પી.પી.જી. એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલનું ધોરણ 10માં ઉત્કૃષ્ટ પરિણામ, જિલ્લામાં મોખરે સ્થાન

કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital Message
પાટણ તા. 06 મે 2026
પાટણ જિલ્લાના અગ્રણી શૈક્ષણિક સંસ્થામાં ગણાતી પી.પી.જી. એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલે ધોરણ 10 (એસ.એસ.સી.) ના પરિણામમાં ફરી એકવાર ઉત્તમ પ્રદર્શન કરીને જિલ્લામાં મોખરે સ્થાન હાંસલ કર્યું છે. શાળાના કુલ પરિણામે 91.88% નોંધાવીને શિક્ષણ ક્ષેત્રે પોતાની આગવી ઓળખ વધુ મજબૂત બનાવી છે.
આ વર્ષે શાળામાંથી A1 ગ્રેડમાં 6 તથા A2 ગ્રેડમાં 15 વિદ્યાર્થીઓ પાસ થયા છે, જે શાળાની ગુણવત્તાસભર શિક્ષણ પદ્ધતિ અને વિદ્યાર્થીઓના કઠિન પરિશ્રમનો પ્રતિબિંબ છે.
શાળાનો વિદ્યાર્થી ચૌહાણ અર્જુન જીતાભાઈએ 600માંથી 570 ગુણ મેળવી 99.20 PR (A1 ગ્રેડ) સાથે પ્રથમ સ્થાન મેળવ્યું છે. ઉપરાંત પ્રજાપતિ ધરતી હિંમતભાઈએ 566 ગુણ (98.82 PR), ઠાકોર મૌલિક મહેશભાઈએ 565 ગુણ (98.72 PR), ચૌધરી હેત મુળજીભાઈએ 557 ગુણ (97.77 PR), પટેલ વૃંદ નરેશભાઈએ 549 ગુણ (96.66 PR) અને જોષી શ્રદ્ધાબેન બળદેવભાઈએ 543 ગુણ (95.74 PR) મેળવી શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે.
તદુપરાંત મોદી સુહાની સંદિપભાઈ (538 ગુણ), પ્રજાપતિ પ્રિયાંશી વિપુલભાઈ (534 ગુણ), પ્રજાપતિ હિનલ સંજયભાઈ (533 ગુણ) અને મોદી સ્નેહ મયંકકુમારે (520 ગુણ) A2 ગ્રેડ સાથે ઉત્તમ પરિણામ પ્રાપ્ત કર્યું છે.
બોર્ડનું કુલ પરિણામ 83.86%, પાટણ જિલ્લાનું પરિણામ 83.27% અને પાટણ કેન્દ્રનું પરિણામ 85.11% સામે શાળાનું 91.88% પરિણામ નોંધપાત્ર રહ્યું છે.
નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી, મુંબઈ સંચાલિત આ સંસ્થાના કેમ્પસ ડેવલપમેન્ટ ઓફિસર ડૉ. જય ધ્રુવ તથા શાળાના ઈનચાર્જ આચાર્ય ડૉ. ઝેડ.એન. સોઢાએ તમામ સફળ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓને અભિનંદન પાઠવી ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપી હતી.
શાળાએ શિક્ષણ સાથે શિક્ષણેત્તર પ્રવૃત્તિઓમાં પણ હંમેશા અગ્રેસર રહીને સર્વાંગી વિકાસનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
રાજેશ જાદવ, પાટણ
કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital Message
