સેવા સંકલ્પ અભિયાન ૨૦૨૬

કેપિટલ મેસેજ
Capital message
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના જનસેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત પાટણ જિલ્લાની કાર્યશાળા સંપન્ન થઈ.
સેવા સંકલ્પ અભિયાન–૨૦૨૬ અંતર્ગત પાટણ જિલ્લા કક્ષાની કાર્યશાળા જિલ્લા પ્રમુખ રમેશભાઈ સિંધવ ની અધ્યક્ષતામાં પાટણ કમલમ કેમ્પસ ખાતે યોજાઈ.
આ કાર્યશાળામાં તા. ૧૭ સપ્ટેમ્બરથી ૧૭ ઓક્ટોબર દરમિયાન યોજાનારા વિવિધ કાર્યક્રમો અંગેનું વિસ્તૃત માર્ગદર્શન પ્રદેશ વક્તાશ્રી ડૉ. સંજયભાઈ દેસાઈ દ્વારા આપવામાં આવ્યું.

આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રભારી સત્યેનભાઈ કુલાબકરની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
સાથે જ જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિકભાઈ પટેલ, પ્રદેશ મહિલા મોરચાના મહામંત્રી પુષ્પાબેન ઠાકોર, પૂર્વ મંત્રી દિલીપસિંહ ઠાકોર, જિલ્લા મહામંત્રી સંજયભાઈ પટેલ, લાલજીભાઈ દેસાઈ, જિલ્લા સંયોજક અશોકભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં અપેક્ષિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.
કાર્યશાળામાં સેવા, સંકલ્પ અને જનભાગીદારીના માધ્યમથી અભિયાનને વધુ વ્યાપક અને સફળ બનાવવા માટે જરૂરી માર્ગદર્શન અને આયોજન અંગે ચર્ચા કરવામાં આવી.
