પીવાના પાણીનું આશીર્વાદરૂપ વઢવાણા તળાવ ખાલી

ડભોઇ તાલુકાનું ઐતિહાસિક 16 km અંતરમા ફેલાયેલું ગાયકવાડી શાસન વઢવાણા તળાવ ગામ લોકોને પીવાના પાણી અને પશુ પક્ષીઓ માટે આશીર્વાદરૂપ તળાવ હાલ ખાલી ખમ
કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
ડભોઇ તાલુકાના વઢવાણા ગામે આવેલું ઈતિહાસિક વઢવાણા તળાવ માં ભર ઉનાળે માત્ર 10% જેટલું પાણી, અહીં વસતા દેશ-વિદેશના પક્ષીઓ માટે માટે ચિંતા નો વિષય
વઢવાણા તળાવ માં દેશ-વિદેશના હજારો પક્ષીઓ નિવાસ કરતા હોય તળાવમાં સમ ખાવા પૂરતું પાણી હોય આગામી દિવસોમાં પાણી ની સમસ્યાને લઈ પક્ષીઓ સ્થળાંતર કરશે તેવી સ્થિતિ
હજુ તો ઉનાળો બાકી છે ત્યારે પક્ષીઓ પ્રવાસીઓ અને પ્રકૃતિ જળવાઈ તે માટે વઢવાણા તળાવ માં પાણી નું લેવલ જળવાય તે જરૂરી
પક્ષી સરોવરમાં કાયમ માટે ૧૧ ફૂટ નું લેવલ મેન્ટેન રાખવાનું હોય છતાં સરકાર અને પ્રશાસન વચ્ચે તાલમેલ નો અભાવ જોવા મળ્ય

વઢવાણા સિંચાઈ તળાવની અધિકારીઓની નિષ્કાળજીના કારણે ખેડૂતોને પશુ પક્ષીઓ માટે આશીર્વાદ રૂપ બનેલું વઢવાણા તળાવ માત્ર ૧૦ ટકા પાણી
આમ જોવા જઈએ તો 10 વસાહતો અને બાર ગામ ને પાણી પૂરું પાડતું વઢવાણા તળાવ ખાલી ખમ
હાલ ઉનાળા ની ઋતુ છે ત્યારે તળાવ અને તેમાં વસવાટ કરતા પશુ પક્ષીઓના જતન સંવર્ધન માટે વઢવાણા તળાવ માં પાણી નું લેવલ જાળવી રાખવાનો અભિગમ સરકાર અને પ્રશાસન જાળવે તે જરૂરી…
રિપોર્ટ :- ફઝલ રઝાક ખત્રી, ડભોઈ
