Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » પાટણ સર્કિટ હાઉસમાં અજાજ મીડિયા ટ્રસ્ટના હોદ્દેદારોની બેઠક
ગુજરાત

પાટણ સર્કિટ હાઉસમાં અજાજ મીડિયા ટ્રસ્ટના હોદ્દેદારોની બેઠક

Rajeshkumar Jadav
Last updated: June 6, 2026 1:23 pm
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
4 Min Read
SHARE

પાટણના નવા સર્કિટ હાઉસ ખાતે અજાજ મીડિયા ટ્રસ્ટની કારોબારી બેઠક યોજાઈ

કેપિટલ મેસેજ, ન્યુઝ 

Capital message

પાટણ: સમગ્ર ગુજરાત રાજ્યના અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના પત્રકારોનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા અજાજ મીડિયા ટ્રસ્ટની કારોબારી બેઠક આજે પાટણના નવા સર્કિટ હાઉસ ખાતે યોજાઈ હતી. બેઠકમાં ટ્રસ્ટની પ્રવૃત્તિઓ, પ્રગતિ અહેવાલ, સંગઠનને લગતા વિવિધ પ્રશ્નો તેમજ ભાવિ આયોજન અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

More Read

સાંતલપુરમાં ખુલ્લી ગટર અને ગંદા પાણીની વિકટ સમસ્યાથી લોકો ત્રાહિમામ
મીડિયાની અસર: ₹42 કરોડનો સરીતા ઓવરબ્રિજ ઝળહળ્યો
પૂર્વ મંત્રી રણછોડભાઈ દેસાઈના જન્મદિવસે અનોખી પહેલ
રાધનપુરમાં પાણી વચ્ચે રોડ નિર્માણ, 7 કરોડના કામ પર ઉઠ્યા પ્રશ્નો

સંસ્થાના હોદ્દેદાર તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ડૉ.બાબા સાહેબ આંબેડકર ના ફોટો ને ફુલહાર કરી કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી હતી.

ટ્રસ્ટના પ્રમુખ અને બેઠકના આયોજક રમેશ સોલંકી દ્વારા મહેમાનોના સ્વાગત સાથે કરવામાં આવી હતી. ઉપસ્થિત કારોબારી સભ્યો અને હોદ્દેદારોનું પાટણના પટોળાના પ્રતિકરૂપ ખેસ અને પાટણની પ્રસિદ્ધ દેવડા મીઠાઈ આપી સન્માન કરવામાં આવ્યું હતું.

More Read

હારીજ પોલીસ દ્વારા રૂ. 56.93 લાખના વિદેશી દારૂનો નાશ
પીપીજી હાઇસ્કુલમાં 720 ‘સફળ જીવનની દિશાધારા’ પુસ્તકોનું વિતરણ
પ્રશિક્ષણ મહાઅભિયાન- ૨૦૨૬ માટે પાટણ ભાજપની તૈયારી બેઠક યોજાઈ
ગ્રેજ્યુએશન સેરેમનીમાં ડૉ. રોનક જાદવને MBBS ડિગ્રી એનાયત

આ પ્રસંગે આકાશવાણીના ડે. ડાયરેક્ટર પદેથી નિવૃત્ત અને ટ્રસ્ટના મહામંત્રી ભરત દેવમણી દ્વારા મહારાષ્ટ્રના જાણીતા પત્રકાર ઉત્તમ કાંબળેના મરાઠી પુસ્તક ‘અગ્નિપથ’ ના પોતાના ગુજરાતી અનુવાદની નકલ ઉપસ્થિત સભ્યોને ભેટરૂપે આપવામાં આવી હતી.

અજાજ મીડિયા ટ્રસ્ટ ના પૂર્વ હોદ્દેદાર અને પાટણ યુનિવર્સિટી ખાતે અધિકારી ની ફરજ બજાવતા તેમજ પાટણ નગર પાલિકા માં આ વર્ષે સદસ્ય તરીકે ચૂંટાઈ આવેલ રાજેશ ઝાલા નું સંસ્થા દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

બેઠકમાં ટ્રસ્ટના ચીફ પેટ્રન મૂળચંદ રાણા, પૂર્વ પ્રમુખ નટુભાઈ પરમાર, મહામંત્રી ભરત દેવમણી, ઉપપ્રમુખ ડૉ. પ્રવીણ સોલંકી, બાબુભાઈ મેસરવાળા, જયેશ વેગડા, નિવૃત્ત અધિકારી પી.બી. શ્રીમાળી, પૂર્વ પ્રમુખ દિનેશ પરમાર, જયંતી માંડલિક, શૈલેષ પરમાર, રાજેશ ઝાલા સહિત મહેસાણા અને પાટણ જિલ્લાના અનુસૂચિત જાતિના પત્રકારો તેમજ કારોબારી સભ્યો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

