પાટણના પત્રકાર રાજુભાઈ ઠક્કર ગુજરાતી હિન્દી ફિલ્મ ક્ષેત્રે પ્રશંસનીય કામગીરી કરી પ્રગતિ કરી રહ્યા છે.

કેપિટલ મેસેજ
Capital message
પાટણ ના પત્રકાર રાજુભાઈ ફિલ્મ ક્ષેત્રે ખૂબ સારી કામગીરી કરી રહ્યા છે તેમણે પાટણના વંદનીય ડાયરેકટર , પ્રોડ્યુસર અમૃતભાઈ સોનીજીએ ફિલ્મ ક્ષેત્રે રાજુભાઈને પ્રથમ પત્રકારનો જ રોલ નરેશભાઈ કનોડીયાજી, હિતુ કનોડીયા અને અસરાનીજી જેવા મોટા કલાકારોની મુખ્ય ભૂમિકા વાળી ફિલ્મ “બાપ ધમાલ દીકરા કમાલ” ગુજરાતી કોમેડી ફિલ્મમાં અભિનયની શરૂઆત કરાવેલી.. ત્યારબાદ “દલડુ દીધું મેં કારતકના મેળામાં” હિતુ કનોડિયાના પિતાજીનો રોલ કરેલ. ‘,સાથી રે સાથ ના છૂટે., જાદુગર અર્જુન,, ગુજરાતી ફિલ્મો અને નિકુલભાઇ પટેલની ‘મારા માવતર માં ખોડીયાર’,,,દુ:ખીયાના બેલી માં ખોડીયાર”,જહુ માતા,,,ગોગા મહારાજ, જેવી અનેક ટેલી ફિલ્મો માં કામ કર્યું. તેમજ વિસનગરના કમલેશ ગૌસ્વામી અને મિલન ભારથી સાથે ,,વિહત માના આશીર્વાદ,દીકરા નું ઘર , આલ્બમ સોંગમાં અમદાવાદના કલર્સ ગુજરાતી ચેનલ ઉપર કામ કરતા દીપિકા રાવલ નાટકોમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે તેવા મોટા ગજાના હીરો હીરોઇન કલાકારો સાથે આલ્બમ સોંગ કરેલ છે. મેરે પાપા હિન્દી આલ્બમ સોંગ જે પાટણ ના માહિતી અધિકારી જીગ્નેશ નાયક દ્વારા સોંગ બનાવવામાં આવ્યું હતું તેમાં રાજુભાઈએ
મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેમજ હિન્દી ટેલી ફિલ્મમાં પણ કામ કર્યું. અને તાજેતરમાં દશા માતાની ફિલ્મ જે.બી.ફિલ્મ્સ ડીસાના “રુદિયામાં રહી ગયા દશા મા” તેમા મુખી તરીકેનું સુંદર રોલ કરેલ છે.”અમે દીકરીઓના મા બાપ, વગેરે 25 જેવા આલ્બમ સોંગ માં ગુજરાતના સમગ્ર ખ્યાતનામ કલાકારો સાથે કામ કર્યું છે.હિતેન કુમાર, ફિરોજ ઈરાની, જોગાજી ઠાકોર, ગુજ્જુભાઈ જેવો ખૂબ વખણાય છે, પાટણના અશોક રાજ,કિરણ આચાર્ય, પ્રાંજલ ભટ્ટ , સુરતના ચેતના ગૌસ્વામી, કૈલાશ ઠક્કર, ડીસાના જ્યોતિ ઠક્કર, અને તાજેતરમાં ગુજરાતી ફિલ્મ ના પ્રખ્યાત હિરોઈન”મમતા સોની”સાથે અભિનય કરી રહ્યા છે. અને અત્યારે ખૂબ જ ચાલી રહી છે તેવી ગુજરાતી અર્બન ફિલ્મો તેવી પાટણના અમૃતભાઈ સોની જીની “”સંભવ અસંભવ””ગુજરાતી અર્બન ફિલ્મ બનાવી રહ્યા છે.તેમાં પણ રાજુભાઈ ઠક્કર હિરોઈન ના ફાધરનો રોલ કરશે જેનું શૂટિંગ ટૂંક સમયમાં ચાલુ થવાનું છે. અને આ ફિલ્મનું શૂટિંગ પણ અમૃતભાઈની પોતાના વતન પ્રત્યેની લાગણી હોવાથી પાટણમાં જ મોટાભાગનું શૂટિંગ થશે.

