Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » NGES કેમ્પસની તમામ સંસ્થાઓ દ્વારા સ્વતંત્રતા દિવસની ગૌરવભેર ઉજવણી
ગુજરાત

NGES કેમ્પસની તમામ સંસ્થાઓ દ્વારા સ્વતંત્રતા દિવસની ગૌરવભેર ઉજવણી

Rajeshkumar Jadav
Last updated: August 15, 2026 7:02 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

NGES કેમ્પસની તમામ સંસ્થાઓ દ્વારા સ્વતંત્રતા દિવસની ગૌરવભેર ઉજવણી

BIPS અને PPG Experimental School દ્વારા 21 પરમવીર ચક્ર વિજેતા વીર જવાનોને શ્રદ્ધાંજલિ સાથે અનોખી ઉજવણી

“સ્વતંત્રતા માત્ર ઉજવવાનો દિવસ નથી, તે રાષ્ટ્રનિર્માણની જવાબદારી સ્વીકારવાનો સંકલ્પ છે.” – ડૉ. જય ધ્રુવ

કેપિટલ મેસેજ 

More Read

ભગિની સમાજ પાટણમાં મહિલા અને બાળ વિકાસ કચેરી દ્વારા બેબી કીટનું વિતરણ કરાયું
રૂ.1.71 કરોડના ખર્ચે સરીયદ બ્રિજનું પ્રોટેક્શન વર્ક અને બેરિંગ રિપ્લેસમેન્ટ પૂર્ણ
સેવા સંકલ્પ અભિયાન ૨૦૨૬
શિક્ષણવિદ્ ડૉ. જય ધ્રુવની વૈશ્વિક આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી સાથે પ્રેરણાદાયી મુલાકાત

Capital message 

પાટણ: નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી (NGES) સંચાલિત વિવિધ કોલેજો અને શાળાઓ ખાતે દેશભક્તિ, રાષ્ટ્રગૌરવ અને ‘રાષ્ટ્ર પ્રથમ’ની ભાવનાને કેન્દ્રસ્થાને રાખી સ્વતંત્રતા દિવસની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી.

આ ઉજવણી અંતર્ગત NGES કેમ્પસની વિવિધ સંસ્થાઓ દ્વારા દેશપ્રેમ અને રાષ્ટ્રનિર્માણની ભાવનાને પ્રેરણા આપતી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને Bhagwati International Public School (BIPS) અને PPG Experimental High School દ્વારા ભારતના સર્વોચ્ચ સૈન્ય શૌર્ય પુરસ્કાર પરમવીર ચક્રથી સન્માનિત 21 વીર જવાનોને સમર્પિત વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.

More Read

ગુરુથી ગ્લોબલ ગુરુ – શિક્ષકનું સમર્પણ, સામાજિક અનુબંધ અને આજના પડકારો…..
ખેડૂત સશક્તિકરણ તરફ વધુ એક મહત્વપૂર્ણ પગલું…
અનુસૂચિત જાતિના નાગરિકોના આધારકાર્ડ સુધારણા માટે સરળ પ્રક્રિયાની માંગ
કલ્યાણમા – શ્રીમતી ગીતાબેન રાકેશકુમાર શાહને સ્મરણાંજલિ, ભાવાંજલિ અને પુષ્પાંજલિ અર્પણ….

આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનાર પરમવીર ચક્ર વિજેતા વીર જવાનોના શૌર્ય, સાહસ, કર્તવ્યનિષ્ઠા અને અદમ્ય રાષ્ટ્રપ્રેમથી પરિચિત કરાવવાનો હતો. BIPS અને PPG Experimental Schoolના વિદ્યાર્થીઓ દ્વારા 21 પરમવીર ચક્ર વિજેતા વીર જવાનોની જીવનગાથા, તેમના પરાક્રમ, યુદ્ધભૂમિમાં દર્શાવેલા અદમ્ય સાહસ અને રાષ્ટ્ર માટે આપેલા સર્વોચ્ચ બલિદાનને રજૂ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર પ્રસ્તુતિ દ્વારા વિદ્યાર્થીઓમાં વીર જવાનો પ્રત્યે ગૌરવ, સન્માન અને રાષ્ટ્રપ્રેમની ભાવના વધુ પ્રબળ બની હતી.

કેમ્પસના સંચાલક ડૉ. જય ધ્રુવે જણાવ્યું હતું કે, “આપણું સ્વપ્ન એવા ભારતનું છે, જ્યાં યુવાનો માત્ર રોજગાર શોધે નહીં, પરંતુ રોજગારનું સર્જન કરે; શિક્ષણ માત્ર ડિગ્રી ન આપે, પરંતુ નેતૃત્વ અને સંસ્કાર આપે; અને દરેક બાળકના સપનામાં ‘રાષ્ટ્ર પ્રથમ’ની ભાવના જીવંત હોય. આપણા વીર જવાનોનું શૌર્ય, ખેડૂતોની મહેનત, વૈજ્ઞાનિકોની પ્રગતિ અને યુવાનોની ઊર્જા જ્યારે એક જ દિશામાં આગળ વધશે, ત્યારે આપણે આત્મનિર્ભર, સંસ્કારી, નવીન અને વિશ્વનું નેતૃત્વ કરતું ભારત નિર્માણ કરી શકીશું.”

કાર્યક્રમમાં NGES કેમ્પસની વિવિધ સંસ્થાઓના આદરણીય પ્રિન્સિપાલશ્રીઓ, અધ્યાપકમિત્રો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહી ‘રાષ્ટ્ર પ્રથમ’ની ભાવના સાથે રાષ્ટ્રહિત અને રાષ્ટ્રનિર્માણ માટે સંકલ્પ લીધો હતો. 21 પરમવીર ચક્ર વિજેતા વીર જવાનોની ગાથાને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડતી આ પહેલ દ્વારા સ્વતંત્રતા દિવસની ઉજવણી માત્ર એક રાષ્ટ્રીય પર્વ પૂરતી સીમિત ન રહી, પરંતુ વીરતા, ત્યાગ, કર્તવ્ય અને રાષ્ટ્રપ્રેમના મૂલ્યોને નવી પેઢીના મનમાં સંસ્કારિત કરતી પ્રેરણાદાયી પહેલ બની હતી.

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article એ.સી.બી સફળ ટ્રેપ, ફરીયાદી : એક જાગૃત નાગરિક
Next Article રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામે તાલુકા કક્ષાનો ભવ્ય ધ્વજવંદન સમારોહ યોજાયો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

08/09/2026 Capital Message Newspaper

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

ડભોઈની ઉમા સોસાયટીમાં લીમડાના થડમાંથી દૂધ જેવી સફેદ ધાર વહેતાં લોકોમાં ભારે કુતૂહલ

ગુજરાત

૧૦ ફૂટ લાંબા મહાકાય અજગરનું સફળ રેસ્ક્યુ; સ્થાનિકોએ લીધો રાહતનો શ્વાસ

ગુજરાત

ડભોઇમાં મીડિયાના અહેવાલની ધારદાર અસર

ગુજરાત

અકોટી બસ સ્ટેશન બન્યું બદહાલ: તંત્રની ઘોર ઉપેક્ષા

ગુજરાત

ડભોઇ ચીફ ઓફિસરની ખંભાત બદલી: ભાવભીની વિદાય

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video