પી.પી.જી.એક્સપે રિમેન્ટલ હાઈસ્કૂલમાં વિકસિત ભારત ૨૦૪૭’ અંતર્ગત વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ.

કેપિટલ મેસેજ
Capital message
દેશને વર્ષ ૨૦૪૭ સુધીમાં આત્મનિર્ભર અને વિકસિત બનાવવાની સંકલ્પનાને સાકાર કરવાના ભાગરૂપે શાળામાં વિકસિત ભારત’ વિષય પર એક ભવ્ય વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સ્પર્ધાનો મુખ્ય હેતુ યુવા પેઢીમાં દેશના વિકાસ પ્રત્યે અભિમુખ કરવા અને તેમના નૂતન વિચારોને એક મંચ પૂરો પાડવાનો હતો.
સ્પર્ધામાં ૩૦ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ શાળા પ્રવેશોત્સવ, વસુધૈવ કુટુમ્બકમ, ખેલમહાકુંભ, ડિજિટલ ઈન્ડિયા, કૃષિ મહોત્સવ ….જેવા વિષય પર પોતાની આગવી શૈલીથી પોતાના વિચાર પ્રસ્તુત કર્યા હતા..જેમાં માધ્યમિક કક્ષાએ પ્રિશા જનસારી( પ્રથમ) ફેની મોદી ( દ્વિતીય) ભરત દેસાઈ ( તૃતીય ) ક્રમે રહ્યા હતાં. ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ બંસરી પરમાર ( પ્રથમ ) ભૂમિકા દેસાઈ ( દ્વિતીય ) આરતી પરમાર ( તૃતીય ) ક્રમે રહ્યાં હતાં. નિર્ણાયક તરીકે ડૉ.દાનેશ મોદી અને ઉપેન્દ્ર ગજ્જર અને મહેશભાઈ ઠાકોરે પ્રશંસનીય કામગીરી બજાવી હતી.
સ્પર્ધાના અંતે વિધાર્થીઓને ભાગ લેવા બદલ અને શાળામાં વિકસિત ભારત 2047 વક્તૃત્વ સ્પર્ધા આયોજન બદલ કેમ્પસ સંચાલક ડૉ જય ધ્રુવ સર શાળાના આચાર્ય ડૉ ઝુઝારસંગ સોઢા , શાળા કોઓર્ડિનેટર યોગેશભાઈ પટેલ, શાળા સુપરવાઇઝર શ્રી હર્ષદભાઈ ડામોર અને શ્રી ગમનભાઇ સુથાર સહિત શાળા પરિવારે પ્રતિભાગીઓને અભિનંદન પાઠવી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
