ગાયત્રી પરિવાર પાટણ દ્વારા અણનમ (501) વ્યસન મુક્તિ કાર્યક્રમ કરનાર જિલ્લા વ્યસનમુક્તિ કન્વિનર નરેશભાઈ નું ભવ્ય સન્માન કરવામાં આવ્યું

કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર હરિદ્વાર પ્રેરિત વ્યસનમુક્તિ અભિયાન ના ભાગરૂપે અવિરત (501) કાર્યક્રમ કરનાર નરેશભાઈ પટેલ જિલ્લા વ્યસન મુક્તિ કન્વિનર તરીકે કાર્યદક્ષ છે. તેઓ વર્ષ ૨૦૧૦ થી પાટણ જિલ્લા ના સાંપ્રા ગામથી વ્યસન મુક્તિ અભિયાન ની શરૂઆત કરેલ. તેમના દ્વારા શરૂઆતમાં દવાખાનામાં આવતા દર્દીઓનું વ્યક્તિગત કાઉસેલિંગ કરી વ્યસનમુક્ત કરવા માટે પ્રયાસ કરેલ. ત્યારબાદ જાહેર કાર્યક્રમો ની શરૂઆત કરવામાં આવી, જેવાકે સ્કુલ, કોલેજ, સમુહલગ્ન, સ્નેહમિલન, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, કથા સમારંભ, મેળામાં ઈવન બેસણા સહિતના પ્રસંગો માં પણ સમાજમાં જન જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. આમ, વ્યસન મુક્ત સમાજ અને નશા મુકત ભારત માટેનો એક નાનકડો પ્રયાસ અત્યારે તેમનાં જીવવાનું મહત્વાકાંક્ષી અભિયાન બની ગયો છે. આ અભિયાન દરમ્યાન ૨૦૧૩ માં “માંગ્યું મોત ” પુસ્તિકા લખી સમાજને અર્પણ કરેલ. ત્યારબાદ ધીમુઝેર નામનું ઓડિયો ગીત સમાજને અર્પણ કર્યું. આ ઉપરાંત પ્રોજેક્ટર દ્વારા પ્રેઝન્ટેશન, વિડિઓ, ગીતો, નાટકો બતાવી સમાજમાં અભણ માણસ પણ સમજી શકે તેવી સરળ શૈલી દ્વારા જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો. તેમનાં સાથી મિત્ર જગદીશભાઈ લેબ ટેક્નિશિયન દ્વારા પણ દર ૩૧ મી મેં વિશ્વ તમાકુ નિષેધ દિન નિમિત્તે તેઓની ખાસ ફરમાઇશ પર વ્યસનમુક્તિ ના ગીતો સમાજને અર્પણ કરી જાગૃતિ લાવવાના નરેશભાઇ ના ભગીરથ પ્રયાસમાં તેઓને બિરદાવી યથાશક્તિ સહયોગ આપે છે. તેઓએ જણાવેલ કે આ બધા પ્રયાસો થકી લાખો લોકોને મળવાનું થયું છે અને હજારો લોકોને વ્યસનમુકત કરવાનો મોકો મળ્યો છે. એ સિવાય એવા વેપારીઓ પણ મળ્યા છે જે તેઓના વ્યસન મુક્તિ ના મેસેજની અસરકારકતા થકી તમાકુ, ગુટકા, બીડી, સિગારેટ જેવા સમાજને અને યુવાનોને નુકશાન કરતા ઉત્પાદનો વેચવાનું છોડી અન્ય ધંધો કરવા લાગ્યા છે.

ઉપરોક્ત તમામ સફળતા ના ભાગરૂપે જિલ્લા કલેકટર, આરોગ્ય વિભાગ, સેવા ભાવી સંસ્થાઓ, સમાજની સંસ્થાઓ, વેપારીઓ અને બે વખત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ દ્વારા કાર્ય ની નોંધ લઈ નરેશભાઇ પટેલ ને પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા છે.
આજના દિવસે સમાજને જો સંદેશ હોય તો તે એછે કે સમાજમાં રહેલી “સજ્જન શક્તિ” આ વિષયને સ્વીકારી વધુ ને વધુ લોકોને વ્યસનમુક્તિ નો સંદેશ આપે, તો ચોક્કસ થી સમાજ વ્યસન મુક્ત બનશે ને જેના થકી રાષ્ટ્ર ની પણ સેવા થશે.
આ તમામ કાર્ય કરવા અને તેના લીધે મળેલ સફળતા માં ભગવતી ગાયત્રી ના આશીર્વાદ થી થઈ શક્યું છે તેવું તેઓએ તેમનાં પ્રસ્તુત વક્તવ્યમાં જણાવ્યું હતું. આ સન્માન સમારોહમાં ગાયત્રી પરિવાર ગુજરાત પ્રાંત સંયોજક કિરીટભાઈ સોની, એ. ડી. એચ. ઓ , ડી. ટી. ઓ , આભા દીદી તેમજ સહકર્મીઓ, સ્નેહીજનો અને સમસ્ત ગાયત્રી પરિવાર પાટણના સભ્યો ઉપસ્થિત રહી પ્રસંગને દીપાવ્યો હતો.
