Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » ગાંધીધામમાંથી ચોરાયેલી મોટરસાયકલ સાથે એક આરોપીને રાધનપુર પોલીસે ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલ્યો
ક્રાઈમ

ગાંધીધામમાંથી ચોરાયેલી મોટરસાયકલ સાથે એક આરોપીને રાધનપુર પોલીસે ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલ્યો

Rajeshkumar Jadav
Last updated: August 6, 2026 10:12 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

ગાંધીધામમાંથી ચોરાયેલી મોટરસાયકલ સાથે એક આરોપીને રાધનપુર પોલીસે ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલ્યો

 

કેપિટલ મેસેજ 

Capital message 

પાટણ જિલ્લામાં મિલકત સંબંધિત ગુનાઓનો ભેદ ઉકેલવા હાથ ધરવામાં આવેલી ઝુંબેશ અંતર્ગત રાધનપુર પોલીસે નોંધપાત્ર સફળતા મેળવી છે. પૂર્વ કચ્છ જિલ્લાના ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલી મોટરસાયકલ સાથે એક આરોપીને ઝડપી પાડી વણશોધાયેલ વાહનચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે.

More Read

એ.સી.બી. ની સફળ ટ્રેપ,ફરીયાદી:- એક જાગૃત નાગરીક
એ.સી.બી. સફળ ટ્રેપ, ફરીયાદી :- એક જાગૃત નાગરીક
એ.સી.બી. ની સફળ ટ્રેપ, ફરીયાદી:- એક જાગૃત નાગરીક
એ.સી.બી. સફળ ટ્રેપ, ફરીયાદી :- એક જાગૃત નાગરીક

પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ, પોલીસ અધિક્ષક વી.કે. નાયી તથા નાયબ પોલીસ અધિક્ષક કુણાલસિંહ એલ. પરમારના માર્ગદર્શન અને સૂચના મુજબ જિલ્લામાં મિલકત સંબંધિત ગુનાઓ શોધી કાઢવા માટે ખાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તે અંતર્ગત પોલીસ ઇન્સ્પેક્ટર આર.બી. વાધિયાના માર્ગદર્શન હેઠળ રાધનપુર પોલીસ સ્ટાફ પેટ્રોલિંગ તથા વણશોધાયેલા ગુનાઓની તપાસમાં વ્યસ્ત હતો.

તે દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે આશરે એક વર્ષ અગાઉ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલી હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ (રજિ. નં. GJ-12-DJ-8912) સાથે એક વ્યક્તિ રાધનપુરના મોટા ઠાકોરવાસથી રેલવે સ્ટેશન તરફ જવાના માર્ગ પર આવેલી ગુલશન કોલોની નજીક હાજર છે.

બાતમીના આધારે પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી શંકાસ્પદ વ્યક્તિને મોટરસાયકલ સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે યુક્તિ-પ્રયુક્તિથી પૂછપરછ કરતાં આરોપીએ મોટરસાયકલ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. ત્યારબાદ આરોપીને બી.એન.એસ.એસ. કલમ 35(1)(ઇ) હેઠળ અટકમાં લઈ વધુ કાયદેસરની કાર્યવાહી માટે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

More Read

રૂબરૂ ફરીયાદી એ.સી.બી. સફળ ટ્રેપ, ફરીયાદી :- એક જાગૃત નાગરીક
એ.સી.બી.ની સફળ ટ્રેપ: ફરિયાદી એક જાગૃત નાગરિક
ડભોઇ-વડોદરા હાઇવે પર પલાસવાડા સીમમાં દિવ્યાંગ યુવકની સાંકળથી ગળે ટૂંપો આપી હત્યા
ડીસામાં ક્રૂરતાપૂર્વક 13 પશુઓની હેરાફેરી ઝડપાઈ, રાધનપુરના શખ્સ સામે ગુનો

પકડાયેલા આરોપીની ઓળખ તલ્હાભાઈ રમઝાનભાઈ રાઉમા, મૂળ રહે. મેમદાવાદ, તા. રાધનપુર, હાલ રહે. ગુલશન કોલોની, રાધનપુર તરીકે થઈ છે.

પોલીસે આરોપી પાસેથી અંદાજે રૂ. 30,000 કિંમતની હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ (રજિ. નં. GJ-12-DJ-8912) કબજે કરી છે. તપાસ દરમિયાન આ વાહન ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા ગુના નં. 11993007261078/2026, બી.એન.એસ. કલમ 303(2) સાથે સંબંધિત હોવાનું બહાર આવ્યું છે.

આ સમગ્ર સફળ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર આર.બી. વાધિયાના માર્ગદર્શન હેઠળ આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ આશિષભાઈ વાલાભાઈ, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ જયદેવ ધીરજી, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ રાકેશભાઈ વેલાભાઈ, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ અજમલભાઈ સામાભાઈ, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ રાહુલકુમાર અમરતજી તથા આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ ચેતનકુમાર માધવલાલે સંયુક્ત રીતે અંજામ આપી હતી. પોલીસની આ કામગીરીથી લાંબા સમયથી વણશોધાયેલ વાહનચોરીના ગુનાનો સફળ ભેદ ઉકેલાયો છે.

રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article સિદ્ધપુરમાં ગંદકીનું સામ્રાજ્ય: પોલીસ લાઈનથી કાકોશી ફાટક સુધી કચરાના ઢગલા, નગરપાલિકાની કામગીરી સામે ઉઠ્યા સવાલ
Next Article ચાય પે ચર્ચામાં સરકારી યોજનાઓ પર મંથન સંત રવિદાસ કળશ યાત્રા માટે માસ્ટર પ્લાન
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

ભગિની સમાજ પાટણમાં મહિલા અને બાળ વિકાસ કચેરી દ્વારા બેબી કીટનું વિતરણ કરાયું

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ક્રાઈમ

રાધનપુરના રવિધામ વિસ્તારમાં યુવકનો ગળે ફાંસો ખાઈ આત્મહત્યા, પરિવારમાં શોકની લાગણી

ક્રાઈમ

એસીબી સફળ ટ્રેપ, ફરીયાદી :- એક જાગૃત નાગરિક

ક્રાઈમ

એ.સી.બી. સફળ ટ્રેપ ફરીયાદી: એક જાગૃત નાગરીક

ક્રાઈમ

વડોદરા ગ્રામ્ય એલસીબીએ દારૂ ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો

ક્રાઈમ

સેગુવાડામાં માટીના ઢગલા મુદ્દે ઝઘડો, બે ઇજાગ્રસ્ત

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video