અકોટી બસ સ્ટેશન બન્યું બદહાલ: તંત્રની ઘોર ઉપેક્ષા

ડભોઇ તાલુકાના અકોટી ગામે સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ પર આવેલું બસ સ્ટેશન બન્યું બદહાલ ઝાડી-ઝાંખરા અને કચરાનું સામ્રાજ્ય
દેશ-વિદેશના પ્રવાસીઓની અવરજવર છતાં તંત્રની ઘોર ઉપેક્ષા; મુસાફરો અને સ્થાનિકોમાં ભારે રોષ
કેપિટલ મેસેજ
Capital message
વિશ્વવિખ્યાત સ્ટેચ્યુ ઓફ યુનિટી’ને જોડતા મુખ્ય સ્ટેટ હાઇવે પર આવેલા ડભોઇ તાલુકાના અકોટી ગામનું બસ સ્ટેન્ડ હાલ તંત્રની ઘોર લાપરવાહીનો ભોગ બન્યું છે. મુસાફરોની સુવિધા માટે લાખો રૂપિયાના ખર્ચે ઊભા કરાયેલા આ બસ સ્ટેશનની આસપાસ હાલ ગાંડા બાવળ, જંગલી વેલાઓ અને કચરાના ઢગલા ખડકાઈ ગયા છે, જેના કારણે બસ સ્ટેન્ડ અવાવરું અને ભૂતિયા સ્થળ જેવું ભાસી રહ્યું છે ઝાડી-ઝાંખરાનું સામ્રાજ્ય: બસ સ્ટેશનની ચારેય તરફ ઉગી નીકળેલી વિશાળ જંગલી વનસ્પતિ અને કાંટાળા બાવળોને કારણે મુસાફરોને અંદર ઊભા રહેવું પણ મુશ્કેલ બન્યું છે જીવજંતુઓનો ભય ગંદકી અને ઝાડીઓને લીધે ઝેરી જીવજંતુઓ તથા સાપ-વીંછીનો ઉપદ્રવ વધતાં રાત્રિના સમયે બસની રાહ જોતા મુસાફરો માટે ભારે જોખમ ઊભું થયું છે

પ્રવાસન માર્ગ પર ખરાબ છાપ: સ્ટેચ્યુ ઓફ યુનિટીના દર્શનાર્થે દરરોજ દેશ-વિદેશમાંથી હજારો પ્રવાસીઓ આ હાઇવે પરથી પસાર થાય છે. મુખ્ય માર્ગ પર જ બસ સ્ટેન્ડની આવી દુર્દશા ગુજરાતના પ્રવાસન વિભાગ અને રાજ્ય સરકારની છબી ખરડી રહી છે અધિકારીઓની ઉદાસીનતા: સ્ટેટ હાઇવે અને સંબંધિત પંચાયત તંત્રના અધિકારીઓ આ માર્ગ પરથી નિયમિત અવરજવર કરતા હોવા છતાં આ ગંદકી સામે આંખ આડા કાન કરી રહ્યા છેઅકોટી ગામ સહિત આસપાસના ગ્રામજનો કે તંત્ર તાત્કાલિક કુંભકર્ણ નિંદ્રામાંથી જાગે, બસ સ્ટેન્ડ પરિસરની યોગ્ય સાફ-સફાઈ કરાવે અને મુસાફરો માટે પ્રાથમિક સુવિધાઓ પુ કાર્યરત કરે હવે જોવાનું એ રહ્યું કે ઉચ્ચ અધિકારીઓ ક્યારે આ બાબતે ગંભીરતા દાખવી કાર્યવાહી હાથ ધરે છે.
રિપોર્ટ :- ફઝલ રઝાક ખત્રી, ડભોઈ
