Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » રાધનપુરમાં “Mamy Poko Pants” ડીલરશીપના નામે રૂ. 42,456ની ઓનલાઈન ઠગાઈ, પોલીસની ઝડપી કાર્યવાહીથી 100% રકમ રિકવર
ક્રાઈમ

રાધનપુરમાં “Mamy Poko Pants” ડીલરશીપના નામે રૂ. 42,456ની ઓનલાઈન ઠગાઈ, પોલીસની ઝડપી કાર્યવાહીથી 100% રકમ રિકવર

Rajeshkumar Jadav
Last updated: September 15, 2026 6:26 pm
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
3 Min Read
SHARE

રાધનપુરમાં “Mamy Poko Pants” ડીલરશીપના નામે રૂ. 42,456ની ઓનલાઈન ઠગાઈ, પોલીસની ઝડપી કાર્યવાહીથી 100% રકમ રિકવર

ભાવનગરથી બે આરોપી ઝડપાયા, ગુજરાતભરમાં રૂ. 4.31 લાખથી વધુની સાયબર છેતરપિંડીનો પર્દાફાસ

કેપિટલ મેસેજ, ન્યુઝ 

રાધનપુર શહેરમાં ડાયપર બ્રાન્ડ Mamy Poko Pantsની ડીલરશીપ આપવાના બહાને એક જનરલ સ્ટોરના વેપારી સાથે રૂ. 42,456ની ઓનલાઈન છેતરપિંડી કરનાર ગેંગનો રાધનપુર પોલીસે ભંડાફોડ કર્યો છે. ટેક્નિકલ સર્વેલન્સ અને સાયબર ટ્રેકિંગના આધારે ભાવનગર જિલ્લાના ઘોઘા વિસ્તારથી બે આરોપીઓને ઝડપી લઈને ગુનામાં વપરાયેલા મોબાઇલ, સીમકાર્ડ અને રકમ સહિત કુલ રૂ. 72,456નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

More Read

ભાઈ ભાઈ વચ્ચેના સંબંધોને શર્મસાર કરતી ઘટના
સાંતલપુરના સિધાડા ગામ પાસે LCBની નાકાબંધીમાં દારૂ ભરેલી સ્વિફ્ટ કાર મૂકી ચાલક ફરાર
રાધનપુર : રૂ.50 હજારની સામે રૂ.10 લાખ ચૂકવ્યા છતાં વધુ રૂ.4 લાખની પઠાણી ઉઘરાણી
એ.સી.બી. ની સફળ ટ્રેપ,ફરીયાદી:- એક જાગૃત નાગરીક

કેવી રીતે આચરાઈ ઠગાઈ?

રાધનપુરની શેરબાગ સોસાયટીમાં રહેતા અને મેઈન બજારમાં સ્વસ્તિક જનરલ સ્ટોર ચલાવતા મિલન ઠક્કરને 27 ડિસેમ્બર, 2025ના રોજ હિમાંશુ નામના શખ્સનો ફોન આવ્યો હતો. તેણે પોતાને “Mamy Poko Pants” કંપનીનો માર્કેટિંગ મેનેજર હોવાનું કહી ડીલરશીપ આપવાની વાત કરી.

આરોપીએ ‘શ્રી માર્કેટિંગ, નારોલ, અમદાવાદ’ના નામે રૂ. 42,456નું ખોટું પ્રોફોર્મા GST બિલ વોટ્સએપ પર મોકલી વિશ્વાસમાં લીધા હતા. વેપારીએ પોતાની પત્નીના HDFC બેંક ખાતામાંથી જણાવેલા ખાતામાં ઓનલાઈન ટ્રાન્સફર કરી દીધા હતા.

More Read

સમી પાસે ત્યજી દેવાયેલી માસુમ બાળકીના કેસમાં મોટો ખુલાસો
એ.સી.બી. ની સફળ ટ્રેપ, ફરીયાદી :- એક જાગૃત નાગરીક
એ.સી.બી. સફળ ટ્રેપ,ફરીયાદી- એક જાગૃત નાગરીક
એ.સી.બી. ની સફળ ટ્રેપ,ફરીયાદી:- એક જાગૃત નાગરીક

પેમેન્ટ બાદ માલ મોકલ્યો હોવાનો ખોટો દાવો કરી ‘વિજયલક્ષ્મી ટ્રાન્સપોર્ટ’નું નામ આપવામાં આવ્યું, પરંતુ રાધનપુરમાં એવો કોઈ જ માલ પહોંચ્યો ન હોવાનું બહાર આવ્યું. બાદમાં “પ્રતિક શાહ” નામથી વધુ રૂ. 34,000ની માંગણી કરવામાં આવી. સતત નાણાંની માંગ અને માલ ન મળતા વેપારીને શંકા જાગી.

1930 હેલ્પલાઈન પર ફરિયાદ, 100% રકમ રિકવર

વેપારીએ તાત્કાલિક સરકારની સાયબર ક્રાઈમ હેલ્પલાઈન 1930 પર ફરિયાદ નોંધાવી. NCCRP પોર્ટલ પર અરજી નોંધાતા રાધનપુર પોલીસ સ્ટેશનમાં તપાસ શરૂ થઈ. ટેક્નિકલ ટીમે મોબાઇલ નંબરો, બેંક એકાઉન્ટ અને વોટ્સએપ ચેટના આધારે આરોપીઓને ટ્રેસ કરી ઝડપ્યા.

