Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » ગુરુથી ગ્લોબલ ગુરુ – શિક્ષકનું સમર્પણ, સામાજિક અનુબંધ અને આજના પડકારો…..
ગુજરાત

ગુરુથી ગ્લોબલ ગુરુ – શિક્ષકનું સમર્પણ, સામાજિક અનુબંધ અને આજના પડકારો…..

Rajeshkumar Jadav
Last updated: September 5, 2026 12:30 pm
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
4 Min Read
SHARE

ગુરુથી ગ્લોબલ ગુરુ – શિક્ષકનું સમર્પણ, સામાજિક અનુબંધ અને આજના પડકારો…..

 

“શિક્ષક એ દીવો છે જે પોતે બળીને બીજાના જીવનમાં અજવાળું પાથરે છે.”

ગુરુકુળથી લઈને આધુનિક ડિજિટલ યુગ સુધી સમાજ અને સભ્યતાના ઘડતરમાં શિક્ષકનું સ્થાન અદ્રિતીય રહ્યું છે. શિક્ષક માત્ર પાઠ્યપુસ્તકો પૂરતો સીમિત નથી, પરંતુ તે જીવન જીવવાની કળા અને સંસ્કારોનું સિંચન કરતો શિલ્પી છે.

ભારતમાં પ્રતિવર્ષ ૫ સપ્ટેમ્બરના રોજ પૂર્વ રાષ્ટ્રપતિ, મહાન તત્વચિંતક અને ઉત્કૃષ્ટ શિક્ષણવિદ્ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિને ‘શિક્ષક દિન’ તરીકે ઉજવવામાં આવે છે. જ્યારે તેમના પ્રશંસકોએ તેમનો જન્મદિવસ ઉજવવાની ઇચ્છા વ્યક્ત કરી, ત્યારે તેમણે કહ્યું હતું: “મારો જન્મદિવસ ઉજવવાને બદલે તેને શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે તો મને વધારે ગર્વ થશે.”

More Read

ભગિની સમાજ પાટણમાં મહિલા અને બાળ વિકાસ કચેરી દ્વારા બેબી કીટનું વિતરણ કરાયું
રૂ.1.71 કરોડના ખર્ચે સરીયદ બ્રિજનું પ્રોટેક્શન વર્ક અને બેરિંગ રિપ્લેસમેન્ટ પૂર્ણ
સેવા સંકલ્પ અભિયાન ૨૦૨૬
શિક્ષણવિદ્ ડૉ. જય ધ્રુવની વૈશ્વિક આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી સાથે પ્રેરણાદાયી મુલાકાત

આ દિવસ માત્ર પુષ્પગુચ્છ આપવાનો કે ઔપચારિક ભાષણો કરવાનો નથી, પરંતુ ગુરુ-શિષ્યના પવિત્ર સંબંધને તાજો કરવાનો, તેમના બલિદાનને બિરદાવવાનો અને શિક્ષણ પ્રણાલીમાં રહેલી ખામીઓને દૂર કરવા આત્મમંથન કરવાનો છે.

@ વિદ્યાર્થીનો પથદર્શક, વાલીનો વિશ્વાસ અને સમાજનો આધારસ્તંભ છે શિક્ષક….

વિદ્યાર્થી સાથે શિક્ષક એ બાળકના મનના અંધકારને દૂર કરનાર મિત્ર, માર્ગદર્શક અને ફિલોસોફર છે. તે બાળકની સુષુપ્ત શક્તિઓને ઓળખી તેને આત્મવિશ્વાસ આપે છે.

More Read

ખેડૂત સશક્તિકરણ તરફ વધુ એક મહત્વપૂર્ણ પગલું…
અનુસૂચિત જાતિના નાગરિકોના આધારકાર્ડ સુધારણા માટે સરળ પ્રક્રિયાની માંગ
કલ્યાણમા – શ્રીમતી ગીતાબેન રાકેશકુમાર શાહને સ્મરણાંજલિ, ભાવાંજલિ અને પુષ્પાંજલિ અર્પણ….
લેખક: ડૉ. ધનરાજ કાંતિલાલ ઠક્કર (રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા અને આચાર્ય, શેઠ એમ.એન. હાઈસ્કૂલ – પાટણ)

વાલી સાથે શિક્ષક પોતાના હૃદયના ટુકડા જેવા બાળકને શિક્ષકના હાથમાં સોંપે છે. આ સંબંધ પરસ્પર વિશ્વાસ, સહયોગ અને સંવાદ પર ટકેલો છે. બાળકના સર્વાંગી વિકાસ માટે બંને એક જ સિક્કાની બે બાજુ સમાન છે.

સમાજ સાથે શિક્ષક સમાજના નૈતિક મૂલ્યોનું રક્ષણ કરે છે. યોગ્ય નાગરિક તૈયાર કરીને તે સુસંસ્કૃત અને ભયમુક્ત સમાજનો પાયો નાખે છે.

@ શિક્ષકનું કર્તવ્ય અને સમર્પણ …

શિક્ષકની અક્ષરજ્ઞાનથી જીવનજ્ઞાન સુધીની અવિરત તપસ્યા વંદનીય અને સન્માનીય છે.

શિક્ષકનું સાચું કર્તવ્ય માત્ર અભ્યાસક્રમ પૂર્ણ કરાવવાનું નથી, પરંતુ વિદ્યાર્થીમાં જિજ્ઞાસા, વિવેકબુદ્ધિ અને રાષ્ટ્રપ્રેમ જગાડવાનું છે.

