Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » ગુજરાત ATSની મોટી કાર્યવાહી : જૈશ-એ-મોહમ્મદના વધુ 5 શંકાસ્પદ આતંકીઓ ઝડપાયા
ક્રાઈમ

ગુજરાત ATSની મોટી કાર્યવાહી : જૈશ-એ-મોહમ્મદના વધુ 5 શંકાસ્પદ આતંકીઓ ઝડપાયા

Rajeshkumar Jadav
Last updated: July 18, 2026 4:46 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
3 Min Read
SHARE

ગુજરાત ATSની મોટી કાર્યવાહી : જૈશ-એ-મોહમ્મદના વધુ 5 શંકાસ્પદ આતંકીઓ ઝડપાયા

કેપિટલ મેસેજ, ન્યુઝ 

Capital message 

સિદ્ધપુરના ખાડિયાસણ ગામની મદ્રેસા સુધી પહોંચ્યો તપાસનો દોર, બોમ્બ વિસ્ફોટના કાવતરાની તપાસ તેજ

More Read

એ.સી.બી. ની સફળ ટ્રેપ,ફરીયાદી:- એક જાગૃત નાગરીક
એ.સી.બી. સફળ ટ્રેપ, ફરીયાદી :- એક જાગૃત નાગરીક
એ.સી.બી. ની સફળ ટ્રેપ, ફરીયાદી:- એક જાગૃત નાગરીક
એ.સી.બી. સફળ ટ્રેપ, ફરીયાદી :- એક જાગૃત નાગરીક

ગુજરાત ATS એ વધુ 5 આતંકી ઝડપ્યા- ખડીયાસણનો આતંકી ટાઈમ બૉમ્બ બનાવી કરતો હતો પ્રેક્ટિસ

આતંકીઓની પૂછપરછમા ખુલાસા – પાકિસ્તાની હેન્ડલરના સીધા સંપર્ક મા હતા

મોટુ આતંકી કાવતરું નિષ્ફળ – ATS ઍ વધૂ 5 શંકાસ્પદો ને ઝડપ્યા

More Read

રૂબરૂ ફરીયાદી એ.સી.બી. સફળ ટ્રેપ, ફરીયાદી :- એક જાગૃત નાગરીક
એ.સી.બી.ની સફળ ટ્રેપ: ફરિયાદી એક જાગૃત નાગરિક
ડભોઇ-વડોદરા હાઇવે પર પલાસવાડા સીમમાં દિવ્યાંગ યુવકની સાંકળથી ગળે ટૂંપો આપી હત્યા
ડીસામાં ક્રૂરતાપૂર્વક 13 પશુઓની હેરાફેરી ઝડપાઈ, રાધનપુરના શખ્સ સામે ગુનો

પાટણ : ગુજરાત ATS દ્વારા આતંકવાદ વિરુદ્ધ વધુ એક મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરતાં જૈશ-એ-મોહમ્મદ સાથે કથિત રીતે સંકળાયેલા વધુ પાંચ શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે. તપાસનો દોર હવે પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ખાડિયાસણ ગામ સુધી પહોંચ્યો છે. અગાઉ પણ આ જ મામલે ખાડિયાસણ ગામની એક મદ્રેસા સાથે જોડાયેલા ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલા પાંચ પૈકી મોહમદ અયુબ કડીવાલ ખાડિયાસણ ગામ સ્થિત ‘જામિયા અબુલ હસન’ મદ્રેસામાં અભ્યાસ કરતો હતો. તપાસ એજન્સીને અગાઉ ઝડપાયેલા આરોપીઓ સાથે તેના સીધા સંપર્કના પુરાવા મળ્યા હોવાનું જાણવા મળ્યું છે.

તપાસ દરમિયાન ATSને એવી પણ માહિતી મળી છે કે આરોપીઓ વિસ્ફોટક બનાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તપાસ મુજબ ખાડિયાસણ ગામની બહાર આવેલા ખુલ્લા ખેતરોમાં કથિત રીતે અનેક વખત બોમ્બ વિસ્ફોટના પરીક્ષણ કરવાનોz પ્રયાસ કરવામાં આવ્યો હતો, જોકે તે સફળ રહ્યો નહોતો. આ દાવાઓની તપાસ હાલ ATS દ્વારા કરવામાં આવી રહી છે.

આ કેસની તપાસના ભાગરૂપે ATSની ટીમ ખાડિયાસણ સ્થિત મદ્રેસામાં પણ પહોંચી હતી. તપાસ દરમિયાન મદ્રેસાના ટ્રસ્ટીઓ સ્થળ પર હાજર ન હોવાનું અને તેમની પૂછપરછ માટે તપાસ ચાલુ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

પકડાયેલા મોહમદ અયુબ કડીવાલના પિતાએ મીડિયા સમક્ષ જણાવ્યું કે તેમને તેમના પુત્રની કથિત દેશવિરોધી પ્રવૃત્તિઓ અંગે કોઈ જાણકારી નહોતી. તેમણે કહ્યું કે જો તપાસમાં તેમનો પુત્ર આવા કૃત્યોમાં સંડોવાયેલો સાબિત થશે તો તેઓ તેના કૃત્યને કોઈપણ રીતે સમર્થન આપતા નથી.

More Read

એ.સી.બી સફળ ટ્રેપ, ફરીયાદી : એક જાગૃત નાગરિક
એ.સી.બી. સફળ ટ્રેપ
એ.સી.બી.ની સફળ ડીકોય
ગાંધીધામમાંથી ચોરાયેલી મોટરસાયકલ સાથે એક આરોપીને રાધનપુર પોલીસે ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલ્યો

ગુજરાત ATS દ્વારા ઝડપાયેલા પાંચેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. હવે તપાસનો મુખ્ય કેન્દ્રબિંદુ એ છે કે કથિત રીતે વિસ્ફોટક બનાવવા માટેની સામગ્રી ક્યાંથી મેળવવામાં આવતી હતી, તેમાં અન્ય કોણ-કોણ સંકળાયેલા હતા અને સમગ્ર નેટવર્ક કેટલું વિસ્તરેલું હતું. આ તમામ મુદ્દાઓ અંગે ATS દ્વારા સઘન તપાસ ચાલી રહી છે.

રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર, પાટણ

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article રાધનપુરની પીવાના પાણીની ટાંકીના કામમાં બાળ મજૂરી
Next Article ભરતભાઈ ચાવડા જિલ્લા કિસાન મોરચા મંત્રી બન્યા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

ભગિની સમાજ પાટણમાં મહિલા અને બાળ વિકાસ કચેરી દ્વારા બેબી કીટનું વિતરણ કરાયું

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ક્રાઈમ

પાટણ : સાંતલપુરના મઢુત્રા ગામેથી ₹5.43 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

ક્રાઈમ

રાધનપુરના રવિધામ વિસ્તારમાં યુવકનો ગળે ફાંસો ખાઈ આત્મહત્યા, પરિવારમાં શોકની લાગણી

ક્રાઈમ

એસીબી સફળ ટ્રેપ, ફરીયાદી :- એક જાગૃત નાગરિક

ક્રાઈમ

એ.સી.બી. સફળ ટ્રેપ ફરીયાદી: એક જાગૃત નાગરીક

ક્રાઈમ

વડોદરા ગ્રામ્ય એલસીબીએ દારૂ ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video