સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત માર્ગ અને મકાન વિભાગ દ્વારા વિવિધ બિનરહેણાક મકાનોની સફાઈ

સ્વચ્છતા સાથે સેવાનો સંકલ્પ: માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ સફાઈ અભિયાનમાં જોડાયા
કેપિટલ મેસેજ
Capital message
રાજ્ય સરકાર દ્વારા તા. ૧૯ સપ્ટેમ્બરથી તા. ૧૭ ઓક્ટોબર દરમિયાન યોજાઈ રહેલા “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત પાટણ જિલ્લામાં વિવિધ વિભાગો દ્વારા સ્વચ્છતા અને પર્યાવરણ જાળવણીની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.જે અંતર્ગત માર્ગ અને મકાન વિભાગ, પાટણ દ્વારા વિવિધ બિનરહેણાક સરકારી મકાનો ખાતે સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન કાર્યપાલક ઇજનેર રેસ્ટ હાઉસ, પાટણ ખાતે ઉપસ્થિત રહી સફાઈ કામગીરીમાં સહભાગી બન્યા હતા તેમજ સંબંધિત અધિકારીઓ-કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત સ્વચ્છતા સાથે સેવાભાવની ભાવનાને પ્રોત્સાહન આપી સરકારી કચેરીઓ અને જાહેર સ્થળોને સ્વચ્છ, સુઘડ તથા સ્વસ્થ રાખવા માટે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે.
રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ
