Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » રાધનપુર નગરપાલિકાની કથળેલી સ્થિતિ સામે કોંગ્રેસનો હલ્લાબોલ
ગુજરાત

રાધનપુર નગરપાલિકાની કથળેલી સ્થિતિ સામે કોંગ્રેસનો હલ્લાબોલ

Rajeshkumar Jadav
Last updated: September 5, 2026 8:17 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
3 Min Read
SHARE

રાધનપુર નગરપાલિકાની કથળેલી સ્થિતિ સામે કોંગ્રેસનો હલ્લાબોલ, પાલિકા કેમ્પસમાં રામધૂન બોલાવી વિરોધ

રાધનપુરમાં પાયાની સુવિધાઓનાં અભાવને લઇને સ્થાનિકોને સાથે રાખી કોંગ્રેસે વિરોધ દર્શાવ્યો -પ્રજાની રજૂઆત સાંભળવાનાં બદલે પાલિકા પ્રમુખની ચેમ્બરમાજ તાળું

પાલિકામાં ઉપપ્રમુખની ચેમ્બર ખાલી જયારે પંખા-લાઈટ ચાલુ વીજળી નૉ વેળફાટ ; ‘રાધનપુરને નરકાગાર બનાવ્યું’ કહી ચીફ ઓફિસરને ‘સર્વશ્રેષ્ઠ એવોર્ડ’ આપી કોંગ્રેસે કર્યો કટાક્ષ

 

More Read

ભગિની સમાજ પાટણમાં મહિલા અને બાળ વિકાસ કચેરી દ્વારા બેબી કીટનું વિતરણ કરાયું
રૂ.1.71 કરોડના ખર્ચે સરીયદ બ્રિજનું પ્રોટેક્શન વર્ક અને બેરિંગ રિપ્લેસમેન્ટ પૂર્ણ
સેવા સંકલ્પ અભિયાન ૨૦૨૬
શિક્ષણવિદ્ ડૉ. જય ધ્રુવની વૈશ્વિક આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી સાથે પ્રેરણાદાયી મુલાકાત

કેપિટલ મેસેજ

Capital message

રાધનપુર : રાધનપુર નગરપાલિકામાં પાયાની સુવિધાઓના અભાવ અને શહેરની કથળતી સ્થિતિને લઈને કોંગ્રેસ કાર્યકરો તથા સ્થાનિકોએ નગરપાલિકા કચેરી ખાતે વિરોધ નોંધાવી તંત્ર સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. પાણી, ભૂગર્ભ ગટર, સફાઈ અને બિસ્માર રસ્તાઓ સહિતના પ્રજાના પ્રશ્નોને લઈને રજૂઆત કરવા આવેલા અરજદારોને નગરપાલિકા પ્રમુખ હાજર ન મળતાં તેમની ચેમ્બરને તાળું લાગેલું જોવા મળ્યું હતું. જેને લઈને કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો હતો કે પ્રજા પોતાની સમસ્યાઓ લઈને કચેરીએ આવે છે ત્યારે જવાબદાર પદાધિકારી જ હાજર ન હોય તો રજૂઆત કોને કરવી?

More Read

ગુરુથી ગ્લોબલ ગુરુ – શિક્ષકનું સમર્પણ, સામાજિક અનુબંધ અને આજના પડકારો…..
ખેડૂત સશક્તિકરણ તરફ વધુ એક મહત્વપૂર્ણ પગલું…
અનુસૂચિત જાતિના નાગરિકોના આધારકાર્ડ સુધારણા માટે સરળ પ્રક્રિયાની માંગ
કલ્યાણમા – શ્રીમતી ગીતાબેન રાકેશકુમાર શાહને સ્મરણાંજલિ, ભાવાંજલિ અને પુષ્પાંજલિ અર્પણ….

વિરોધ દરમિયાન નગરપાલિકાની કામગીરીની બીજી પણ એક સ્થિતિ સામે આવી હતી. પ્રમુખની ચેમ્બર પાસે આવેલી ઉપપ્રમુખની ચેમ્બરમાં કોઈ હાજર ન હોવા છતાં પંખા અને લાઈટ ચાલુ જોવા મળ્યા હતા. એક તરફ પ્રજા પાયાની સુવિધાઓ માટે પરેશાન છે અને બીજી તરફ ખાલી ચેમ્બરમાં વીજળીનો વેડફાટ થતો હોવાનો મુદ્દો કોંગ્રેસ કાર્યકરો અને સ્થાનિકોએ ઉઠાવી નગરપાલિકા તંત્રની કામગીરી સામે સવાલો કર્યા હતા.

