Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » ખેડૂતોને ધર્મ ધક્કા ખાવાનો વારો આવ્યો!
ગુજરાત

ખેડૂતોને ધર્મ ધક્કા ખાવાનો વારો આવ્યો!

Rajeshkumar Jadav
Last updated: May 23, 2026 6:05 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
4 Min Read
SHARE

ખેડૂતોને ધર્મ ધક્કા ખાવાનો વારો આવ્યો!

“ખેડૂત પરેશાન”

 

કેપિટલ મેસેજ, ન્યુઝ 

More Read

સમી ગામે જાહેર સ્થળે ઉકરડાના ઢગલા, ગંદકીનું સામ્રાજ્ય ફેલાતા લોકોમાં રોષ
રાધનપુરના સેવાભાવી યુવાને 49મી વખત કર્યું રક્તદાન, માનવસેવાનું અનોખું ઉદાહરણ
પાટણ જિલ્લા પોલીસની જનઅપીલ: વરસાદી મોસમમાં સાવચેતી રાખી સુરક્ષિત રહો
ડભોઇ સેવા સદન બગીચામાં ખુલ્લા વીજ વાયરો ચોમાસામાં ‘મોતનું ખુલ્લું આમંત્રણ’!

Capital message 

ડભોઇ ખેતીવાડી બજાર સમિતિ ખાતે થોડું તો દ્વારા વિરોધ કરવામાં આવ્યો ઓનલાઇન 2500 જેટલા ફોર્મ ભર્યા હતા 1400 ફોર્મ જેને લઈને ખેડૂતો કર્યો વિરોધ જુવાર બાજરી અને મકાઈ 44 ડિગ્રી તાપમાનમાં ખેડૂતોને ધર્મ ધક્કા ખાવાનો વારો આવ્યો ખેડૂતોના પૂરતા પુરાવા નથી આમ કરીને 1400 ખેડૂતોનું રજીસ્ટ્રેશન રદ કરવામાં આવ્યા છે સરકાર અને વેપારીઓ ખેડૂતોને હેરાન કરતા હોય એવું લાગી રહ્યું છે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે હાલ ચોમાસાની તૈયારી હોય જો માલ વેચાય નહીં તો બીજું વાવેતર કેવી રીતે કરીશું કે મૂંઝવણમાં છે

સરકાર વહેલી તકે તેનો નિર્ણય ખેડૂતોની માંગ છે

More Read

ડભોઇમાં 60 mm વરસાદ, પાલિકાની પોલ ખુલી
નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટીમાં વ્યાકરણ કાર્યશાળા
વ્યસનમુક્તિ સાથે આરોગ્ય જાગૃતિનો સંદેશ
પાટણમાં પત્રકારો સાથે પોલીસ ની દાદાગીરી,કલેક્ટરને આવેદન

ડભોઇ તાલુકામાં આ વર્ષે જુવારનું બમ્પર ઉત્પાદન થયું હતું. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને ટેકાના ભાવ (MSP) પર યોગ્ય ભાવ મળી રહે તે હેતુથી ઓનલાઇન નોંધણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. ડભોઇ તાલુકાના અંદાજે 2500 જેટલા ખેડૂતો દ્વારા સરકારશ્રીના પોર્ટલ પર નિયમ મુજબ ઓનલાઇન નોંધણી કરવામાં આવી હતી. નોંધણી દરમિયાન પોર્ટલમાં માંગવામાં આવેલી તમામ માહિતી અને જરૂરી દસ્તાવેજો સંપૂર્ણ રીતે અપલોડ કર્યા બાદ જ નોંધણી સ્લિપ આપવામાં આવી હતી.

 