બેઠક દરમિયાન ટ્રસ્ટના અગાઉના વર્ષોના હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા, જેને ઉપસ્થિત સભ્યોએ સર્વાનુમતે મંજૂરી આપી હતી. હિસાબી ચર્ચા દરમિયાન જાણવા મળ્યું હતું કે સંસ્થાના વિવિધ કાર્યક્રમો અને કામગીરી માટે ભૂતકાળમાં ટ્રસ્ટના ચીફ પેટ્રન મૂળચંદ રાણા પાસેથી લોન સ્વરૂપે નાણાં લેવામાં આવ્યા હતા. મૂળચંદ રાણાએ ઉદારતા દાખવી આ સમગ્ર રકમને દાન તરીકે સંસ્થાને આર્થિક સહયોગ આપ્યો હતો.

સંસ્થાના સુચારૂ સંચાલન માટે આર્થિક સશક્તિકરણ જરૂરી હોવાનું માની ઉપસ્થિત સભ્યોએ અંદાજે રૂ. 15,000થી વધુની દાનરકમ જાહેર કરી હતી.

More Read

મોદીજીના 12 વર્ષ: સુરક્ષિત અને આત્મનિર્ભર ભારત- રમેશભાઈ રબારી
પાટણ તાલુકાના સંખારી ખાતે જનકલ્યાણ શિબિર યોજાઈ
દેશસેવાના 12 વર્ષ પૂર્ણ: વિશેષ સંપર્ક અભિયાન
વિકસિત ભારત સંકલ્પ સંમેલન માં ડૉ. સોઢા સન્માનિત

પૂર્વ પ્રમુખ દિનેશ પરમાર દ્વારા સંસ્થાના હિતમાં વધુ સક્રિય રીતે કાર્ય કરવાની તૈયારી દર્શાવવામાં આવી હતી.

બેઠકમાં સર્વાનુમતે શંકરલાલ પરમારને ખજાનચી અને જયેશ વેગડાને સહમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

મહામંત્રી ભરત દેવમણી તથા ચીફ પેટ્રન મૂળચંદ રાણા દ્વારા નાદુરસ્ત તબિયત અને સમયના અભાવને કારણે આપવામાં આવેલા રાજીનામાના પત્રોને સર્વસંમતિથી નામંજૂર કરીને તેમને યથાવત્ પદ પર કાર્યરત રહેવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

સંસ્થાના સ્થાપક સભ્ય અને પૂર્વ પ્રમુખ નટુભાઈ પરમારએ સંસ્થાને વધુ મજબૂત અને સક્રિય બનાવવા હાકલ કરી હતી. આ ઉપરાંત નટુભાઈ પરમાર અને પૂર્વ માહિતી અધિકારી ધીરજ કોટવાળ દ્વારા પત્રકારોને સરકારી પેનલ, એક્રેડિટેશન કાર્ડ, સરકારી જાહેરાતો સહિતના વિવિધ વિષયો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

પૂર્વ પ્રમુખ દિનેશ પરમારએ આગામી બેઠક અંબાજી ખાતે યોજવાની જાહેરાત કરી હતી, જ્યારે ઉપપ્રમુખ બાબુભાઈ મેસરવાળાએ ભવિષ્યમાં ગાંધીનગર ખાતે બેઠક યોજવાની જાહેરાત કરી હતી.

નિવૃત્ત અધિકારી અને સાહિત્યકાર પી.બી. શ્રીમાળીએ સંસ્થાને સતત સક્રિય અને જીવંત રાખવા માટે દર મહિને બેઠક યોજવાની સલાહ આપી હતી.

કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવો અને પત્રકારમિત્રોએ પાટણ સ્થિત માયા ટેકરી ખાતે વિરમાયાદેવના સ્થળની મુલાકાત લીધી હતી તેમજ બહુજન નાયકને યાદ કરીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article ગાયત્રી પરિવાર પાટણ દ્વારા નરેશભાઈનું ભવ્ય બહુમાન
Next Article ભારતીય સેનામાં અગ્નિવીર બનવા ઇચ્છુક યુવાનો માટે પાટણમાં નિઃશુલ્ક નિવાસી તાલીમ વર્ગ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળનો 122મો ભજન મહોત્સવ

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

ઠરાવમાં ફેરફાર સામે ડભોઇના ખેડૂતોનો ચોથા દિવસે પણ વિરોધ

ગુજરાત

પાટણ: સાયન્સ સેન્ટર-સેવા સદનનું સ્વચ્છતા અભિયાન

ગુજરાત

ડૉ. મિહિર દવેની સફળ કામગીરી: જટિલ પ્રસૂતિમાં ત્રિપુત્ર જન્મ

ગુજરાત

વિકસિત ભારત સંકલ્પ અભિયાન-પાટણ ખાસ લેખ

ગુજરાત

વિકસિત ભારત સંકલ્પ@ ૨૦૪૭ અભિયાન- પાટણ ખાસ લેખ

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video