ભાજપ પાટણ જિલ્લા કિસાન મોરચામાં નવા જિલ્લા કિસાન મોરચા મંત્રીની નિમણૂક
કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
પાટણ, તા. 18 જુલાઈ: ભારતીય જનતા પાર્ટી, પાટણ જિલ્લા દ્વારા સંગઠનાત્મક નિમણૂક જાહેર કરવામાં આવી છે. જિલ્લા કિસાન મોરચાના સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે ભરતભાઈ માનુભાઈ ચાવડા (શંખેશ્વર તાલુકા) ની જિલ્લા કિસાન મોરચા મંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે.
આ નિમણૂક અંગેનો સત્તાવાર નિમણૂક પત્ર જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ અશ્વિનભાઈ પટેલ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. નિમણૂક પત્રમાં જણાવાયું છે કે સંગઠન દ્વારા સોંપવામાં આવેલી જવાબદારીઓને નિષ્ઠા અને સમર્પણથી નિભાવવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.
ભાજપના કાર્યકરો અને કિસાન મોરચાના આગેવાનો દ્વારા ભરતભાઈ ચાવડાને નવી જવાબદારી બદલ શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. તેમની નિમણૂકથી જિલ્લા કિસાન મોરચાના સંગઠનને વધુ ગતિ અને મજબૂતી મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
