એ.સી.બી. ની સફળ ટ્રેપ, ફરીયાદી :- એક જાગૃત નાગરીક
આરોપી :- સંજયભાઇ બચુભાઇ ડામોર (પ્રજાજન) ઉ.વ.૩૦ રહે.કોટડા મહુડા ફળીયા તા.જી.દાહોદ
ગુનો બન્યા તારીખ :- તા.૧૦/૦૯/૨૦૨૬
લાંચની માંગણીની રકમ :- રૂ.૫૦૦/-
લાંચ સ્વીકારેલ રકમ :- રૂ.૫૦૦/-
લાંચની રીકવર કરેલ રકમ :- રૂ.૫૦૦/-
ગુનાનુ સ્થળ :- દાહોદ મામલતદાર કચેરીના બહારના ભાગે જાહેર રોડ ઉપર તા.જી.દાહોદ
ગુનાની ટુંક વિગત :-
આ કામના ફરીયાદીએ રેશનકાર્ડ વિભાજન કરવા માટે દાહોદ મામલતદાર કચેરી ખાતે અરજી કરેલ હતી. જે કામ કરી આપવા આક્ષેપિતે ફરીયાદીનો સંપર્ક કરી અગાઉ રૂ.૨૫૦૦/ – લઇ લીધેલ હતાં. ત્યારબાદ આક્ષેપિતે ફરીયાદીનું કામ નહી કરી આપી ફરીથી રૂ.૫૦૦/- ની લાંચની માંગણી કરેલ. જે લાંચની રકમ ફરીયાદી આક્ષેપિતને આપવા માંગતા ન હોય જેથી એ.સી.બી. ના ટોલ ફ્રી નંબર ૧૦૬૪ ઉપર જાણ કરતા ફરીયાદની ફરીયાદ આધારે આજ રોજ લાંચના છટકાનુ આયોજન કરેલ, જે લાંચના છટકા દરમ્યાન આક્ષેપિતે (પ્રજાજન) ફરીયાદી પાસેથી લાંચની રકમ રૂ.૫૦૦/- ની માંગણી કરી સ્વીકારી પકડાઇ જઇ ગુનો કરેલ છે.
ટ્રેપીંગ અધિકારી :- એસ.એમ.પઠાણ પોલીસ ઇન્સ્પેકટર, એ.સી.બી. પોલીસ સ્ટેશન દાહોદ તથા એ.સી.બી. સ્ટાફ દાહોદ