પરંતુ આખરે સરકારશ્રી અને ખરીદી વ્યવસ્થામાં બેઠેલા જવાબદારઅધિકારીઓની બેદરકારીના કારણે ડભોઇ તાલુકાના અંદાજે 1400 જેટલા ખેડૂતોને અચાનક બ્લોક કરી દેવામાં આવ્યા હતા. ખેડૂતોને જણાવવામાં આવ્યું હતું કે “8-A” દસ્તાવેજના અભાવે નોંધણી રદ કરવામાં આવી છે. સૌથી ગંભીર બાબત એ છે કે નોંધણી પ્રક્રિયા દરમિયાન સરકારના પોર્ટલમાં “8-A” દસ્તાવેજ ફરજિયાત તરીકે માંગવામાં આવ્યો જ નહોતો, તેમ છતાં બાદમાં ખેડૂતોને આ જ કારણ બતાવી બહાર કરી દેવામાં આવ્યા હતા.આ સમગ્ર ઘટનાને લઈને ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. સરકારશ્રીની ગેરવ્યવસ્થા અને ખેડૂતો સાથે થયેલા અન્યાય સામે ફરી એકવાર ખેડૂત હિત રક્ષક સમિતિ ખેડૂતોના વહારે આવી છે. સમિતિના આગેવાનો ધવલ પટેલ, દીક્ષિત પટેલ, મેહુલ પટેલ, ગૌરાંગ પટેલ, ભરત પટેલ અને વિષ્ણુ પટેલ દ્વારા સતત ખેડૂતોનો સંપર્ક કરી જરૂરી દસ્તાવેજો એકત્રિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.ખરીદી પ્રક્રિયા સરકારના જાહેર કાર્યક્રમ મુજબ તારીખ 1/5/2026થી શરૂ થવાની હતી, પરંતુ તારીખ 20/5/2026 સુધી ખરીદી પ્રક્રિયા શરૂ કરવામાં આવી નથી. જેના કારણે ખેડૂતો આર્થિક રીતે ભારે મુશ્કેલીમાં મુકાયા છે. જુવારનો પાક તૈયાર હોવા છતાં ખરીદી શરૂ ન થતાં ખેડૂતોને બજારમાં ઓછી કિંમતે પાક વેચવાની ફરજ પડી રહી છે.ખેડૂત હિત રક્ષક સમિતિએ કડક ચેતવણી આપી છે કે જો આવનારા દિવસોમાં ખેડૂતોને ન્યાય નહીં મળે અને MSP હેઠળ ખરીદી પ્રક્રિયા તાત્કાલિક શરૂ નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે. ખેડૂતો સાથે થઈ રહેલા આ અન્યાય સામે હવે ખેડૂત સમાજ રસ્તા પર ઉતરવાની તૈયારીમાં છે.સમિતિએ માંગ કરી છે કે:8-Aના બહાને બ્લોક કરાયેલા તમામ ખેડૂતોને તાત્કાલિક મંજૂરી આપવામાં આવેMSP જુવાર ખરીદી તરત શરૂ કરવામાં આવેજવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેખેડૂતોને થયેલા આર્થિક નુકસાનની ભરપાઈ કરવામાં આવે

ખેડૂતોનો આક્ષેપ છે કે સરકાર ખેડૂતો માટે યોજનાઓ જાહેર તો કરે છે, પરંતુ જમીન સ્તરે અધિકારીઓની બેદરકારી અને ખોટી કામગીરીના કારણે ખેડૂતોને ફાયદા બદલે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે.

રિપોર્ટ :- ફઝલ રઝાક ખત્રી, ડભોઇ

 

More Read

ચોમાસામાં નર્મદા કોરીકટ: ચાંદોદના ઘાટ સૂકા!
ડભોઇમાં વરસાદી કાસના કામમાં લાખોના આંધણની આશંકા!
વૃક્ષારોપણના બદલે વૃક્ષવિનાશ: સરપંચ સામે સવાલ
રાધનપુરનું રાપરીયા હનુમાનજી મંદિર બન્યું: આસ્થાનું કેન્દ્ર
Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article સમી તાલુકાના માંડવી સીમમાં નીલગાયોના શિકારથી ખળભળાટ
Next Article પ્રમુખ પદે પશીબેન હેરમા અને ઉપપ્રમુખ પદે રૈયાબેન ચૌધરીની સર્વાનુમતે વરણી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

Capital Message 27/01/26 E Paper

ભરતનાટ્યમ વિશારદમાં નિષ્ઠા દવેનો રાષ્ટ્રીય વિજય

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

સિદ્ધપુરની ધારીવાલા ફૂડ્સ પર તંત્રના દરોડા.

ગુજરાત

પાટણમાં બલોચ મકરાણી સમાજનો ભવ્ય ઈનામી જલ્સો

ગુજરાત

ભરતભાઈ ચાવડા જિલ્લા કિસાન મોરચા મંત્રી બન્યા

ગુજરાત

રાધનપુરની પીવાના પાણીની ટાંકીના કામમાં બાળ મજૂરી

ગુજરાત

ડભોઇ થી કરજણ રેલવે ટ્રેન વધારવા માટે રજૂઆત કરવામાં આવી

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video