સુઈગામ ખાતે ‘ખજૂરભાઈ’ નીતિન જાની સાથે શ્રી સદારામ બ્લડ સેવા સમિતિ રાધનપુરના અગ્રણીઓની શુભેચ્છા મુલાકાત

શ્રી સદારામ બાપાની છબી અર્પણ કરી ઉષ્માભેર સન્માન કર્યું, સેવાકીય પ્રવૃત્તિઓ અંગે સૌહાર્દપૂર્ણ વાતચીત થઈ
કેપિટલ મેસેજ
Capital message
30, October, 2026
સેવાકીય કાર્યો અને જરૂરિયાતમંદ લોકોની મદદ માટે લોકપ્રિય બનેલા લોકલાડીલા વ્યક્તિત્વ ‘ખજૂરભાઈ’ તરીકે જાણીતા નીતિન જાનીની સુઈગામ ખાતે શુભેચ્છા મુલાકાત યોજાઈ હતી. સુઈગામ નિવાસી ગુજ્જુભાઈના નિવાસસ્થાને યોજાયેલી આ મુલાકાત દરમિયાન શ્રી સદારામ બ્લડ સેવા સમિતિ રાધનપુરના હોદ્દેદારો અને અગ્રણીઓએ ખજૂરભાઈ સાથે આત્મીય મુલાકાત કરી હતી.
આ પ્રસંગે શ્રી સદારામ બ્લડ સેવા સમિતિ રાધનપુરના અગ્રણીઓ દ્વારા આરાધ્ય દેવ શ્રી સદારામ બાપાની પવિત્ર છબી ભેટ સ્વરૂપે અર્પણ કરી ખજૂરભાઈનું ઉષ્માભેર સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. મુલાકાત દરમિયાન સેવાકીય પ્રવૃત્તિઓ, સમાજસેવા અને માનવતાના કાર્યો અંગે સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ચર્ચા-વિચારણા થઈ હતી.

આ શુભેચ્છા મુલાકાતમાં શ્રી સદારામ બ્લડ સેવા રાધનપુરના લીડર ઠાકોર શૈલેશભાઈ, સિંધવ સુરેશભાઈ, ઠાકોર કિસનભાઈ તથા ઠાકોર મહેશભાઈ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સેવાભાવી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા અગ્રણીઓ અને લોકપ્રિય સેવાકીય વ્યક્તિત્વ ખજૂરભાઈ વચ્ચેની આ મુલાકાત યાદગાર બની રહી હતી. આ પ્રસંગે ઉપસ્થિત યુવાનોમાં પણ ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો.
રિપોર્ટ. અનિલ રામાનુજ, પાટણ
