ભગિની સમાજ પાટણમાં મહિલા અને બાળ વિકાસ કચેરી દ્વારા બેબી કીટનું વિતરણ કરાયું
કેપિટલ મેસેજ
Capital message
બાળકીઓને નીરોગી અને તંદુરસ્ત રહે તે માટે મહિલા અને બાળ વિકાસ અધિકારી મેઘાબેન ગોસ્વામીની કચેરીના વિશેષ સહયોગથી આજે 53 દીકરીઓ કે જેઓ છ માસ સુધીની હતી. તેઓને તેમની તમામ જરૂરિયાતની કપડાં, ગોદડી, રૂમાલ, સીવેલું મચ્છર જાળી વાળું ઘોડિયુ, હાથ પગના મોજા, રમકડાં તેમજ હિમાલિયા કિટમાં શેમ્પુ, ક્રીમ, માલિશનું તેલ, પાવડર વગેરેની સરસ મજાની કીટનું વિતરણ કરવામાં આવ્યું .

આ પ્રસંગે સૌપ્રથમ સમૂહ પ્રાર્થના અને દીપ પ્રાગટ્ય બાદ સંસ્થાના મંત્રી ડો. લીલાબેન સ્વામી એ સૌ મહેમાનો અને ધાત્રી માતાઓનો સ્વાગત અને પરિચય કરાવ્યો અને બાળકીઓ નિરોગી અને તંદુરસ્ત રહે તે માટે કીટ વિતરણ નો હેતુ સમજાવ્યો. મહિલા અને બાળ વિકાસ અધિકારી મેઘાબેન ગોસ્વામી એ દીકરીઓને કે જે એક વર્ષની અંદર મામલતદાર કચેરીમાં નોંધણી કરાવે તો સરકાર તરફથી ₹1,10,000 તબક્કા વાર પ્રાપ્ત થાય છે અને તે ફોર્મ એક વર્ષની અંદર એટલે કે બેબીના જન્મથી પ્રથમ જન્મદિવસ ની અંદર આ નોંધણી કરાવવી તેવું જણાવ્યું. કચેરીના આશાબેન પટેલે દીકરીઓને લગતી વિવિધ યોજનાઓ વિશે માહિતી આપી. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે પધારેલ જાણીતા ગાયનેક ડોક્ટર વ્યોમેશભાઈ શાહના પુત્ર ડોક્ટર દીપ વ્યોમેશભાઈ શાહ કે જેઓ ગાયનેક છે.

તેઓએ નાની વયની બાળકીઓના સ્વાસ્થ્ય તેની જાળવણી અને નીરોગી રહે તે માટે માતાનું સ્તનપાન અનિવાર્ય છે.માતાના દૂધમાંથી મળતા વિટામિન, મિનરલ્સ બાળકને માનસિક અને શારીરિક રોગ પ્રતિકાત્મક શક્તિ વધારનારું છે. તેમજ દીકરીની સાચવણી કેવી રીતે કરવી તે અંગેનું માર્ગદર્શન ડૉ. દિપ વ્યોમેશ ભાઈએ આપ્યું. સંસ્થા ના પ્રમુખ વાલીબેને બાળકી અને ધાત્રી માતાઓને સુખી અને તંદુરસ્ત રહેવાના આશીર્વાદ આપ્યા.કાર્યક્રમનું સંચાલન હેમાબેન મજમુદાર અને મનીષાબેન ઠકકરે કર્યું. મોટી સંખ્યામાં સભ્ય બહેનો અને માતાઓ તેમની દીકરી સાથે ઉપસ્થિત રહીં હતી. શ્રાવણ મહિનો શિવ અને મઁગળવાર માતા એટલે શક્તિ નો સમન્વય થયો હતો.
