એ.સી.બી.ની સફળ ડીકોય
ડીકોયર:- એક જાગૃત નાગરિક
આક્ષેપિત:- અલ્પાબેન D/O રમેશભાઇ પટેલ, ઉ.વ.૪૦, ધંધો નોકરી- તલાટી ક્રમ મંત્રી, સેલારી જુથ ગ્રામ પંચાયત, રહે.અયોધ્યાપુરી ચકરો, રાપર, તા.રાપર, જી.કચ્છ, મુળ રહે.મુવાડીગામ, તા.ખાનપુર, જી મહિસાગર
ગુનો બન્યા તારીખ- તા.૧૨/૦૮/૨૦૨૬
લાંચની માંગણીની રકમ:- રૂપિયા ૧૦૦૦/-
લાંચ સ્વીકારેલ રકમ:- રૂપિયા ૧૦૦૦/-
લાંચની રીકવર કરેલ રકમ:- રૂપિયા ૧૦૦૦/-
ગુનાનુ સ્થળ:- સેલારી જુથ ગ્રામ પંચાયતની ઓફીસ ગામ સેલારી તા.રાપર, જી.કચ્છ ખાતે
ગુનાની ટુંક વિગત:-આ કામે હકિકત એવી છે કે, આ કામે ખાનગી રાહે મળેલ રજુઆતો જેમાં રાપર તાલુકાના સેલારી જુથ ગ્રામ પંચાયત ખાતે ફરજ બજાવતા તલાટી કમ મંત્રી પંચાયતના સરકારી કામમાં જેવા કે, નોંધો પાડવી, વેરા ભરવા વિગેરે કામગીરી કરવા પેટે ગેરકાયદેસર રીતે રૂપિયા ૨૦૦/- થી ૫૦૦૦/-ની માંગણી કરી સ્વીકારે છે. જે એ.સી.બી. ગાંધીધામને હકીકત મળેલ જે આધારે બે સરકારી પંચો સાથે ડિકોયરનો સહકાર મેળવી લાંચના ડિકોય છટકાનું આયોજન કરવામાં આવેલ જેમાં આ કામના આક્ષેપિતે ડીકોયર પાસેથી હક્ક દાખલ કરવાની નોંધ પાડવાની અવેજીમાં ડિકોયર સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચ પેટે રૂ.૧૦૦૦/- ની માંગણી કરી ગેરકાયદેસરની લાંચ સ્વીકારી પકડાઇ જઇ ગુનો કર્યા વિગેરે બાબત.
ટ્રેપીંગ ઓફીસર:-
જે.બી.ચૌધરી
પોલીસ ઇન્સ્પેકટર
કચ્છ(પૂર્વ) એ.સી.બી. પો.સ્ટે. ગાંધીધામ
સુપર વિઝન અધિકારી:-
કે.એચ.ગોહિલ
મદદનીશ નિયામક
એ.સી.બી. બોર્ડર એકમ ભુજ
અધિકારી :-
બળદેવસિંહ વાઘેલા,
નાયબ નિયામક,
એ.સી.બી. રાજકોટ.
