Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » સાંતલપુરના હમીરપુરા ગામના વિપુલ ચૌધરી બન્યા IAS અધિકારી : ગત વર્ષે IPS, આ વર્ષે 115મા રેન્ક સાથે IAS
ગુજરાત

સાંતલપુરના હમીરપુરા ગામના વિપુલ ચૌધરી બન્યા IAS અધિકારી : ગત વર્ષે IPS, આ વર્ષે 115મા રેન્ક સાથે IAS

Rajeshkumar Jadav
Last updated: September 15, 2026 8:17 pm
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
3 Min Read
SHARE

સાંતલપુરના હમીરપુરા ગામના વિપુલ ચૌધરી બન્યા IAS અધિકારી : ગત વર્ષે IPS, આ વર્ષે 115મા રેન્ક સાથે IAS

પાંચ પ્રયત્ન, 18 કલાકનો અભ્યાસ અને ઇન્ટરવ્યુ નિષ્ફળતા છતાં હાર નહીં: સરહદી વિસ્તારમાંથી ઉગ્યો IAS અધિકારી.

વિપુલ ચૌધરીની સિદ્ધિ પાટણ જિલ્લાના સરહદી વિસ્તારમાં રહેલા યુવાનો માટે પ્રેરણારૂપ બની.

 

More Read

તળાવ કિનારે ૧૦ ફૂટ લાંબો મહાકાય અજગર દેખાયો
ડભોઇની નાંદોદી ભાગોળ આંગણવાડી ખાતે આંગણ મિલન સેવા સપ્તાહ નો પ્રારંભ
રાધનપુરમાં બે પાણીના બોર બંધ છતાં ખાનગી એજન્સીને દર મહિને રૂ.1.75 લાખ ચૂકવાય છે : જયા ઠાકોર
ધારપુર મેડિકલ કોલેજમાં આગની આપત્તિ સામે બચાવ કામગીરીની મોકડ્રિલ યોજાઈ

કેપિટલ મેસેજ, ન્યુઝ 

પાટણ જિલ્લાના સરહદી સાંતલપુર તાલુકાના હમીરપુરા ગામના વિપુલ કરમણભાઈ ચૌધરીએ UPSC સિવિલ સર્વિસ પરીક્ષામાં સતત બીજા વર્ષે નોંધપાત્ર સફળતા મેળવી સમગ્ર પંથકનું નામ રોશન કર્યું છે. ગત વર્ષે 2024માં 348મો રેન્ક મેળવી IPS તરીકે પસંદગી પામનાર વિપુલે હિંમત હાર્યા વગર ફરી પ્રયાસ કર્યો અને 2025માં 115મો રેન્ક મેળવી IAS બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે.

વિપુલના પિતાની ઈચ્છા હતી કે દીકરો મામલતદાર બને, પરંતુ વિપુલનું લક્ષ્ય શરૂઆતથી જ કંઈક મોટું કરવાની દિશામાં હતું. સરહદી વિસ્તારમાં ખેડૂતો અને સામાન્ય લોકોના જીવનમાં પડતી મુશ્કેલીઓ જોઈ તેમણે UPSC જેવી પ્રતિષ્ઠિત પરીક્ષાની તૈયારી શરૂ કરી. દિવસના લગભગ 18 કલાકના અભ્યાસ અને સતત પાંચ પ્રયત્નો પછી પણ ઇન્ટરવ્યુમાં નિષ્ફળતા મળતા ઘણા ઉમેદવારો નિરાશ થઈ જાય છે, પરંતુ વિપુલે પોતાની ભૂલો સ્વીકારી વધુ મહેનત કરી અને અંતે IAS તરીકે સફળતા મેળવી.

More Read

શેઠ એમ. એન. હાઈસ્કૂલ, પાટણનું ગૌરવ…
શેઠ એમ. એન. હાઈસ્કૂલ પાટણના વિદ્યાર્થીઓનો રાજ્યકક્ષાના ગણિત મહોત્સવમાં દબદબો.
NGES કેમ્પસ સંચાલિત ગીતાબેન વિનોદભાઈ ઝવેરી કોલેજ ઓફ ફાર્મસીમાં વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ–2026ની જાગૃતિસભર ઉજવણી
સિદ્ધપુરની દીકરી ક્રિષા બીજવાણી બની કોમર્શિયલ પાયલોટ

વિપુલ ચૌધરીનું કહેવું છે કે UPSC પરીક્ષા મેરેથોન દોડ જેવી છે. શરૂઆત સહેલી લાગે છે પરંતુ અંત સુધી ટકી રહેવું અઘરું હોય છે. નિષ્ફળતા તમારી કાબેલિયત નહીં પરંતુ મહેનતમાં રહેલી ખામી બતાવે છે. જો વ્યક્તિ પોતાના લક્ષ્યને સ્પષ્ટ રાખી મહેનતને જ મંત્ર બનાવે તો સફળતા એક દિવસ ચોક્કસ મળતી હોય છે.

