પોતાનું ઘર બચાવવા બીજાના ઘરમાં પાણી ઠાલવતા સામે વિરોધ

ડભોઇ નગરપાલિકાની કામગીરી સામે વિરોધ પોતાનું ઘર બચાવવા બીજાના ઘરમાં પાણી નાખે તે નહીં ચલાવી લેવાય
કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
ડભોઇ થરવાસા ચોકડી પાસે નગરપાલિકાએ ખોદેલી કાંસ થરવાસા ગામ ના સરપંચ, ડે.સરપંચ અને ગ્રામજનોએ પુરાવી દીધી; અધિકારીઓ સ્થળ પર આવી કાયમી નિકાલ કરે તેવી માંગ
ડભોઇ ચોમાસું નજીક આવતાં જ ડભોઇ નગરપાલિકા દ્વારા પ્રી-મોન્સૂન કામગીરીના ભાગરૂપે વરસાદી કાંસોની સાફ-સફાઈ અને ખોદકામ શરૂ કરવામાં આવ્યું છે. પરંતુ
ડભોઇ નગરપાલિકાની આ કામગીરી સામે હવે ગ્રામજનો અને સ્થાનિક નેતાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ડભોઇ નગરપાલિકા દ્વારા થરવાસા ચોકડી નજીક કરવામાં આવેલા ખોદકામને કારણે ચોમાસાનું પાણી થરવાસા ગામમાં ઘૂસી જવાની ભીતિ ઊભી થતાં ભારે હોબાળો મચ્યો છે ગામ બચાવવા માટે નગરપાલિકાનું કામકાજ પૂરી દેવાયું
આજરોજ થરવાસા ચોકડી નજીક નગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરી ચાલી રહી હતી, ત્યારે થુવાવી જિલ્લા પંચાયત સદસ્ય ભાવેશ પટેલ અને સ્થાનિકો ત્યાં દોડી આવ્યા હતા. નગરપાલિકા દ્વારા જે રીતે વરસાદી કાંસ ઊંડી કરીને ખોદકામ કરાયું હતું, તેનાથી ડભોઇનું પાણી થરવાસા ગામ તરફ વળે તેમ હતું. આ જોતાં જ રોષે ભરાયેલા ભાવેશ પટેલ અને ગ્રામજનોએ નગરપાલિકા દ્વારા કરવામાં આવેલું ખોદકામ જાતે જ પૂરી દીધું હતું.નગરપાલિકા પ્રી મોન્સૂન કામગીરી કરે તેની સામે વાંધો નથી, પણ પોતાનું ઘર બચાવવા માટે બીજાના ઘરમાં પાણી નાખે તે કંઈ થોડું ચાલતું હશે ડભોઇ નગરપાલિકા અડેધડ ખોદકામ કરીને ગમે ત્યાં પાણીનો નિકાલ કરવા ટેવાયેલી છે, પણ અમે આ સહન નહીં કરીએ ભાવેશ પટેલ સદસ્ય, થુવાવી જિલ્લા પંચાયત જો ગામમાં પાણી ઘૂસશે તો જવાબદારી કોની સ્થાનિકોનો આક્ષેપ છે કે જો નગરપાલિકા આ જ પ્રકારે આડેધડ કામગીરી ચાલુ રાખશે, તો આગામી ચોમાસામાં આખા થરવાસા ગામમાં પાણી ઘૂસી જશે અને લોકો મુશ્કેલીમાં મુકાશે. જો આવી પરિસ્થિતિ ઊભી થશે તો તેની જવાબદારી કોની રહેશે? તેવો તીખો સવાલ પણ સ્થાનિકો ઉઠાવી રહ્યા છે ગ્રામજનોની મુખ્ય

માંગણીઓ:
અધિકારીઓ ‘થળ’ (સ્થળ) પર આવે નગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર આવીને પરિસ્થિતિનું નિરીક્ષણ કરે.
પાણીનો યોગ્ય નિકાલ: કોઈના ગામને નુકસાન ન થાય તે રીતે વરસાદી પાણીના નિકાલની વૈકલ્પિક અને ચોક્કસ વ્યવસ્થા કરવામાં આવે.આડેધડ ખોદકામ બંધ થાય: આસપાસના ગામડાઓને ધ્યાનમાં રાખીને જ નગરપાલિકા પોતાની કામગીરી આગળ વધારે.
હવે જોવાનું એ રહે છે કે આ વિરોધ બાદ નગરપાલિકાના અધિકારીઓ સ્થળ પર આવીને કોઈ યોગ્ય વચગાળાનો રસ્તો કાઢે છે કે પછી ચોમાસા પહેલાં જ આ વિવાદ વધુ ઉગ્ર બને છે.
રિપોર્ટ :- ફઝલ રઝાક ખત્રી, ડભોઈ