@ તટસ્થતા અને સમાનતાનો પર્યાયી એટલે શિક્ષક…

More Read

શેઠ એમ. એન. હાઈસ્કૂલમાં શિક્ષક દિનની થઈ અનોખી ઉજવણી
પાટણમાં ભૂગર્ભ ગટરનો પ્રશ્ન બન્યો જનઆક્રોશનું કારણ, લોકો રસ્તા પર ઉતર્યા
રાધનપુર નગરપાલિકાની કથળેલી સ્થિતિ સામે કોંગ્રેસનો હલ્લાબોલ
ડભોઈની ઉમા સોસાયટીમાં લીમડાના થડમાંથી દૂધ જેવી સફેદ ધાર વહેતાં લોકોમાં ભારે કુતૂહલ

વર્ગખંડમાં દરેક વિદ્યાર્થી સમાન છે—પછી તે ગરીબ હોય કે અમીર, તેજસ્વી હોય કે નબળો.

આજીવન શિક્ષણ અને બદલાવ માટે સમર્પણ ભાવનો દરિયો એટલે શિક્ષક

ગ્રામીણ વિસ્તારોમાં કે મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ પોતાના અંગત સુખોનો ત્યાગ કરીને શિક્ષણ આપવું એ શિક્ષકની તપસ્યાનું જીવંત ઉદાહરણ છે.

તે વિદ્યાર્થીની નિષ્ફળતાને પોતાની જવાબદારી અને તેની સફળતાને પોતાનો વિજય ગણે છે.

@ વર્તમાન યુગમાં શિક્ષકની મુશ્કેલીઓ અને પડકારો..

તમામ પ્રકારના પડકારો સામે અડીખમ ઊભેલ હિમાલય એટલે શિક્ષક.

ડિજિટલ ક્રાંતિ વચ્ચે સંસ્કારોના સિંચનનો કઠિન પડકાર ઝીલીને

આજના ઝડપથી બદલાતા યુગમાં અનેક નવા પડકારોનો સામનો કરનાર વ્યક્તિત્વ એટલે શિક્ષક.

@ પડકાર વાસ્તવિકતા અને અસર :

બિન-શૈક્ષણિક કામગીરીનો વધતો જતો બોઝ, વસ્તીગણતરી, ચૂંટણી કામગીરી અને અન્ય વહીવટી કાર્યોથી શિક્ષણ કાર્ય પ્રભાવિત થાય છે. છતાં દરેક ફરજને રાષ્ટ્ર ફરજ સમજીને સતત હાર માન્યા સિવાય વર્ગોને જીવંત રાખે છે વિધાર્થીઓના હૃદયને ધબકતા રાખે છે.

@ ડિજિટલ યુગનો પ્રભાવ.

પ્રવર્તમાન સમયમાં ધ્યાન ભટકાવનાર સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાના કારણે વિદ્યાર્થીઓમાં એકાગ્રતા અને વાંચન કળા ઘટી છે.

અપેક્ષાઓનો બોજ , વાલીઓ માત્ર ગુણ અને પરિણામ ઇચ્છે છે, જેનાથી સંસ્કાર અને જીવનમૂલ્યો ક્યાંક છૂટી જાય છે.

સન્માન અને સ્વાયત્તતામાં થતો જતો ઘટાડો. વ્યવસાયીકરણના કારણે શિક્ષણ ક્ષેત્રે શિક્ષકની પ્રતિષ્ઠા અને શિસ્ત રાખવાના અધિકારો સીમિત બન્યા છે.

@ શિક્ષકનો કોઈ વિકલ્પ નથી..

શિક્ષક એ માત્ર એક પદ કે નોકરી નથી, પણ સમાજને દિશા આપતું એક જીવંત મિશન છે. ભલે ગમે તેટલી ટેક્નોલોજી કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આવી જાય, પણ જે સ્નેહ, સંવેદના, માર્ગદર્શન અને જીવનમૂલ્યો તો માત્રને માત્ર એક જીવંત શિક્ષક આપી શકે છે, તેનું સ્થાન કોઈ મશીન ક્યારેય લઈ શકશે નહીં.

આ શિક્ષક દિને તમામ ગુરુજનોનો ઋણ સ્વીકાર કરતાં તેમના ચરણોમાં વંદન કરું છું અને શિક્ષકનું શિક્ષત્વ અખંડ રાખવા પ્રભુને પ્રાર્થના….. સંકલન : ડૉ ઝુઝારસંગ એન. સોઢા , ઈ.આચાર્ય પી.પી.જી. એક્સપરિમેન્ટલ હાઈસ્કૂલ પાટણ

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article એ.સી.બી. ની સફળ ટ્રેપ, ફરીયાદી:- એક જાગૃત નાગરીક
Next Article એ.સી.બી. સફળ ટ્રેપ, ફરીયાદી :- એક જાગૃત નાગરીક
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

08/09/2026 Capital Message Newspaper

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

૧૦ ફૂટ લાંબા મહાકાય અજગરનું સફળ રેસ્ક્યુ; સ્થાનિકોએ લીધો રાહતનો શ્વાસ

ગુજરાત

ડભોઇમાં મીડિયાના અહેવાલની ધારદાર અસર

ગુજરાત

અકોટી બસ સ્ટેશન બન્યું બદહાલ: તંત્રની ઘોર ઉપેક્ષા

ગુજરાત

ડભોઇ ચીફ ઓફિસરની ખંભાત બદલી: ભાવભીની વિદાય

ગુજરાત

શેઠ એમ. એન. હાઈસ્કૂલ, પાટણના વિદ્યાર્થીએ ચિત્રસ્પર્ધામાં મેળવી અદ્વિતીય સિદ્ધિ

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video