IPS ટ્રેનિંગ પણ જોઈન કરી નહીં:-

વિપુલ ચૌધરી IPS તરીકે પસંદ થયા હોવા છતાં તેમણે IPS ટ્રેનિંગ જોઈન કરી નહોતી. તેમનું માનવું છે કે IPS તરીકે કાયદો અને વ્યવસ્થાની જવાબદારી મહત્વપૂર્ણ છે, પરંતુ IAS બનીને તેઓ સીધા જ ખેડૂતો અને છેવાડાના માનવીના જીવનધોરણ સુધારવા માટે નીતિગત સ્તરે નિર્ણયો લઈ શકશે. આ જ વિચાર સાથે તેમણે IPSની ટ્રેનિંગ મુલતવી રાખી IAS બનવા માટે ફરી તૈયારી શરૂ કરી અને અંતે સફળતા મેળવી.

વિપુલ ચૌધરીની આ સિદ્ધિ સરહદી વિસ્તારમાં રહેલા યુવાનો માટે પ્રેરણારૂપ બની છે. તેમના સંઘર્ષ, ધીરજ અને મહેનતથી સાબિત થયું છે કે મજબૂત ઈરાદા અને સતત પ્રયત્નોથી કોઈ પણ લક્ષ્ય અશક્ય નથી.

રિપોર્ટ: અનિલ રામાનુજ રાધનપુર

More Read

ગુજરાતથી વૈશ્વિક મંચ સુધી પાટણના કલાકારોનું ગૌરવ
સમી : કઠીવાડા નજીક ત્યજી દેવાયેલી બાળકીના કેસમાં બાળ તસ્કરીનું કથિત નેટવર્ક ખુલ્યું
પાટણની દીકરી અને રાધનપુરની પુત્રવધુ ડૉ. અની સોનીને Women Changemaker Award 2026નું સન્માન
હારીજ એસ.ટી. ડેપો ખાતે વ્યસનમુક્તિ અને રોડ સેફ્ટી અંગે જાગૃતિ કાર્યક્રમ
Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article 92 ગામ રોહિત સમાજ નું નવું સામાજિક પત્રિકા નું વિમોચન
Next Article પાટણ:રાધનપુરમાં સ્વદેશી મેળાના આયોજનમાં નગરપાલિકાના ઉડ્યા ધજાગરા: બીજા જ દિવસે 95% સ્ટોલ ખાલી.
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

ગુજરાતમાં ‘વિધવા નાણાકીય સહાય’ હેઠળ હવે ‘ગંગા સ્વરૂપા યોજના’ની સહાય સીધી આઈપીપીબી ખાતામાં મળશે

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

ડભોઇ શહેર અને તાલુકામાં ૧૫૦ જેટલી ગણેશ પ્રતિમાઓનું શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન: પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

Capital Message 27/01/26 E Paper

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

જાખોત્રા–ચારણકા રોડ પર જંગલ કટીંગના આક્ષેપો : વન વિભાગની કામગીરી સામે ગંભીર સવાલો

ગુજરાત

અનાવાડા ઈન્દીરાનગર કેનાલમાં દુષિત પાણીની સમસ્યાનો ત્વરિત ઉકેલ

ગુજરાત

ઈટેલ માઈનોર કેનાલના રીનોવેશન કામની ગુણવત્તા સામે સવાલો

ગુજરાત

સ્વ.ચંદનસિંહ રાઠોડની સ્મૃતિમાં સુઈગામ ખાતે લોકહિતની અનોખી પહેલ

ગુજરાત

સ્વ.ચંદનસિંહ રાઠોડની સ્મૃતિમાં સુઈગામ ખાતે લોકહિતની અનોખી પહેલ

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video