Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » રૂ.1.71 કરોડના ખર્ચે સરીયદ બ્રિજનું પ્રોટેક્શન વર્ક અને બેરિંગ રિપ્લેસમેન્ટ પૂર્ણ
ગુજરાત

રૂ.1.71 કરોડના ખર્ચે સરીયદ બ્રિજનું પ્રોટેક્શન વર્ક અને બેરિંગ રિપ્લેસમેન્ટ પૂર્ણ

Rajeshkumar Jadav
Last updated: September 9, 2026 4:57 pm
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
4 Min Read
SHARE

રૂ.1.71 કરોડના ખર્ચે સરીયદ બ્રિજનું પ્રોટેક્શન વર્ક અને બેરિંગ રિપ્લેસમેન્ટ પૂર્ણ

કાંસા-સરીયદ-સાંપ્રા-ઉંદરા માર્ગ પર બ્રિજની મજબૂતાઈ વધતાં વાહનવ્યવહાર વધુ સુરક્ષિત બનશે

 

કેપિટલ મેસેજ 

More Read

ભગિની સમાજ પાટણમાં મહિલા અને બાળ વિકાસ કચેરી દ્વારા બેબી કીટનું વિતરણ કરાયું
સેવા સંકલ્પ અભિયાન ૨૦૨૬
શિક્ષણવિદ્ ડૉ. જય ધ્રુવની વૈશ્વિક આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી સાથે પ્રેરણાદાયી મુલાકાત
ગુરુથી ગ્લોબલ ગુરુ – શિક્ષકનું સમર્પણ, સામાજિક અનુબંધ અને આજના પડકારો…..

Capital message 

પાટણ : પાટણ જિલ્લામાં માર્ગ અને મકાન રાજ્ય વિભાગ હસ્તકના પાટણ પેટા વિભાગ દ્વારા કાંસા-સરીયદ-સાંપ્રા-ઉંદરા મુખ્ય જિલ્લા માર્ગ પર આવેલા સરીયદ બ્રિજની પ્રોટેક્શન વર્ક તથા બેરિંગ રિપ્લેસમેન્ટની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. રૂ.1.71 કરોડના ખર્ચે હાથ ધરાયેલી આ કામગીરી પૂર્ણ થતાં બ્રિજની મજબૂતાઈ, સ્થિરતા અને સલામતીમાં વધારો થયો છે. જેના પરિણામે આ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોના નાગરિકોને વધુ સુરક્ષિત અને સુગમ વાહનવ્યવહારની સુવિધા મળશે.

પાટણ પેટા વિભાગ હેઠળના આ મુખ્ય જિલ્લા માર્ગની સાંકળ કિ.મી. 8/200 થી 8/800 પર આવેલા સરીયદ બ્રિજની કામગીરી માટે સરકારશ્રી દ્વારા તા.12/03/2026ના પત્રથી રૂ.171.00 લાખની વહીવટી મંજૂરી આપવામાં આવી હતી. આ પ્રોજેક્ટમાં સરીયદ ગામ નજીક આવેલા મેજર બ્રિજના પ્રોટેક્શન વર્ક તથા બેરિંગ રિપ્લેસમેન્ટની કામગીરીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. માર્ગ અને મકાન વિભાગ દ્વારા ઇજારદાર રાધે બિલ્ડટેક, મહેસાણાને તા.01/05/2026ના રોજ વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો, જે અંતર્ગત સમગ્ર કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે.

More Read

ખેડૂત સશક્તિકરણ તરફ વધુ એક મહત્વપૂર્ણ પગલું…
અનુસૂચિત જાતિના નાગરિકોના આધારકાર્ડ સુધારણા માટે સરળ પ્રક્રિયાની માંગ
કલ્યાણમા – શ્રીમતી ગીતાબેન રાકેશકુમાર શાહને સ્મરણાંજલિ, ભાવાંજલિ અને પુષ્પાંજલિ અર્પણ….
લેખક: ડૉ. ધનરાજ કાંતિલાલ ઠક્કર (રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા અને આચાર્ય, શેઠ એમ.એન. હાઈસ્કૂલ – પાટણ)

બ્રિજની કામગીરી દરમિયાન નાગરિકોને અવરજવરમાં મુશ્કેલી ન પડે અને વાહનવ્યવહાર અવિરત જળવાઈ રહે તે હેતુથી ચાલુ ટ્રાફિક વચ્ચે બેરિંગ રિપ્લેસમેન્ટની કામગીરી કરવામાં આવી હતી. કામગીરીના પ્રારંભે બ્રિજના હાલના બેરિંગની સ્થિતિ, ક્રેક તથા ડિસ્પ્લેસમેન્ટની તપાસ કરી જરૂરી સલામતી વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારબાદ બ્રિજના સુપર સ્ટ્રક્ચર એટલે કે ગર્ડરને ઉપાડવા માટે પિયર કેપ અને એબટમેન્ટ ઉપર હાઈડ્રોલિક જેક મૂકવામાં આવ્યા હતા. ગર્ડરને બંને બાજુએ સમાન લેવલથી આશરે 25 થી 30 મી.મી. જેટલો ઊંચો કરવામાં આવ્યો હતો.