આમ પત્રકાર રાજુભાઈ ઠક્કર સામાજિક જીવનમાં ઘણા સંઘર્ષ સાથે પરમ કૃપાળુ પરમાત્મા ના આશીર્વાદ અને પોતાની મહેનત આવડત હોશિયારી થી પાટણમાં પંચમુખી હનુમાનજી મહારાજ ના પૂજ્ય નર્મદાગીરીબાપુ ના આશીર્વાદ લઈને પત્રકારનું કામ પાટણમાં રખેવાળ દૈનિક ના માનનીય”અમૃતલાલ શેઠ” સાથે 25 વર્ષ પહેલા પત્રકાર તરીકે કામ ચાલુ કરેલ અને પ્રથમ વર્ષે જ રખેવાળ પરિવાર દ્વારા શ્રેષ્ઠ કામગીરી બદલ સોનાની વીંટીનું સન્માન પ્રાપ્ત કરેલ. કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસ્વાનજી જેવા કેન્દ્રીય તેમજ રાજ્યના નરેન્દ્ર ભાઈ મોદી , શંકરભાઈ ચૌધરી, આઇ.કે જાડેજા, આનંદી બેન પટેલ, ગોરધનભાઈ ઝડફિયા, ઋષિકેશભાઈ પટેલ, સ્પીકર રાધનપુરના હિંમતભાઈ મુલાણી , સાંસદ ડો. કિરીટ ભાઈ સી પરમાર, પૂર્વ આરોગ્ય મંત્રી જય નારાયણભાઈ વ્યાસ ,નરોત્તમભાઈ પટેલ, સાંસદ પ્રવીણ રાષ્ટ્રપાલ, સાંસદ, સાંસદ મહેશભાઈ કનોડીયા, સાંસદ ભરતભાઈ ડાભી, ભાજપના પ્રતિભાશાળી કે.સી પટેલ , મંત્રી રણછોડભાઈ રબારી, મંત્રી દિલીપજી ઠાકોર,ધારાસભ્ય ડૉ.કિરીટભાઈ સી પટેલ જગદીશભાઈ ઠાકોર, બળવંતસિંહ રાજપુત,મંત્રીઓના ઇન્ટરવ્યૂ લીધેલ. અને ખૂબ નજીકથી તેમની સાથે રાજકીય તેમજ પ્રજાલક્ષી ચર્ચાઓ કરેલ તેમજ રાષ્ટ્રીય પેપર રાજસ્થાન પત્રિકામાં પણ પાટણ જિલ્લાની જવાબદારી ખૂબ સારી રીતે સંભાળી રહ્યા છે.સાથે સાથે રાજુભાઈ ઠક્કર ના પિતા અમૃતભાઈ ધનજી ભગત મુ.કુવારા, તાલુકો સિદ્ધપુર વાળા પણ ખૂબ મોટા ગજાના નાટક માં મુખ્ય ભૂમિકા ભજવતા હતા તેઓ વ્યવસાયે રેલવે માં ક્લાસ વન ઓફિસર હતા સાથે અભિનય પણ કરતા હતા. આવી રીતે માતા પિતાના આશીર્વાદ અને સંસ્કારથી પાટણમાં પત્રકારના વ્યવસાયને પણ ખૂબ સ્વમાન પૂર્વક કામગીરી કરીને હવે અભિનય ક્ષેત્રે પણ આપ સર્વે વડીલોના આશીર્વાદ અને મિત્રોની શુભેચ્છાથી આગળ વધી રહ્યા છે.
