પાટણની દીકરી અને રાધનપુરની પુત્રવધુ ડૉ. અની સોનીને Women Changemaker Award 2026નું સન્માન
Vedic & Scientific Garbh Sanskar અને Conscious Parenting ક્ષેત્રે નવીન કાર્ય બદલ મળ્યું ગૌરવપૂર્ણ સન્માન
કેપિટલ મેસેજ
Capital message
પાટણની દીકરી, રાધનપુરની વહુ અને અમદાવાદમાં પોતાની આગવી ઓળખ બનાવનાર Business Woman ડૉ. અની સોનીને Women Changemaker Award 2026થી સન્માનિત કરવામાં આવ્યા છે. ફિઝિયોથેરાપીના ક્ષેત્રથી શરૂ કરેલી પોતાની સફરને તેમણે મહિલા આરોગ્ય, Pregnancy Wellness, ગર્ભસંસ્કાર અને Conscious Parenting જેવા ક્ષેત્રોમાં કાર્યરત સફળ વ્યવસાયમાં પરિવર્તિત કરી છે. તેમના કાર્ય અને નવીન અભિગમને ધ્યાનમાં રાખીને તેમને “Innovative Entrepreneur in Vedic & Scientific Garbh Sanskar and Conscious Parenting” તરીકે સન્માનિત કરવામાં આવ્યા છે.
ડૉ. અની સોની વ્યવસાયે Consultant Physiotherapist છે અને યોગ ક્ષેત્રે ઉચ્ચ અભ્યાસ કર્યો છે. ફિઝિયોથેરાપીના અભ્યાસ બાદ તેમણે સતત શિક્ષણ અને તાલીમ દ્વારા પોતાના જ્ઞાનનો વિસ્તાર કર્યો છે. ગર્ભસંસ્કાર, Conscious Parenting, Pregnancy Wellness, Prenatal Yoga, Diet & Nutrition સહિતના ક્ષેત્રોમાં તેમણે વિશેષ જ્ઞાન અને તાલીમ મેળવી છે.
અમદાવાદના Smart Shishu Garbh Sanskar & Parenting Centerના સ્થાપક તરીકે ડૉ. અની સોની પ્રેગ્નન્સીનું આયોજન કરતા કપલ્સથી લઈને ગર્ભવતી માતા-પિતા સુધીને માર્ગદર્શન આપે છે. તેમના કાર્યક્રમોમાં ટ્રાઇમેસ્ટર મુજબની કસરતો, Prenatal Yoga, Diet & Nutrition Guidance, Pranayama, Meditation, Garbh Sanskar અને Conscious Parentingનો સમાવેશ થાય છે.
બાળકના આગમન પહેલાં જ માતા-પિતાને શારીરિક, માનસિક અને ભાવનાત્મક રીતે તૈયાર કરીને જાગૃત અને જવાબદાર પેરેન્ટહૂડ તરફ આગળ વધારવાનો તેમનો મુખ્ય ઉદ્દેશ છે. ગર્ભસંસ્કાર, Prenatal Yoga અને Conscious Parenting અંગે માર્ગદર્શન માટે ડૉ. અની સોનીનો સંપર્ક 81409 09109 પર કરી શકાય છે.સતત શીખવાની, નવીન કાર્ય કરવાની અને મહિલાઓ તથા પરિવારો માટે ઉપયોગી ક્ષેત્રે યોગદાન આપવાની ડૉ. અની સોનીની સફરને મળેલું આ સન્માન તેમની વ્યક્તિગત સિદ્ધિ સાથે રાધનપુર અને સમગ્ર પાટણ વિસ્તાર માટે પણ ગૌરવની બાબત બની છે.
રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ
