળતા વેપારીઓમાં ખુશી

કેપિટલ મેસેજ
Capital message
04/11/2026
ડભોઇ નગરમાં દીપાવલી પર્વે બજારોમાં ઘરાકી નીકળતા વેપારીઓમાં ખુશીનું મોજુ ફેલાઇ ગયેલ આજરોજ જોવા મળ્યું હતું છેલ્લા બે દિવસથી બજારોમાં ગ્રામ્ય વિસ્તારની ઘરાકી જોવા મળી હતી લાભ પાંચમ સુધી ઘરની બહાર રંગોળી લોકો બનાવતા હોય છે જે માટેના વિવિધ કલર ના રંગો ખરીદવા માટે નગરજનો તેમજ ખાસ કરીને બહેનો અને મહિલાઓ રંગો ખરીદવા માટે બજારમાં ઊમટી પડી હતી જેને લઇને રંગોળીના કલર વેચતા વેપારીઓ માં આનંદ છવાઈ ગયો હતો નગરના મુખ્ય બજારમાં આજરોજ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

ડભોઇ પોલીસ દ્વારા બજારમાં ટ્રાફિકને હળવો કરવામાં આવ્યો હતો. ડભોઇ પીઆઇ ની સુંદર કામગીરીને લઈ નગરજનોમાં આનંદ છવાયો હતો.ડભોઈ.નગરી તરીકે ઓળખાતી ડભોઇ નગરીમાં એકાએક ચહલ-પહલ વધી જતા મુખ્ય બજારોમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા લાભપાંચમ સુધી ઘરની બહાર ઓટલા પર દરેક લોકો રંગોળી બનાવે છે જેના રંગ ખરીદવા લોકો આજે ટાવર વિસ્તારની દુકાનો માં પહોંચી ગયા હતા રંગોળી અવનવી બનાવવા માટે તેમાં પુરવા માટે જોઈતા વિવિધ રંગો ખરીદવા ખાસ કરીને બહેનો તેમજ મહિલાઓ આજે દુકાનો પર નજરે પડતી હતી દિવાળીમાં અગિયારસની રાત્રિ થી જ પોતાના ઘરના ઓટલા પર દરરોજ તહેવાર મુજબ અવનવી ડિઝાઇનો બનાવી તેમાં રંગો પુરી રંગોળી બનાવે છે અને તે જોવા માટે ફળિયાના લોકો અને જો ખૂબ જ સુંદર હોય અને કલાત્મક રંગોળી હોય તો બહારથી બીજા વિસ્તારના લોકો પણ તે જોવા માટે ઉમટી પડે છે ડભોઇ નગરમાં આવેલ વસ્ત્રોની દુકાનો પર પણ આજે સારી એવી ઘરાકી જોવા મળી હતી છેલ્લા કેટલાય દિવસથી સૂમસામ લાગતા બજારોમાં એકાએક ઘરાકી નીકળતા દુકાનદારોએ હાસકરો અનુભવ્યો હતો હવે દિવાળીને ગણતરીના દિવસ બાકી રહેતા બજારોમાં ભારે ભીડ જામી રહી છે નગરના પ્રજાપતિ પરિવાર ટાવર વિસ્તારમાં ફૂટપાથ પર દીવડા કોડિયા નવી ડિઝાઈન વાળા લઈ વેચવા બેઠેલા જોવા મળે છે દરેક બજારમાં આજરોજ ઘરાકી જોવા મળી હતીડભોઇના બજારમાં ઘરાકી નીકળતા વેપારીઓમાં ખુશીની લહેર પ્રસરી હતી અત્યારે નવયુગ પ્રમાણે લાઇટનું ડેકોરેશન કરવા માટે ઇલેક્ટ્રોનિક દુકાન વાળા પણ જમાના પ્રમાણે ચાલવા માટે અવનવી રંગબેરંગી લાઈટો જાંબુકિયા દુકાન બહાર લગાવેલા વેચવા માટેના જોવા મળે છે જે જોઈ ગ્રાહકોનું મન આકર્ષાય છે અને ઘરની શોભા વધારવા માટે તે ખરીદી કરે છે હજારો રૂપિયાના ડેકોરેશન આ ચાર દિવસમાં ઇલેક્ટ્રોનિક ની દુકાન માંથી વેચાતા હોય છે નગરના માર્ગો અગિયારસની રાત્રીથી ઝગમગી ઉઠસે, ટાવર વિસ્તારથી સ્ટેશન રોડ તરફ જવા ના માર્ગ પર ઠેરઠેર ફટાકડાની લારીઓ મંડાઈ ગયેલી જોવા મળે છે કોટ વિસ્તાર બહાર પણ બજાર સમિતિના મેદાનમાં ફટાકડાની દુકાન ખુલ્લી છે ડભોઇ ના બજારમાં કેટલાક વિસ્તારોમાં પણ ફટાકડાની દુકાનોમાં અવનવી જાતના ફટાકડા જોવા મળે છે ડભોઇ નગરના બજારોમાં એકાએક ગ્રામ્યવિસ્તારની તેમજ નગરજનોની ઘરાકી નીકળતા વેપારીઓમાં ખુશી છવાઈ ગઈ હતી.
રિપોર્ટ :- ફઝલ રઝાક ખત્રી, ડભોઈ
