ડભોઇ ચીફ ઓફિસરની ખંભાત બદલી: ભાવભીની વિદાય

ડભોઇ નગરપાલિકાના ચીફ ઓફિસરની ખંભાત ખાતે બદલી થતાં ભાવભીની વિદાય અપાઈ પ્રમુખ સહિત સદસ્યઓ કર્મચારીઓએ સન્માનપૂર્વક આપી વિદાય.
કેપિટલ મેસેજ
Capital message
ડભોઇ નગરપાલિકા ખાતે ચીફ ઓફિસર તરીકે સાડા ચાર વર્ષ ફરજ બજાવી રહેલા જય કિશન તડવી ની ખંભાત ખાતે બદલી થતાં નગરપાલિકા કચેરી ખાતે ભાવભર્યો વિદાય સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે પ્રમુખ ઉપપ્રમુખ ચૂંટાયેલા નગરપાલિકાના સદસ્યો કર્મચારીઓ નગરના હિન્દુ મુસ્લિમ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
ડભોઇ નગરપાલિકાના ચીફ ઓફિસર જયકિશન તડવી ની ખંભાત ખાતે બદલી થતાં તેઓના વિદાય સમારંભમાં નગરપાલિકા પ્રમુખ ઉપ પ્રમુખ સહિત સદસ્યો તમામ સમાજના આગેવાનો દ્વારા પુષ્પગુચ્છ અને મોમેન્ટો અર્પણ કરી સન્માનિત કર્યા હતા. ઉપસ્થિત અધિકારીઓ, કર્મચારીઓ અને ડભોઇ નગરપાલિકા ચીફ ઓફિસર તરીકે સાડા ચાર વર્ષ સેવાકાળની કામગીરીને બિરદાવી હતી.આ પ્રસંગે ભાજપ કોંગ્રેસના આગેવાનો અને સહકર્મીઓએ ચીફ ઓફિસર જય કિશન તડવી સાથેના સાડા ચાર વર્ષ સાથેના સેવાકાળ દરમિયાનના સંસ્મરણો વાગોળ્યા હતા. તેમના સરળ સ્વભાવ, સૌમ્ય વર્તન, સહકારની ભાવના અને ફરજ પ્રત્યેની નિષ્ઠાની પ્રશંસા કરવામાં આવી હતી. ડભોઇ નગરપાલિકા પ્રમુખ પુષ્પાબેન રાવલ ઉપપ્રમુખ નૂર મોહમ્મદ મહુડા વાળા કારોબારી ચેરમેન હાજી અફઝલભાઇ કાબાવાલા માજી પ્રમુખ તથા માજી સદસ્ય સુભાષભાઈ ભોજવાણી નગરપાલિકા મેનેજર મહેશભાઈ પરમાર તથા મહેશભાઈ વસાવા સહિત ડભોઇનગરપાલિકા ખાતે સાડા ચાર વર્ષ ચીફ ઓફિસર તરીકેની તેમની કામગીરીને યાદ કરી શુભકામનાઓ પાઠવી હતી.સમારંભ દરમિયાન લાગણીસભર વાતાવરણ જોવા મળ્યું હતું. ઉપસ્થિત સૌએ વિદાય લઈ રહેલા ચીફ ઓફિસર ની બદલી થતાં નવી જગ્યા ખંભાત ખાતે પોતાની આગળની કારકિર્દી સ્વસ્થ અને આનંદમય રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.

અંતે ચીફ ઓફિસર જય કિશન તડવીએ ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે પોતાના સાડા ચાર વર્ષ સેવાકાળ દરમિયાન નગરના વિકાસ અને લોકોના પ્રશ્નો નો ઉકેલ અને નિરાકરણ લાવવા સતત પ્રયત્નશીલ રહ્યો હતો અને તમામનો સાથ સહકાર વિકાસના કામોમાં મળ્યો હતો આભાર માન્યો હતો. ભાવભર્યા માહોલ વચ્ચે વિદાય સમારંભ સંપન્ન થયો હતો.
રિપોર્ટ :- ફઝલ રઝાક ખત્રી, ડભોઈ
