શ્રાવણ માસના પાવન પ્રારંભે શિવ પૂજન અને વૃક્ષારોપણ કાર્યક્રમ

અઘાર ગામના પીપળેશ્વર મહાદેવ મંદિરે પાટણ જિલ્લા ભાજપ કિસાન મોરચા દ્વારા ધાર્મિક ભાવના સાથે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ અપાયો
કેપિટલ મેસેજ
Capital message
પાટણ : શ્રાવણ માસના પવિત્ર પ્રારંભ નિમિત્તે પાટણ જિલ્લા ભાજપ કિસાન મોરચા દ્વારા અઘાર ગામ ખાતે આવેલ ઐતિહાસિક પીપળેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવ પૂજન તથા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રાવણ માસના પ્રથમ દિવસે ભગવાન ભોળાનાથની પૂજા-અર્ચના કરી સૌના સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સર્વાંગી કલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.
આ પાવન પ્રસંગે પીપળેશ્વર મહાદેવ મંદિરના મહંત મહેશપુરી બાપુના આશીર્વાદ પ્રાપ્ત કરવામાં આવ્યા હતા. ધાર્મિક વિધિ બાદ મંદિર પરિસરમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાળવણી અને પ્રકૃતિ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં પાટણ જિલ્લા ભાજપ કિસાન મોરચાના પ્રભારી મહેશભાઈ દેસાઈ, પ્રમુખ અશ્વિનભાઈ પટેલ, મહામંત્રી ભાવેશભાઈ જોષી તથા ભોજાભાઈ આહિર, મંત્રી જલ્પેશભાઈ પટેલ તથા ભરતસિંહ, આઈટી સેલ સંયોજક ચિત્રાંગભાઈ પટેલ, રચનાત્મક સેલ સંયોજક કિરણભાઈ દેસાઈ, સરસ્વતી તાલુકા ભાજપ કિસાન મોરચાના પ્રમુખ રણજીતસિંહ સોલંકી, પ્રભારી મુકેશભાઈ પટેલ, મહામંત્રી જેમતલજી ઠાકોર સહિત સરસ્વતી તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ, મહામંત્રી અને ડેલિગેટ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું હતું કે, શિવ પૂજન આપણને આધ્યાત્મિકતા અને સંસ્કાર સાથે જોડે છે, જ્યારે વૃક્ષારોપણ પ્રકૃતિ પ્રત્યેની આપણી જવાબદારીનું સ્મરણ કરાવે છે. ધર્મ અને પર્યાવરણ બંનેને સાથે લઈને સમાજહિતમાં સતત કાર્ય કરવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
વૃક્ષારોપણના માધ્યમથી પર્યાવરણ સંરક્ષણ, શિવ પૂજન દ્વારા આધ્યાત્મિક અને સાંસ્કૃતિક જાગૃતિ તથા સંગઠનની શક્તિ દ્વારા સમાજસેવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
“ધર્મ સાથે સંસ્કાર • પ્રકૃતિ સાથે સંકલ્પ • સેવા સાથે સંગઠન”ના સંકલ્પ સાથે યોજાયેલ આ કાર્યક્રમમાં શ્રાવણ માસના પવિત્ર પ્રારંભને લોકસેવા અને પર્યાવરણ જાગૃતિ સાથે ઉજવવામાં આવ્યો હતો.
