અનાવાડા ઈન્દીરાનગર કેનાલમાં દુષિત પાણીની સમસ્યાનો ત્વરિત ઉકેલ
કેપિટલ મેસેજ
Capital message
પાટણ તાલુકાના અનાવાડા ગામે ઈન્દીરાનગર વિસ્તારમાં કેનાલમાં દુષિત પાણી છોડાતું હોવા અંગે સ્થાનિક રહિશો, માહીરભાઈ રાઠોડ સહિતના રહિશોની રજૂઆતને ધ્યાને લઈ પાટણ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ નરેશભાઈ પરમાર દ્વારા પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.
રજૂઆતને પગલે પાટણ નગરપાલિકા દ્વારા ત્વરિત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે નગરપાલિકાની જૂની એજન્સી દ્વારા પમ્પિંગનું પાણી કેનાલ તરફ ડાયવર્ટ કરવા માટે વાલ ખોલવામાં આવ્યો હતો. આ વાલ તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યો છે.
વાલ બંધ કરવામાં આવતા હવે કેનાલમાં ગટરનું દુષિત પાણી નહીં આવે, જેના કારણે ઈન્દીરાનગર વિસ્તારના રહિશોને મોટી રાહત મળશે.
સ્થાનિક રહિશોની સમસ્યાનો ત્વરિત નિકાલ કરવા બદલ નરેશભાઈ પરમારે પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકર તથા તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.
