શેઠ એમ. એન. હાઈસ્કૂલ, પાટણની વિધાર્થીની નાયક સુહાની નું શૌર્યગીત સ્પર્ધામાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન

લાયન્સ ક્લબ ઓફ પાટણ દ્વારા આયોજિત શૌર્યગીત સ્પર્ધામાં શેઠ એમ. એન. હાઇસ્કુલની નાયક સુહાની પ્રથમ ક્રમે વિજેતા
નાયક સુહાનીએ શૌર્ય ગીત સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવી શાળા અને પરિવારનું વધાર્યું ગૌરવ;
શેઠ એમ. એન. હાઈસ્કૂલની નાયક સુહાની શિલ્ડ અને સર્ટિફિકેટથી સન્માનિત
કેપિટલ મેસેજ
Capital message
ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત શેઠ એમ. એન. હાઈસ્કૂલ, પાટણની ધોરણ 11આર્ટસમાં અભ્યાસ કરતી પ્રતિભાશાળી વિદ્યાર્થીની નાયક સુહાનીએ લાયન્સ અને લિયો ક્લબ ઓફ પાટણ દ્વારા આયોજિત શૌર્ય ગીત સ્પર્ધામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું છે. આ સિદ્ધિ બદલ સુહાનીને શિલ્ડ તથા સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવી હતી.
નાયક સુહાની ખૂબ જ સુંદર ગાયન પ્રતિભા ધરાવતી હોવાની સાથે અભ્યાસમાં પણ હોશિયાર છે અને શાળાની વિવિધ શૈક્ષણિક તેમજ શિક્ષણેત્તર પ્રવૃત્તિઓમાં હંમેશાં અગ્રેસર રહે છે. તેની આ સિદ્ધિ તેની પ્રતિભા, મહેનત અને સતત માર્ગદર્શનનું ઉત્તમ પરિણામ છે.

શૌર્ય ગીતની તૈયારી દરમિયાન શાળાના મદદનીશ શિક્ષિકા ડૉ. ગીતાબેન પરમાર દ્વારા સુહાનીને મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ગીતની રજૂઆતમાં ઢોલકનો સાથ શાળાના કોમ્પ્યુટર શિક્ષક વિશાલભાઈ પ્રજાપતિ દ્વારા તેમજ હાર્મોનિયમ પર પી.પી.જી. એક્સપરિમેન્ટલ હાઈસ્કૂલના વિપુલભાઈ સોલંકીએ સુંદર સંગત આપી હતી.
સુહાનીની આ સફળતા બદલ શાળાના આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કર તથા સમગ્ર શાળા પરિવારે વિદ્યાર્થીની નાયક સુહાની અને તેને માર્ગદર્શન આપનાર ડૉ. ગીતાબેન પરમારને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ વિશાલભાઈ પ્રજાપતિ અને વિપુલભાઈ સોલંકીના સહયોગને પણ બિરદાવ્યો હતો.
નાયક સુહાની પોતાની ગાયન પ્રતિભા દ્વારા આગામી સમયમાં પણ અનેક સફળતાઓ પ્રાપ્ત કરે અને શાળા તથા પરિવારનું નામ રોશન કરે તેવી હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
