એ.સી.બી સફળ ટ્રેપ, ફરીયાદી : એક જાગૃત નાગરિક
આરોપી : મનુજી સાકાજી ઠાકોર(પટ્ટાવાળા)
ચુવાળ- ડાંગરવા ગ્રામ પંચાયત,
રહે ચાલીસ ઘર ઠાકોર વાસ, ગામ-ડાંગરવા, તા-દેત્રોજ, જી.અમદાવાદ
ટ્રેપ ની તારીખ :- ૧૪/૦૮/૨૦૨૬
લાંચની માંગણી કરેલ રકમ રૂ.૫૦૦૦/-
લાંચની સ્વીકારેલ રકમ રૂ.૨૫૦૦/-
લાંચની રીકવર કરેલ રકમ રૂ.૨૫૦૦/-
ટ્રેપ નું સ્થળ :
ગ્રામ પંચાયત ઓફીસ ની સામે ગામ, ચુવાળ-ડાંગરવા તા-દેત્રોજ, જી.અમદાવાદ
ટૂંક વિગત :-
આ કામના ફરીયાદી નાઓનું પોતાની ધર્મ પત્ની ના નામે સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન મંજુર થયેલ હોય જે મકાન બનાવવા મળતી સહાય મેળવવા માટે પોતાના ગામની ગ્રામ પંચાયત ખાતે તલાટી મંત્રી નાઓને મળવા જતા તેમણે મકાન ની સહાય જોઇતી હોય તો વ્યવહાર કરવો પડશે અને તેના માટે પંચાયતના પટ્ટાવાળા મનુજી ઠાકોર નાઓને મળી લેવા જણાવતા મનુજી ઠાકોર ને મળતા તેમણે રૂ.૫૦૦૦/- નો વ્યવહાર કરવાની વાત કરેલ તેમજ એડવાન્સમાં રૂ.૨૫૦૦/- અને બાકીના મકાન ની સહાય મંજુર થયેથી આપવાનું જણાવેલ જેથી ફરીયાદી આ લાંચના નાણા આપવા માંગતા ના હોય અને ફરી એ અમદાવાદ ગ્રામ્ય એ.સી.બી પો.સ્ટે નો સંપર્ક કરી ફરીયાદ આપતા, ફરીયાદી ની ફરીયાદ ના આધારે આજરોજ તા.૧૪/૦૮/૨૦૨૬ નારોજ લાંચનું છટકુ ગોઠવતા આક્ષેપીતે લાંચના નાણા રૂ.૨૫૦૦/- સ્વીકારી સ્થળ ઉપર પકડાઈ જઇ ગુનો કર્યા વિગેરે બાબત.
ટ્રેપીંગ અધિકારી :-
સુ. ડી.બી.ગોસ્વામી,
પોલીસ ઇન્સપેક્ટર,
અમદાવાદ ગ્રામ્ય એ.સી. બી પી.સ્ટે.
સુપરવિઝન અધિકારી :-
એચ.એમ.પુવાર ,
મદદનીશ નિયામક,
એ.સી.બી અમદાવાદ એકમ, અમદાવાદ
ઇન્ચાર્જ અધિકારી :-
હરેશ.ડી.મેવાડા
નાયબ નિયામક,
એ.સી.બી અમદાવાદ,અમદાવાદ