કોંગ્રેસ કાર્યકરો દ્વારા નગરપાલિકા કેમ્પસમાં રામધૂન બોલાવી સત્તાધીશોને સદબુદ્ધિ આવે અને પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ થાય તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે રાધનપુરના વિવિધ વિસ્તારોમાં નિયમિત પાણી મળતું નથી અને ક્યાંક ત્રણથી પાંચ દિવસે માત્ર એક ટાઈમ પાણી મળતું હોવાના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

શહેરમાં ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યા, ગંદકીના ઢગલા અને બિસ્માર માર્ગોની સ્થિતિને લઈને પણ કોંગ્રેસે નગરપાલિકા તંત્રને ઘેર્યું હતું. અનેકવાર રજૂઆતો કરવા છતાં સમસ્યાઓનું કાયમી નિરાકરણ ન આવતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. રસ્તાઓની હાલત એટલી કથળેલી હોવાનો પણ વિરોધ કરાયો હતો કે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

નગરપાલિકાની કથળેલી કામગીરી સામે કટાક્ષરૂપે કોંગ્રેસ કાર્યકરો અને સ્થાનિકોએ ચીફ ઓફિસર પ્રજ્ઞાબેન કોડીયાતરને ‘સર્વશ્રેષ્ઠ એવોર્ડ’ આપી વિરોધ નોંધાવ્યો હતો. રાધનપુરને આવી કથળેલી સ્થિતિમાં રાખવા બદલ આ એવોર્ડ આપવામાં આવ્યો હોવાનો કોંગ્રેસે કટાક્ષ કર્યો હતો. એવોર્ડ આપવાના મુદ્દે ચીફ ઓફિસર અને અરજદારો વચ્ચે તીખી બોલાચાલી થતાં પાલિકા કચેરીમાં વાતાવરણ ગરમાયું હતું. કોંગ્રેસે ચીફ ઓફિસરના વર્તન સામે પણ સવાલો ઉઠાવ્યા હતા.

More Read

લેખક: ડૉ. ધનરાજ કાંતિલાલ ઠક્કર (રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા અને આચાર્ય, શેઠ એમ.એન. હાઈસ્કૂલ – પાટણ)
શેઠ એમ. એન. હાઈસ્કૂલમાં શિક્ષક દિનની થઈ અનોખી ઉજવણી
પાટણમાં ભૂગર્ભ ગટરનો પ્રશ્ન બન્યો જનઆક્રોશનું કારણ, લોકો રસ્તા પર ઉતર્યા
ડભોઈની ઉમા સોસાયટીમાં લીમડાના થડમાંથી દૂધ જેવી સફેદ ધાર વહેતાં લોકોમાં ભારે કુતૂહલ

બીજી તરફ ચીફ ઓફિસર પ્રજ્ઞાબેન કોડીયાતરે ગટર અંગે ભૂગર્ભ ગટરનો ‘ફેઝ-વન ફેલ’ થયો હોવાનું જણાવ્યું હતું. નગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં ત્રણ દિવસે પીવાનું પાણી આપવામાં આવતું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. સાથે રાધનપુરમાં વિકાસકામો થઈ રહ્યા હોવાનો બચાવ કર્યો હતો.

આ સમગ્ર વિરોધ દરમિયાન એક તરફ પ્રજાના પ્રશ્નો લઈને આવેલા સ્થાનિકો, બીજી તરફ જવાબદાર પદાધિકારીની ગેરહાજરી, ખાલી ચેમ્બરમાં ચાલુ પંખા-લાઈટ અને ચીફ ઓફિસર સાથે થયેલી તીખી બોલાચાલી મુદ્દે નગરપાલિકા તંત્રની કામગીરી ચર્ચાના કેન્દ્રમાં રહી હતી.

રિપોર્ટ : અનિલ રામાનુજ, પાટણ

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article ડભોઈની ઉમા સોસાયટીમાં લીમડાના થડમાંથી દૂધ જેવી સફેદ ધાર વહેતાં લોકોમાં ભારે કુતૂહલ
Next Article સમીના ગોચનાદ ગામે અનોખી પરંપરા: વહુઓ સાસરિયામાં જ રમે કાનુડો!
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

08/09/2026 Capital Message Newspaper

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

૧૦ ફૂટ લાંબા મહાકાય અજગરનું સફળ રેસ્ક્યુ; સ્થાનિકોએ લીધો રાહતનો શ્વાસ

ગુજરાત

ડભોઇમાં મીડિયાના અહેવાલની ધારદાર અસર

ગુજરાત

અકોટી બસ સ્ટેશન બન્યું બદહાલ: તંત્રની ઘોર ઉપેક્ષા

ગુજરાત

ડભોઇ ચીફ ઓફિસરની ખંભાત બદલી: ભાવભીની વિદાય

ગુજરાત

શેઠ એમ. એન. હાઈસ્કૂલ, પાટણના વિદ્યાર્થીએ ચિત્રસ્પર્ધામાં મેળવી અદ્વિતીય સિદ્ધિ

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video