સુપર સ્ટ્રક્ચર જેક ઉપર આવ્યા બાદ જૂના ઘસાયેલા તથા ક્ષતિગ્રસ્ત બેરિંગને કાળજીપૂર્વક દૂર કરી પેડેસ્ટલની સફાઈ કરવામાં આવી હતી. પેડેસ્ટલ પર થયેલા ક્રેક તથા લેવલની ખામીને નોન-શ્રિંક ગ્રાઉટ અને માઈક્રો કોંક્રિટ દ્વારા રીપેર કરી લેવલમાં સુધારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ડિઝાઈન મુજબના નવા ઈલાસ્ટોમેરીક બેરિંગને યોગ્ય સ્થાને સ્થાપિત કરી તેની દિશા તથા લેવલની ચકાસણી કરવામાં આવી હતી. હાઈડ્રોલિક જેકને ધીરે-ધીરે નીચે ઉતારી ગર્ડરનો સંપૂર્ણ લોડ નવા બેરિંગ પર ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. અંતે બેરિંગની કામગીરી, ગર્ડરનું એલાઈનમેન્ટ તથા એક્સપાન્શન જોઈન્ટની ચકાસણી કર્યા બાદ બ્રિજને વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

સરીયદ બ્રિજની પ્રોટેક્શન વર્ક તથા બેરિંગ રિપ્લેસમેન્ટની કામગીરી પૂર્ણ થવાથી બ્રિજની સ્થિરતા અને મજબૂતાઈમાં વધારો થયો છે. આ કામગીરીથી બ્રિજનું આયુષ્ય વધારવામાં મદદ મળશે તેમજ ચોમાસા દરમિયાન પૂરના સમયે થતા ધોવાણ સામે પણ વધુ રક્ષણ મળશે. જેના કારણે કાંસા, સરીયદ, સાંપ્રા અને ઉંદરા સહિતના ગામો વચ્ચે બારેમાસ વાહનવ્યવહાર જળવાઈ રહેશે. બ્રિજ પરથી ભારે વાહનોની અવરજવર વધુ સુગમ બનતાં ખેડૂતોને કૃષિ પેદાશોના પરિવહનમાં સરળતા રહેશે. તેમજ શાળાના વિદ્યાર્થીઓ અને 108 જેવી ઇમરજન્સી સેવાઓને પણ ઝડપી અને સુરક્ષિત પરિવહનનો લાભ મળશે.

કાંસા-સરીયદ-સાંપ્રા-ઉંદરા માર્ગ પાટણ તાલુકાના મહત્વના ગ્રામ્ય વિસ્તારોને જોડતો મુખ્ય માર્ગ હોવાથી સરીયદ બ્રિજની કામગીરી પૂર્ણ થવાથી આ વિસ્તારો વચ્ચેની કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે. માર્ગ વ્યવસ્થા વધુ સુદૃઢ બનતાં સ્થાનિક રોજગાર અને આર્થિક પ્રવૃત્તિઓને પણ વેગ મળશે. આમ, રૂ.171.00 લાખના ખર્ચે પૂર્ણ થયેલી સરીયદ બ્રિજની કામગીરીથી પાટણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના નાગરિકોને સુરક્ષિત, સુગમ અને વધુ મજબૂત માર્ગ સુવિધાનો લાભ પ્રાપ્ત થશે.

More Read

શેઠ એમ. એન. હાઈસ્કૂલમાં શિક્ષક દિનની થઈ અનોખી ઉજવણી
પાટણમાં ભૂગર્ભ ગટરનો પ્રશ્ન બન્યો જનઆક્રોશનું કારણ, લોકો રસ્તા પર ઉતર્યા
રાધનપુર નગરપાલિકાની કથળેલી સ્થિતિ સામે કોંગ્રેસનો હલ્લાબોલ
ડભોઈની ઉમા સોસાયટીમાં લીમડાના થડમાંથી દૂધ જેવી સફેદ ધાર વહેતાં લોકોમાં ભારે કુતૂહલ
Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article એ.સી.બી. ની સફળ ટ્રેપ,ફરીયાદી:- એક જાગૃત નાગરીક
Next Article 08/09/2026 Capital Message Newspaper
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

08/09/2026 Capital Message Newspaper

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

૧૦ ફૂટ લાંબા મહાકાય અજગરનું સફળ રેસ્ક્યુ; સ્થાનિકોએ લીધો રાહતનો શ્વાસ

ગુજરાત

ડભોઇમાં મીડિયાના અહેવાલની ધારદાર અસર

ગુજરાત

અકોટી બસ સ્ટેશન બન્યું બદહાલ: તંત્રની ઘોર ઉપેક્ષા

ગુજરાત

ડભોઇ ચીફ ઓફિસરની ખંભાત બદલી: ભાવભીની વિદાય

ગુજરાત

શેઠ એમ. એન. હાઈસ્કૂલ, પાટણના વિદ્યાર્થીએ ચિત્રસ્પર્ધામાં મેળવી અદ્વિતીય સિદ્ધિ

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video