રાધનપુરમાં ભાજપનો દબદબો – તાલુકા પંચાયતમાં 16 બેઠક કબ્જે કરી સ્પષ્ટ બહુમતી મેળવી

22માંથી મોટાભાગની બેઠકો કબજે કરી ભાજપનો દબદબો, જિલ્લા અને નગરપાલિકામાં પણ વિજય
કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
પાટણ જિલ્લાના રાધનપુર વિસ્તારમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના અંતિમ પરિણામો જાહેર થતા ભાજપે જોરદાર પ્રદર્શન કર્યું છે. તાલુકા પંચાયતથી લઈને જિલ્લા પંચાયત અને નગરપાલિકા સુધી ભાજપે પ્રભાવશાળી જીત નોંધાવી સમગ્ર વિસ્તારમાં પોતાનો દબદબો સાબિત કર્યો છે.રાધનપુર વિસ્તારમાં કુલ 22 બેઠકોમાં ચૂંટણી યોજાઈ હતી, જેમાં તાલુકા પંચાયતની 18, જિલ્લા પંચાયતની 3 અને નગરપાલિકાની 1 બેઠકનો સમાવેશ થાય છે. આમાંથી ભાજપે મોટા પ્રમાણમાં બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી મેળવી છે.
અંતિમ આંકડાકીય સ્થિતિ
તાલુકા પંચાયત (18 બેઠકો):
ભાજપ : 16
કોંગ્રેસ : 2
આપ : 0
જિલ્લા પંચાયત (3 બેઠકો):
ભાજપ : 3 (તમામ બેઠકો પર વિજય)
નગરપાલિકા (1 બેઠક):
રાધનપુર વોર્ડ નં. 2 : ભાજપ વિજેતા
બેઠકવાર પરિણામ
તાલુકા પંચાયત બેઠકો:
1. કમાલપુર બેઠક
ચૌધરી હિતેષભાઈ વિજેતા (ભાજપ)
2. મસાલી બેઠક
ઠાકોર તારાબેન મનુભાઈ (ભાજપ) વિજેતા
3. સાતુન બેઠક
સમુબેન ખોડાભાઈ ભરવાડ (ભાજપ) વિજેતા
4. બંધવડ બેઠક
ઠાકોર જશીબેન ભરતભાઈ (ભાજપ) 618 મતથી વિજેતા
5. ચલવાડા બેઠક
શ્રદ્ધાબેન બેચરભાઈ ઠાકોર (ભાજપ) વિજેતા
6. જાવંત્રી બેઠક
અમરતભાઈ રામાભાઈ રબારી (કોંગ્રેસ) વિજેતા
7. મહેમવાદાદ બેઠક
કરશનભાઈ વાઘજીભાઈ ઠાકોર (કોંગ્રેસ) વિજેતા
8. મોટીપીપળી બેઠક
ધરતીબા લાલુભા પરમાર (ભાજપ) વિજેતા
9. અરજણસર બેઠક (SC)
પરમાર રમેશભાઈ હરિભાઈ (ભાજપ) વિજેતા
10. ધરવડી બેઠક
રામાભાઈ ઠાકોર (ભાજપ) વિજેતા
11. કામલપુર બેઠક
કોળી શૈલેષભાઈ રણશીભાઈ (ભાજપ) વિજેતા
12. સરદારપુરા બેઠક
ચૌધરી ભરતભાઈ ધનાભાઈ (ભાજપ) વિજેતા
13. ભાડિયા બેઠક
ભાવનાબેન ભેમાજી ઠાકોર (ભાજપ) વિજેતા
14. સુલ્તાનપુરા બેઠક
શાંતિબેન ભારમલભાઈ ચૌધરી (ભાજપ) વિજેતા
(અન્ય બેઠકો પર પણ ભાજપે જીત મેળવી કુલ આંક 16 સુધી પહોંચ્યો)
જિલ્લા પંચાયત બેઠકો:
15. કમાલપુર બેઠક
હીરિબેન વાલાભાઈ (ભાજપ) 2412 મતથી વિજેતા
16. મહેમદાદાદ બેઠક
જેલાબેન હીરાભાઈ ઠાકોર (ભાજપ) 113 મતથી વિજેતા
17. સીનાડ બેઠક
રાણા દશરથભાઈ ભારથાજી (ભાજપ) વિજેતા
નગરપાલિકા પેટા ચૂંટણી:
18. રાધનપુર નગરપાલિકા વોર્ડ નં. 2
બબીબેન રતિલાલ નિરાશ્રિત ઠાકોર (ભાજપ) વિજેતા

રાધનપુર તાલુકા પંચાયતમાં ભાજપે 18માંથી 16 બેઠકો જીતીને સ્પષ્ટ અને પ્રબળ બહુમતી મેળવી છે, જે પ્રદેશમાં પક્ષના મજબૂત સંગઠન અને લોકસમર્થનને દર્શાવે છે. કોંગ્રેસને માત્ર 2 બેઠકો મળતા તે પાછળ રહી ગઈ છે, જ્યારે આપ ખાતું પણ ખોલી શકી નથી.
જિલ્લા પંચાયતની તમામ 3 બેઠકો ભાજપે કબજે કરી, જ્યારે નગરપાલિકા પેટા ચૂંટણીમાં પણ ભાજપે જીત મેળવી પોતાની સત્તાને વધુ મજબૂત બનાવી છે.આ પરિણામો દર્શાવે છે કે રાધનપુર વિસ્તારમાં ભાજપનો પ્રભાવ નોંધપાત્ર રીતે વધ્યો છે અને આગામી રાજકીય દિશામાં આ પરિણામો મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
રિપોર્ટ: અનિલ રામાનુજ રાધનપુર, પાટણ
