વૃક્ષારોપણના બદલે વૃક્ષવિનાશ: સરપંચ સામે સવાલ

વૃક્ષારોપણ કરો પર્યાવરણ બચાવો સરકારના સૂત્ર નુ ઉલ્લગણ કરતા ડભોઇ તાલુકાના ફરતી કુઈ સરપંચ
કેપિટલ મેસેજ
Capital message
મંજૂરી ઠરાવ કર્યા વગર વિકાસ મંડળી રોડ પાસે ઝાડ કાપાવી નાખતા વિવાદ ગ્રામજનોએ મામલતદાર કચેરી ખાતે ગેરકાયદે ઝાડ કાપી નાખવા હોવાની અરજી બપોરના 12:00 વાગ્યા પછી આપી તપાસ કરી કાર્યવાહી કરવા અરજીમાં જણાવ્યું હતું ત્યારબાદ બપોરના સમયે સરપંચને જાણ થતા તાત્કાલિક પંચાયતમાં ઠરાવ કરી લેટરપેડ ઉપર આજ તારીખ 18મી જુલાઈના રોજ ઝાડ કાપી નાખવા અંગે લેટર જાહેર કર્યો હતો.

ડભોઇ તાલુકાના ફરતી કુઈ ગામ ખાતે બસ સ્ટેશન રોડ વિકાસ મંડળી પાસે રસ્તાની આજુબાજુ ગુલમોહોરના વૃક્ષ આશરે 30 વર્ષ જૂના હોય ચોમાસાની ઋતુ ને ધ્યાનમાં લઇ વૃક્ષોનાઉપરનો મારણ કાપી નાખવા પરંતુ સમગ્ર ઝાડ ઠડીયોમાંથી કાપી નાખતા ગ્રામપંચ રૂબરૂ બાજુમાં સ્કૂલ હોય ભવિષ્યમાં કોઈ જાનહાની ન થાય તેમ જ ઈલેક્ટ્રીક વાયર બાજુમાંથી જતા હોય સદર ઉપરનું મારણ પંચ રૂબરૂ કાપેલા છે તેમ પોતાના લેટરમાં સરપંચ અને સભ્યો દ્વારા જાહેર કર્યું હતું. તે પણ બપોરના ત્રણ વાગ્યા બાદ પંચાયતમાં મંજૂરી ઠરાવ કર્યા વગર વિકાસ મંડળી પાસે 4 ઝાડ કાપી નાખતા ગામના પટેલ રિતેશ દેવેન્દ્રભાઈ તથા પટેલ રવિ કુમાર મહેશભાઈ દ્વારા ડભોઇ મામલતદાર કચેરી ખાતે ઝાડ કાપી નાખવા અંગે બપોરે 12 વાગ્યા ટાઈમ મુજબ લેખિત અરજી આપી લીલા ઝાડ ચાર નંગ કાપી નાખવા માં આવેલા છે તે લોકોની સામે કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યું હતું ત્યારબાદ જાગૃત નાગરિકો દ્વારા જેમાં મૌલિક જશુભાઈ પટેલ વૃક્ષોનું નિકંદન ગામના સરપંચ દ્વારા કરવામાં આવ્યું છે તેમજ પર્યાવરણ ને નુકસાન થવાનું જણાવ્યું હતું ત્યારબાદ મયુરભાઈ પટેલે પણ બિનજરૂરી ચાર લીલા ઝાડ કાપી નાખતા હોવા થી લાગતા વળગતા ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
રિપોર્ટ :- ફઝલ રઝાક ખત્રી, ડભોઈ
