Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » રાધનપુર : રૂ.50 હજારની સામે રૂ.10 લાખ ચૂકવ્યા છતાં વધુ રૂ.4 લાખની પઠાણી ઉઘરાણી
ક્રાઈમ

રાધનપુર : રૂ.50 હજારની સામે રૂ.10 લાખ ચૂકવ્યા છતાં વધુ રૂ.4 લાખની પઠાણી ઉઘરાણી

Rajeshkumar Jadav
Last updated: September 23, 2026 6:26 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
3 Min Read
SHARE

રાધનપુર : રૂ.50 હજારની સામે રૂ.10 લાખ ચૂકવ્યા છતાં વધુ રૂ.4 લાખની પઠાણી ઉઘરાણી, બે વ્યાજખોરો સામે ફરિયાદ

 

રાધનપુરમાં વ્યાજના ત્રાસથી પિતાએ બે વખત આત્મહત્યાનો પ્રયાસ કર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ : ઘરે આવી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો આક્ષેપ, પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

 

કેપિટલ મેસેજ 

More Read

સાંતલપુરના સિધાડા ગામ પાસે LCBની નાકાબંધીમાં દારૂ ભરેલી સ્વિફ્ટ કાર મૂકી ચાલક ફરાર
એ.સી.બી. ની સફળ ટ્રેપ,ફરીયાદી:- એક જાગૃત નાગરીક
સમી પાસે ત્યજી દેવાયેલી માસુમ બાળકીના કેસમાં મોટો ખુલાસો
એ.સી.બી. ની સફળ ટ્રેપ, ફરીયાદી :- એક જાગૃત નાગરીક

Capital message 

પાટણ જિલ્લાના રાધનપુરમાં માત્ર રૂ.50 હજારની લીધેલી રકમ સામે વ્યાજ પેટે આશરે રૂ.10 લાખ ચૂકવ્યા બાદ પણ વધુ રૂ.4 લાખની પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાના આક્ષેપ સાથે બે કથિત વ્યાજખોરો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. સતત ત્રાસ અને ઉઘરાણીના કારણે ફરિયાદીના પિતાએ બે વખત આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

રાધનપુરના ગોવર્ધનધારી મંદિર સામે પરા વિસ્તારમાં રહેતા અને હાલ સુરતમાં નોકરી કરતા વિપુલભાઈ ચૌહાણે નોંધાવેલી ફરિયાદ મુજબ, સપ્ટેમ્બર 2022માં તેમના પિતાને પાન પાર્લરના ધંધા માટે નાણાંની જરૂર હોવાથી મહંમદભાઈ અહેમદભાઈ ઘાંચી અને કનુભાઈ રામશીભાઈ ભરવાડ પાસેથી રૂ.50 હજાર લીધા હતા. ફરિયાદ મુજબ આ રકમ સામે 5 ટકા લેખે વ્યાજ નક્કી કરવામાં આવ્યું હતું અને દરરોજ રૂ.2,500 વ્યાજ ચૂકવવામાં આવતું હતું.

More Read

એ.સી.બી. સફળ ટ્રેપ,ફરીયાદી- એક જાગૃત નાગરીક
એ.સી.બી. ની સફળ ટ્રેપ,ફરીયાદી:- એક જાગૃત નાગરીક
એ.સી.બી. સફળ ટ્રેપ, ફરીયાદી :- એક જાગૃત નાગરીક
એ.સી.બી. ની સફળ ટ્રેપ, ફરીયાદી:- એક જાગૃત નાગરીક

ફરિયાદમાં આક્ષેપ કરાયો છે કે, કોઈ કારણસર નિયમિત વ્યાજ ચૂકવવામાં ન આવે ત્યારે આરોપીઓ વ્યાજનું પણ વ્યાજ ચડાવી વધુ રકમની ઉઘરાણી કરતા હતા. સતત વધતી ઉઘરાણીથી પરિવાર મુશ્કેલીમાં મુકાયો હતો. આ દરમિયાન ફરિયાદીના પિતાએ પત્નીના પાંચ તોલા સોનાના દાગીના સોની મારફતે વેચીને આરોપીઓને નાણાં ચૂકવ્યા હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે.

ફરિયાદીનો દાવો છે કે, મૂળ રૂ.50 હજારની રકમ સામે રોકડ રકમ તેમજ સોનાના દાગીના વેચીને કુલ આશરે રૂ.10 લાખ ચૂકવવામાં આવ્યા હતા. તેમ છતાં વધુ નાણાંની માંગણી ચાલુ રાખવામાં આવી હતી. આરોપીઓના કથિત સતત માનસિક ત્રાસ અને ધમકીઓથી કંટાળીને ફરિયાદીના પિતાએ બે વખત આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, જોકે સમયસર જાણ થતાં તેમનો જીવ બચી ગયો હતો.

ફરિયાદ મુજબ, 20 એપ્રિલ 2025ના રોજ બંને આરોપીઓ ફરિયાદીના ઘરે આવ્યા હતા અને હજુ રૂ.4 લાખ લેવાના બાકી હોવાનું કહી ઉઘરાણી કરી હતી. આ દરમિયાન જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. સતત ત્રાસથી કંટાળેલા પરિવારજનો માર્ચ 2026માં રાધનપુર છોડીને સુરત રહેવા ગયા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

સમગ્ર મામલે 21 સપ્ટેમ્બર 2026ના રોજ રાધનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ BNSની કલમ 308(2), 308(5), 351(3), 3(5) તેમજ ગુજરાત નાણાંની ધીરધાર અધિનિયમની કલમ 40 અને 42 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article Capital message newspaper 22/09/2026
Next Article જાખોત્રા–ચારણકા રોડ પર જંગલ કટીંગના આક્ષેપો : વન વિભાગની કામગીરી સામે ગંભીર સવાલો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

ગુજરાતમાં ‘વિધવા નાણાકીય સહાય’ હેઠળ હવે ‘ગંગા સ્વરૂપા યોજના’ની સહાય સીધી આઈપીપીબી ખાતામાં મળશે

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

ધારપુર મેડિકલ કોલેજમાં આગની આપત્તિ સામે બચાવ કામગીરીની મોકડ્રિલ યોજાઈ

Capital Message 27/01/26 E Paper

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ક્રાઈમ

ડીસામાં ક્રૂરતાપૂર્વક 13 પશુઓની હેરાફેરી ઝડપાઈ, રાધનપુરના શખ્સ સામે ગુનો

ક્રાઈમ

એ.સી.બી સફળ ટ્રેપ, ફરીયાદી : એક જાગૃત નાગરિક

ક્રાઈમ

એ.સી.બી. સફળ ટ્રેપ

ક્રાઈમ

એ.સી.બી.ની સફળ ડીકોય

ક્રાઈમ

ગાંધીધામમાંથી ચોરાયેલી મોટરસાયકલ સાથે એક આરોપીને રાધનપુર પોલીસે ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલ્યો

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video