પોલીસે ઓનલાઈન છેતરપિંડીથી મેળવેલી રૂ. 42,456ની સંપૂર્ણ રકમ રિકવર કરી છે.

ઝડપાયેલા આરોપીઓ

1. હિતેષભાઈ શાંતિભાઈ ગોહીલ, રહે. ઘોઘા, જી. ભાવનગર

More Read

એ.સી.બી. સફળ ટ્રેપ, ફરીયાદી :- એક જાગૃત નાગરીક
એ.સી.બી. ની સફળ ટ્રેપ, ફરીયાદી:- એક જાગૃત નાગરીક
એ.સી.બી. સફળ ટ્રેપ, ફરીયાદી :- એક જાગૃત નાગરીક
રૂબરૂ ફરીયાદી એ.સી.બી. સફળ ટ્રેપ, ફરીયાદી :- એક જાગૃત નાગરીક

2. નિરંજન હિંમતભાઈ સરધારા, રહે. વાલગેટ, ભાવનગર

કબ્જે કરાયેલ મુદ્દામાલ

ઓનલાઈન છેતરપિંડીથી મેળવેલ રોકડ રૂ. 42,456

ગુનામાં વપરાયેલા 3 મોબાઇલ (કિંમત અંદાજે રૂ. 30,000)

3 સીમકાર્ડ

કુલ મુદ્દામાલ: રૂ. 72,456

ગુજરાતભરમાં રૂ. 4.31 લાખથી વધુની ઠગાઈ

તપાસ દરમિયાન ખુલ્યું કે આરોપીઓ છેલ્લા એક વર્ષથી વિવિધ મોબાઇલ નંબરો દ્વારા પોતાને “Mamy Poko Pants”ના માર્કેટિંગ મેનેજર તરીકે ઓળખ આપી વેપારીઓને સ્કેનર મોકલી રકમ વસૂલતા હતા.

દેવભૂમિ દ્વારકા, તળાજા, કપડવંજ, બનાસકાંઠા, અંકલાવ સહિત વિવિધ વિસ્તારોમાં સાયબર અરજીઓ નોંધાઈ છે. કુલ મળીને રૂ. 4,31,705થી વધુની છેતરપિંડી કર્યાનો ખુલાસો થયો છે.

ગુનાની મોડસ ઓપરેન્ડી

મુખ્ય આરોપી અગાઉ ડાયપર કંપનીમાં નોકરી કરતો હોવાથી વેપારીઓનો ડેટાબેઝ તેની પાસે હતો. તે જ ડેટાબેઝના આધારે વેપારીઓને ફોન કરી ખોટા નામ ધારણ કરતો, મોબાઇલ એપથી નકલી GST બિલ બનાવતો અને વોટ્સએપ દ્વારા મોકલી નાણાં મંગાવતો. મેળવેલી રકમ ઓનલાઈન ગેમિંગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરતો હોવાનું બહાર આવ્યું છે.

વધુ ભોગ બનનારોએ સંપર્ક કરવા અપીલ:

રાધનપુર પોલીસે જણાવ્યું છે કે આ જ રીતથી અન્ય કોઈ વેપારી અથવા નાગરિક છેતરપિંડીનો ભોગ બન્યા હોય તો રાધનપુર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવે છે.હાલ પોલીસે આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

રિપોર્ટ: અનિલ રામાનુજ

રાધનપુર, પાટણ

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article કોંગ્રેસમાંથી ચૂંટાઈ જીતેલા રાધનપુર નગરપાલિકા વોર્ડ-2ના કોર્પોરેટર અને હાલના વિપક્ષના નેતાએ પદ પરથી રાજીનામું આપતાં રાજકારણ ગરમાયું.
Next Article પાટણ: સિદ્ધપુરમાં જન રક્ષક 112ની ઝડપી કામગીરીથી યુવાનનો જીવ બચ્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

ગુજરાતમાં ‘વિધવા નાણાકીય સહાય’ હેઠળ હવે ‘ગંગા સ્વરૂપા યોજના’ની સહાય સીધી આઈપીપીબી ખાતામાં મળશે

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

રાધનપુરમાં બે પાણીના બોર બંધ છતાં ખાનગી એજન્સીને દર મહિને રૂ.1.75 લાખ ચૂકવાય છે : જયા ઠાકોર

Capital Message 27/01/26 E Paper

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ક્રાઈમ

એ.સી.બી.ની સફળ ટ્રેપ: ફરિયાદી એક જાગૃત નાગરિક

ક્રાઈમ

ડભોઇ-વડોદરા હાઇવે પર પલાસવાડા સીમમાં દિવ્યાંગ યુવકની સાંકળથી ગળે ટૂંપો આપી હત્યા

ક્રાઈમ

ડીસામાં ક્રૂરતાપૂર્વક 13 પશુઓની હેરાફેરી ઝડપાઈ, રાધનપુરના શખ્સ સામે ગુનો

ક્રાઈમ

એ.સી.બી સફળ ટ્રેપ, ફરીયાદી : એક જાગૃત નાગરિક

ક્રાઈમ

એ.સી.બી. સફળ ટ્રેપ

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video