રૂબરૂ ફરીયાદી એ.સી.બી. સફળ ટ્રેપ,
ફરીયાદી :- એક જાગૃત નાગરીક
આરોપી :- (૧) શિલ્પાબેન વા/ઓ વિજયભાઇ આહિર (પ્રજાજન), નવ જીવન ક્રાઇમ અધિકાર ન્યુઝ, રહે. ૨૦, રામકૃષ્ણ સોસાયટી, નિકોલ ગામ રોડ, ઉત્તમનગરની બાજુમાં, અમદાવાદ શહેર
(ર) વિજયભાઇ ડાહયાભાઇ આહીર (પ્રજાજન), નવ જીવન ક્રાઇમ અધિકાર ન્યુઝ, રહે. ૨૦, રામકૃષ્ણ સોસાયટી, નિકોલ ગામ રોડ, ઉત્તમનગરની બાજુમાં, અમદાવાદ શહેર
ટ્રેપની તારીખ :- તા.૧૯/૦૮/૨૦૨૬
લાંચની માંગણીની રકમ :- રૂા.૩,૧૫,૦૦૦/-
લાંચની સ્વીકારેલ રકમ :- રૂા.૩,૧૫,૦૦૦/-
લાંચની રીકવર કરેલ રકમ :- રૂા.૩,૧૫,૦૦૦/-
ગુનાનુ સ્થળ :- મોજે સોનીની ચાલી ચાર રસ્તા જાહેર રોડ ઉપર આરોપીની વેગાનાર ગાડીમાં, અમદાવાદ શહેર
ટુંક વિગત :- એવી રીતે કે આ કામના ફરીયાદીએ પોતાના મકાન અને દુકાનના ઉપરના ભાગે પ્રથમ માળે પતરાની છત દુર કરી સ્લેપ ભરી પાકુ બાંધકામ કરેલ જે બાંધકામ અનુસંધાને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, નગર વિકાસ ખાતુ, પુર્વ ઝોન તરફથી ફરીયાદીની માતાના નામે બાંધકામ બિન પરવાનગી / વિના મંજુરીનુ અને બીન પરવાનગીનુ બાંધકામ કેમ દુર નહી કરવુ તે બાબતેની બે નોટીસો મળેલ હતી. આ બાબતે આ કામના આક્ષેપિતે નં. (૧) એ ફરીયાદીનો સંપર્ક કરી ફરીયાદીના ઘરના પ્રથમ માળનુ નવુ બાંધકામ તોડાવી નાખવાની ધમકી આપી નવુ બાંધકામ નહી તોડાવવા માટે એ.એમ.સી.ના અધિકારીઓના રૂ. ૩,૦૦,૦૦૦/- અને આક્ષેપિત (૧) એ પોતાના રૂ.૨૫,૦૦૦/- એમ કુલ રૂ. ૩,૨૫,૦૦૦/- ની લાંચની માંગણી કરેલ. જે પૈકી રૂ.૧૦,૦૦૦/- આક્ષેપિત નં. (૧) એ ફરીયાદી પાસેથી લઇ લીધેલ અને બાકીના રૂ. ૩,૧૫,૦૦૦/- આજ રોજ આપવાના વાયદો કરેલ પરંતુ ફરીયાદી આ લાંચના નાણા આપવા માંગતા ન હોઇ આણંદ એ.સી.બી.પો.સ્ટે. ખાતે આવી પોતાની ફરીયાદ આપતા ફરીયાદીની ફરીયાદ આધારે આજ તા.૧૯/૦૮/૨૦૨૬ ના રોજ લાંચનુ છટકુ ગોઠવતા બન્ને આક્ષેપિતોએ ફરીયાદી સાથે ફરીયાદી પાસેથી લાંચના નાણા રૂ.૩,૧૫,૦૦૦/- સ્વીકારી સ્થળ ઉપર પકડાઇ જઇ ગુનો કર્યા વિ.બાબત.
ટ્રેપીંગ અધિકારી :- આર.એન.વિરાણી, પોલીસ ઇન્સ્પેકટર, આણંદ એ.સી.બી. પો.સ્ટે., આણંદ તથા ટીમ
સુપરવિઝન અધિકારી :- એમ.એચ.પુવાર, મદદનીશ નિયામક, એ.સી.બી., અમદાવાદ એકમ, અમદાવાદ
ઇન્ચાર્જ અધિકારી :-
ભારતી પંડયા,
નાયબ નિયામક,
એ.સી.બી., મુખ્ય મથક, અમદાવાદ
