શેઠ એમ. એન. હાઈસ્કૂલ, પાટણનું ગૌરવ…
ક્લસ્ટર કક્ષાની વક્તૃત્વ સ્પર્ધામાં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં
બારોટ ધાર્મિક અને માધ્યમિક વિભાગમાં ઠાકોર પલક પ્રથમ ક્રમે
વિજેતા
શેઠ એમ એન હાઇસ્કુલ ના વિદ્યાર્થીઓ બારોટ ધાર્મિક અને ઠાકોર પલક હવે તાલુકા કક્ષાએ કરશે શાળાનું પ્રતિનિધિત્વ
“વિકસિત ભારત” ના વિચાર સાથે વિદ્યાર્થીઓએ રજૂ કર્યા પ્રભાવશાળી વિચારો
કેપિટલ મેસેજ
Capital message
ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત શેઠ એમ. એન. હાઈસ્કૂલ, પાટણ ખાતે ‘વિકસિત ભારત’ અંતર્ગત વક્તૃત્વ સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગના આશરે 35 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. બંને વિભાગમાંથી પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતા વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી.
ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં પ્રથમ ક્રમે બારોટ ધાર્મિક દીપકભાઈ વિજેતા રહ્યા હતા. તેમણે ‘વિકસિત ભારત અંતર્ગત મારા સ્વપ્નનું ભારત’ વિષય પર અસરકારક વક્તવ્ય રજૂ કર્યું હતું. દ્વિતીય ક્રમે પ્રજાપતિ સાક્ષી મહેન્દ્રભાઈ તથા તૃતીય ક્રમે પટેલ કનિષ્કા દેવેશભાઈ રહ્યા હતા. બંને વિદ્યાર્થીઓએ ‘સુશાસનનાં 25 વર્ષ’ વિષય પર પોતાના વિચારો રજૂ કર્યા હતા.
માધ્યમિક વિભાગમાં પ્રથમ ક્રમે ઠાકોર પલક પ્રકાશજી, દ્વિતીય ક્રમે પ્રજાપતિ દિવ્યા સુરેશભાઈ અને તૃતીય ક્રમે મોદી લવ મહેશભાઈ વિજેતા રહ્યા હતા.
શાળાકક્ષાની આ સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા બનેલા ઉચ્ચતર માધ્યમિક વિભાગના બારોટ ધાર્મિક અને માધ્યમિક વિભાગની ઠાકોર પલકે દૂધારામપુરા પ્રાથમિક શાળા ખાતે યોજાયેલી ક્લસ્ટર કક્ષાની વક્તૃત્વ સ્પર્ધામાં શેઠ એમ. એન. હાઈસ્કૂલનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
ક્લસ્ટર કક્ષાની સ્પર્ધામાં પણ બંને વિદ્યાર્થીઓએ પોતાની વક્તૃત્વકળા અને આત્મવિશ્વાસપૂર્ણ રજૂઆતથી પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી શેઠ એમ. એન. હાઈસ્કૂલનું ગૌરવ વધાર્યું હતું. બંને વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ક્લસ્ટર કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર બારોટ ધાર્મિક અને ઠાકોર પલક હવે તાલુકા કક્ષાની વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લઈ શાળાનું પ્રતિનિધિત્વ કરશે.
વિદ્યાર્થીઓની આ સફળતા બદલ શાળાના આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કર તથા સમગ્ર શાળા પરિવારે બારોટ ધાર્મિક અને ઠાકોર પલકને અભિનંદન પાઠવી તાલુકા કક્ષાની સ્પર્ધા માટે ઉચ્ચ પ્રગતિ અને સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
આ સફળતા પાછળ વિદ્યાર્થીઓને સતત માર્ગદર્શન અને પ્રોત્સાહન આપનાર મદદનીશ શિક્ષકો અરુણાબેન પટેલ, લીલાબેન વિસાત અને અંકિતાબેન દરજીના મહત્વપૂર્ણ યોગદાન બદલ શાળા પરિવાર દ્વારા તેમને પણ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
